નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અને કોમ્યુનિકેશનના પ્રભારી જનરલ સેક્રેટરી જયરામ રમેશે બુધવારે કેન્દ્ર પર પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટી (BJP) પર રાજ્યોમાં ડેરી સહકારી સંસ્થાઓને નિયંત્રિત કરવાનો આરોપ લગાવ્યો હતો. અમૂલ અને નંદિનીને 'શ્વેત ક્રાંતિ'ની રાષ્ટ્રીય સફળતા તરીકે વર્ણવતા, જયરામ રમેશે જણાવ્યું હતું કે વર્ષોની સરકારી પહેલ પછી, સહકારી સંસ્થાઓને વિકેન્દ્રિત વિઝન હેઠળ ઉછેરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ડેરી મંડળીઓએ કરોડો ખેડૂતોની સ્વાયત્તતા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
કોંગ્રેસના ભાજપ પર આરોપ: તેમણે કેન્દ્ર સરકારની આ પહેલને 'બેશરમ પગલું' ગણાવ્યું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સહકારી મંડળીઓને ખેડૂતોના નિયંત્રણમાંથી બહાર કાઢીને પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે. રમેશે એક નિવેદનમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એવો સમય આવવા દેશે નહીં જ્યારે ભાજપ એક રાષ્ટ્ર, એક દૂધનો નારા લગાવશે. બુધવારે કેન્દ્ર પર પ્રહાર કરતા કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે તેનાથી વિપરીત, અમિત શાહ તેમના સીધા આદેશ અને નિયંત્રણ હેઠળ કેન્દ્રીયકૃત સંગઠનોના નાના સંગ્રહની કલ્પના કરે છે. જયરામ રમેશે કહ્યું કે આ નવા કેન્દ્રીય સહકાર મંત્રાલયનો એજન્ડા છે, જેનું નેતૃત્વ શાહ કરી રહ્યા છે.
સહકારી મંડળીઓ નિયંત્રિત કરવાનો આરોપ: તેમણે કહ્યું છે કે અમિત શાહ ઈચ્છે છે કે અમૂલ અન્ય પાંચ સહકારી મંડળીઓ સાથે મર્જ કરે. જેથી 2 લાખ ગ્રામીણ ડાયરીઓને સમાવીને બહુ-રાજ્ય સહકારી મંડળી બનાવી શકાય. રમેશે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર બંધારણની અવગણના કરીને સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરી રહી છે. જ્યારે ડેરી મંડળીઓ ખેડૂતોને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે. ઉદાહરણ આપતા, તેમણે કહ્યું કે કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF), જે નંદિનીનું માર્કેટિંગ કરે છે, તે 14 યુનિયનો સાથે 14,000 સહકારી મંડળોનું ફેડરેશન છે.
આ પણ વાંચો Big Bihar Gathbandhan: નીતિશ કુમાર, તેજસ્વી યાદવે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી
ડેરી યુનિયનો ભાજપની રાજકીય પાંખ બનાવવાનો આરોપ: રમેશે કહ્યું કે તેના 24 લાખ સભ્યો રોજની 17 કરોડથી વધુ કમાણી કરે છે. અમિત શાહ અને ભાજપ આ ઐતિહાસિક મંડળોને નવી મલ્ટિ-સ્ટેટ કોઓપરેટિવ્સમાં એકીકૃત કરીને ખેડૂતોના નિયંત્રણને તેમના પોતાના નિયંત્રણથી બદલવા માંગે છે. તેમણે કહ્યું કે KMF ને તેમના વ્યાપારી હિતો વિરુદ્ધ કામ કરવા માટે દબાણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને ગૃહ પ્રધાને નક્કી કરેલા લક્ષ્યાંકને હાંસલ કરી શકાય. તેમણે કહ્યું કે અમિત શાહનો ઉદ્દેશ્ય છે કે તમામ ડેરી યુનિયનો ભાજપની રાજકીય પાંખ બની જાય.
આ પણ વાંચો Karnataka poll: 2023ની ચૂંટણી જીતવા ભાજપની રણનીતિ, તદ્દન નવા ચહેરાઓ મેદાને
(ANI/PTI)