ETV Bharat / bharat

પેટ્રોલ-ડીઝલ અને મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, રાહુલ ગાંધી પહોંચ્યા વિજય ચોક

થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને(Rahul Gandhi's statement on price hike) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ તેમની સાથે જોડાયા છે. બીજી બાજુ પ્રિયંકા ગાંધી હિમાચલ પ્રદેશમાં આ પ્રદર્શનમાં સામેલ(Priyanka Gandhi will join the protest) થઈ શકે છે.

પેટ્રોલ-ડીઝલ અને મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, રાહુલ ગાંધી પહોંચ્યા વિજય ચોક
પેટ્રોલ-ડીઝલ અને મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું પ્રદર્શન, રાહુલ ગાંધી પહોંચ્યા વિજય ચોક
author img

By

Published : Mar 31, 2022, 12:43 PM IST

નવી દિલ્હીઃ મોંઘવારી અને તેલની વધતી કિંમતોને લઈને કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન(Congress performance on price hike) કરી રહી છે. આ માટે રાહુલ ગાંધી વિજય ચોક પહોંચ્યા છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ તેમની સાથે જોડાયા છે. બીજી બાજુ પ્રિયંકા ગાંધી હિમાચલ પ્રદેશમાં આ પ્રદર્શનમાં સામેલ(Priyanka Gandhi will join the protest) થઈ શકે છે.

કોંગ્રેસનું વિરોદ્ધ પ્રદર્શન - વિજય ચોક ખાતે રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે છેલ્લા 10 દિવસમાં 9 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે અને તેનું પરિણામ મધ્યમ વર્ગ અને ગરીબ લોકો પર પડે છે, અમારી માંગ છે કે સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવાનું બંધ કરે, જ્યા સુધી ભાવમાં ઘટાડો નહિં નોંધાય ત્યાર સુધી અમારું પ્રદર્શન દેશભરમાં ચાલશે અને તે પણ લાંબા સમય સુધી. લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મોદી સરકાર સામાન્ય લોકોના ખિસ્સાઓ ખાલી કરાવી રહી છે, તેના વિરોધમાં પ્રદર્શન અમે પ્રદર્શન કરી રહ્યા છીએ. વડાપ્રધાને 10 દિવસમાં 9 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારીને ઇતિહાસ રચ્યો છે. અમારી માંગ છે કે સરકાર આ ભાવ પરત ખેંચે.

પ્રિયંકા ગાંધી શિમલામાં કરી શકે છે પ્રદર્શન - આજે દેશના અનેક જિલ્લાઓ સિવાય હિમાચલ પ્રદેશના શિમલામાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા જિલ્લાના ડીસી ઓફિસની બહાર આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે. છેલ્લા 9 દિવસમાં પેટ્રોલના ભાવમાં 5.60 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. અહીં પેટ્રોલ માટે 100.21 રૂપિયા અને ડીઝલ માટે 92.27 રૂપિયા ચૂકવવા પડે છે. રેકોર્ડ 137 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારથી ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

રાહુલ ગાંધીનો વડાપ્રધાન પર વાર - થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'વડાપ્રધાનની Daily To-Do List. 1. પેટ્રોલ-ડીઝલ-ગેસના દરમાં કેટલો વધારો કરુ, 2. લોકોની 'ખર્ચે પે ચર્ચા'ને હું કેવી રીતે રોકી શકું, 3. યુવાનોને રોજગારના સપના કેવી રીતે બતાવું, 4. આજે કઈ સરકારી કંપનીને વેચવી અને 5. ખેડૂતો વધુ લાચાર કઇ રીતે કરુ.

ગેસનાં ભાવોમાં સતત વધારો - છેલ્લા છ મહિનામાં દેશમાં સીએનજીના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં ઈન્દ્રપ્રસ્થ ગેસે 33% જ્યારે મુંબઈમાં મહાનગર ગેસે 27% ભાવ વધાર્યા છે. માત્ર માર્ચ મહિનામાં જ અમદાવાદમાં 9.6 રૂપિયા પ્રતિ કિલો અને દિલ્હીમાં 7 રૂપિયાનો ભાવ વધારો થયો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ની કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હી-NCRમાં PNGના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ PNG અહીં 36.61 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે મળશે. નવી કિંમતો 24 માર્ચ, 2022થી અમલમાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.