ETV Bharat / bharat

કોરોનાને નાથવો એ આપણી સામૂહિક જવાબદારી છે

author img

By

Published : Apr 9, 2021, 10:26 PM IST

દરિયાનાં પાણીની માફક ઓસરી ગયા પછી ફરીથી ઊછાળો મારનાર કોરોનાવાઇરસ સમગ્ર માનવ સમુદાય માટે પડકાર સર્જી રહ્યો છે. શિકારને સકંજામાં લેવા માટે છલાંગ લગાવતાં પહેલાં વાઘ જે રીતે કેટલાંક ડગલાં પાછળ જાય છે, તે રીતે કોરોના મહામારી ફરી વખત પોત પ્રકાશી રહી છે.આ સમસ્યાની તીવ્રતા છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં એક લાખ કરતાં વધુ કેસો નોંધાયા, તે હકીકત પરથી સમજી શકાય છે.

કોરોનાને નાથવો એ આપણી સામૂહિક જવાબદારી છે
કોરોનાને નાથવો એ આપણી સામૂહિક જવાબદારી છે

કોરોનાને નાથવો એ આપણી સામૂહિક જવાબદારી છે

ન્યૂઝ ડેસ્કઃ દરિયાનાં પાણીની માફક ઓસરી ગયા પછી ફરીથી ઊછાળો મારનાર કોરોનાવાઇરસ સમગ્ર માનવ સમુદાય માટે પડકાર સર્જી રહ્યો છે. શિકારને સકંજામાં લેવા માટે છલાંગ લગાવતાં પહેલાં વાઘ જે રીતે કેટલાંક ડગલાં પાછળ જાય છે, તે રીતે કોરોના મહામારી ફરી વખત પોત પ્રકાશી રહી છે. આ સમસ્યાની તીવ્રતા છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં એક લાખ કરતાં વધુ કેસો નોંધાયા, તે હકીકત પરથી સમજી શકાય છે. પ્રસારની દ્રષ્ટિએ ભારત અમેરિકાની લગોલગ આવીને ઊભું છે. વાઇરસના સૌથી ઝડપી પ્રસરણની દ્રષ્ટિએ ભારતનો ક્રમ અમેરિકા, ફ્રાન્સ, બ્રાઝિલ અને બેલ્જિયમ પછી આવે છે. વધી રહેલા કેસો અને તેના પરિણામે આકાર પામી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગયા મહિને નાગપુરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તો, ઇન્દોર, ભોપાલ, સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવાં શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં વીકેન્ડમાં લોકડાઉન અને રાત્રિ કરફ્યૂનો અમલ કરવામાં આવી રહ્યો છે. દેશની રાજધાનીમાં પણ ગઇકાલથી રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોને બાદ કરતાં દેશનાં લગભગ તમામ રાજ્યોમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઊછાળો જોવા મળ્યો છે, તે ચિંતાજનક બાબત છે. કોવિડના ઝડપી પ્રસારથી ભયભીત થઇને ફ્રાન્સ, બેલ્જિયમ અને ઇટલી જેવા દેશો લોકડાઉનનો માર્ગ અપનાવી રહ્યા છે. નિષ્ણાતો ભારતમાં પણ આવી કાર્યવાહી હાથ ધરવી અનિવાર્ય હોવાની ચેતવણી આપી રહ્યા છે, ત્યારે પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય, તે માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે તત્કાળ સુધારાત્મક પગલાં લેવાની જરૂર છે. મોટાભાગના કેસો મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાત જેવાં રાજ્યોમાં નોંધાયા હોવા છતાં બાકીનાં રાજ્યોની સ્થિતિ પણ ગમે ત્યારે વણસી શકે છે.

નિષ્ણાતો લોકડાઉન જેવી કાર્યવાહીને સ્થાને સઘન ટેસ્ટિંગ, રસીકરણ, માસ્ક પહેરવા અને લોક જાગૃતિ ફેલાવવાને પ્રાધાન્ય આપી રહ્યા છે, ત્યારે સરકારે કોરોનાના પ્રસારને ડામવા માટે કડક પગલાં ભરવાં અત્યંત આવશ્યક છે.

ગયા વર્ષે કોરોનાને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પરિણામે દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યું હતું. સેંકડો શ્રમિકો તથા કર્મચારીઓનાં જીવન છિન્ન-ભિન્ન થઇ ગયાં હતાં. રોજગારી છિનવાઇ જતાં 12 કરોડ શહેરી નાગરિકો અને 28 કરોડ ગ્રામીણ લોકો ગરીબીની ગર્તા તરફ ધકેલાઇ ગયા હતા. આ ઉપરાંત લોકડાઉનને કારણે સ્થળાંતરિત શ્રમિકોએ વેઠવી પડેલી કઠણાઇના પણ આપણે સાક્ષી રહ્યાં છીએ. કોરોના મહામારીનો વ્યાપ આગામી બે મહિનામાં વધુ વકરશે, તેવું કહેવાઇ રહ્યું છે, ત્યારે દરેક વ્યક્તિએ કેસોમાં ઊછાળો ન આવે, તે માટે તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે. મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે, માસ્ક પહેરવું, સેનિટાઇઝર્સનો ઉપયોગ કરવો અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું – આ તકેદારીઓનું અનુસરણ કરવાથી 70 ટકા પ્રસાર નાથી શકાય છે. કોરોનાના એક દર્દીમાંથી 400 વ્યક્તિઓ સુધી વાઇરસ ફેલાઇ શકે છે, તેવી ચેતવણી જારી કરી દેવાઇ છે. જો કોઇ એક વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવે, તો તેના ઓછામાં ઓછા ૩૦ સબંધીઓ અને પરિચિતોની ઓળખ કરવામાં આવશે અને તેમને ત્રણ દિવસ માટે એકાંતમાં રાખવામાં આવશે – તેવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તમામ રાજ્યોએ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) દ્વારા કરવામાં આવેલાં મૂલ્યવાન સૂચનો ઉપરાંત માર્ગદર્શિકાનું ત્વરિત પાલન કરવું જોઇએ. ચેમ્બર્સે સૂચવ્યું છે કે, સરકારે 18 વર્ષથી 45 વર્ષની વય જૂથનાં તમામ લોકોને રસી લેવાની પરવાનગી આપવી જોઇએ.

જો પ્રત્યેક નાગરિક માસ્ક પહેરવું, હાથને વારંવાર સ્વચ્છ કરવા અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું – આ તકેદારીનાં પગલાંઓનું પાલન કરે, તો કોરોનાના પ્રસારની ગતિ ઉપર બ્રેક મારી શકાય છે. વ્યક્તિગત જાગૃતિ અને સંસ્થાકીય સુધારાત્મક પગલાંના સંયોજન થકી જ કોરોનાને નાથી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.