ETV Bharat / bharat

હૈદરાબાદમાં મેઘરાજાની મહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ પડી રહ્યો હોવાથી સામાન્ય જનજીવન પર અસર જોવા મળી છે. આથી, સ્થાનિક લોકોને પાણી ભરાવાની સમસ્યા (water logging problem)નો સામનો કરવો પડી રહ્યો છે.

rainfall in Hyderabad
હૈદરાબાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
author img

By

Published : Jul 11, 2021, 8:42 PM IST

  • હૈદરાબાદમાં સવારથી જ ભારે વરસાદ શરૂ
  • ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
  • પાણી ભરાતા ટ્રાફિક અને સામાન્ય જનજીવન ખોરવાયું

હૈદરાબાદ ( તેલંગાણા ): શહેરમાં સતત વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા (water logging problem) છે. જેના કારણે હૈદરાબાદ(Hyderabad)માં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. આ ઉપરાંત, સામાન્ય જીવન પણ ભારે અસર પડી હતી. વરસાદને કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હૈદરાબાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં લાંબા સમય પછી મેઘરાજાની એન્ટ્રી, ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો

પાણી ભરાતા દુકાનદારો ત્રાહિમામ

શહેરોમાં પાણી ભરાતા સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, દર વખતે જ્યારે વરસાદ પડે છે, ત્યારે પાણીનો ભરાવો થાય છે. આ ભારે વરસાદને કારણે તેની ફૂલની દુકાનમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય છે, પરંતુ ઘણા લોકો પાણીમાં પડતા તેઓને ગંભીર ઇજા પહોંચતી હોય છે. તેમણે વધુમાં કહ્યું કે, સ્થાનિક વહીવટ અને સરકાર આ બાબત પ્રત્યે આંખ આડા કાન કરી રહી છે.

આ પણ વાંચો: Rain Forecast: ગુજરાતમાં 10 જુલાઈથી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ

સરકાર રસ્તાઓ પરના ખાડા તરફ ધ્યાન આપે

લક્ષ્મણ લાલ નામના અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે રાહદારીઓ ઉપરાંત ડ્રાઇવરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર રસ્તાઓ પરના ખાડા તરફ ધ્યાન આપે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.