નવી દિલ્હી : CBI અને EDએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, દિલ્હી શરાબ નીતિ મામલે આમ આદમી પાર્ટીને આરોપી બનાવવાનું વિચાર કરી રહ્યાં છીએ. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને એસ.વી.એન. ભટ્ટીની ખંડપીઠ સમક્ષ CBI અને EDનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ એસવી રાજૂએ કહ્યું કે, તેની પાસે એ દર્શાવવાનું કારણ છે કે, એજન્સીઓ પ્રતિસ્પર્ધી દાયિત્વ અને ધન શોધન નિવારણ અધિનિયમ (PMLE)ની કલમ 70 હેઠળ કાયદાકીય પ્રાવધાનને લાગૂ કરતા 'આપ'ને આરોપી બનાવવાનું વિચારી રહી છે. ઉચ્ચ અદાલતે મંગળવારે સોલિસિટર જનરલ એસવી રાજૂને આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું કહ્યું છે કે, શું બે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં 'આપ' સામે અલગથી આરોપ ઘડવામાં આવશે.
રાજૂએ કહ્યું કે આ પણ તેવો જ ગુનો હશે: જસ્ટિસ ખન્નાએ રાજુને તેમના નિવેદનમાં સાવધાની રાખવાનું કહ્યું અને પુછ્યું કે શું 'ઈડી મામલે અલગ કે સમાન ગુનો હશે'? તેનો જવાબ આવતીકાલે આપો. બેન્ચે કહ્યું કે ભ્રષ્ટાચારના કેસમાં આ ચોક્કસપણે એક અલગ આરોપ હશે અને પૂછ્યું કે, શું સીબીઆઈના કેસમાં આ અલગ આરોપ હશે? રાજુએ જવાબ આપ્યો કે આરોપ અલગ-અલગ હોઈ શકે, પરંતુ ગુનો એક જ હશે. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, તો જરા એની ખાતરી કરો.
કોર્ટના સવાલ: સુનાવણી દરમિયાન બેન્ચે રાજુને પૂછ્યું કે આરોપ પર ચર્ચા હજુ સુધી કેમ શરૂ નથી થઈ? ક્યારે થશે? આપ કોઈને કાયમ માટે પાછળ નથી રાખી શકતા, કારણ કે આપ આશ્વસ્ત નથી કે, આપ ક્યારે દલીલ કરી શકો છો. ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચાર્જશીટ દાખલ થયા પછી ચર્ચા શરૂ થવી જોઈએ. બેન્ચે રાજુને પૂછ્યું કે, ધારો કે કોઈ વ્યક્તિ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હયો, તો શું તે મની લોન્ડરિંગ છે? રાજુએ હા કહ્યું, જસ્ટિસ ખન્નાએકહ્યું ના, અને વિસ્તારથી સમજાવ્યું.
સુનાવણી યથાવત: ઉચ્ચ અદાલત આપ નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. સિસોદીયાની CBI અને ED દ્વારા એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી આવતીકાલે પણ યથાવત રહેશે. એજન્સીઓનો આરોપ છે કે, આપ દ્વારા આ પૈસાનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કર્યો. તેમણે એ પણ દાવો કર્યો કે, AAP એ હિતધારકો પાસેથી મળેલી લાંચના લાભાર્થી હતા જેમણે બદલામાં દારૂના લાઇસન્સ મેળવ્યા હતા.Kejriwal Attack on Modi Govt: સીએમ કેજરીવાલે કહ્યું- 2015થી મને ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસો