ETV Bharat / bharat

Protest Against Agnipath : કોંગ્રેસનો સત્યાગ્રહ, રાહુલ - પ્રિયંકા ગાંધી પણ હાજર - Agnipath scheme protest reason

સશસ્ત્ર દળોમાં ભરતી માટે રજૂ કરવામાં આવેલી 'અગ્નિપથ' યોજનાના વિરોધમાં (Protest Against Agnipath Scheme) કોંગ્રેસ પક્ષ આજે રવિવારે જંતર-મંતર પર સત્યાગ્રહ (Congress With Agnipath Protester) કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના વિરુદ્ધ દેશભરના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઘણા શહેરો અને નગરોમાંથી હિંસાની ઘટનાઓ નોંધવામાં આવી છે.

Protest Against Agnipath
Protest Against Agnipath
author img

By

Published : Jun 19, 2022, 7:50 AM IST

Updated : Jun 19, 2022, 1:15 PM IST

ન્યૂઝ ડેસ્ક : દેશભરમાં જબરદસ્ત વિરોધનો (Protest Against Agnipath Scheme) સામનો કરી રહેલી કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને દિશાહીન ગણાવી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આંદોલનકારી યુવાનોને શાંતિપૂર્ણ અને અહિંસક રીતે વિરોધ કરવાની અપીલ કરી છે. આ સાથે જ રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે આ સ્કીમ પાછી ખેંચવાની માંગ કરી હતી. દિલ્હીના જંતર-મંતર પર આજે રવિવારે કોંગ્રેસ અગ્નિપથ વિરુદ્ધ મોટું પ્રદર્શન (Congress Protest at Jantar Mantar) કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આ સત્યાગ્રહમાં સામેલ થવા માટે જોડાયા છે. કોંગ્રેસના સત્યાગ્રહ માટે જંતર-મંતર પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અર્ધલશ્કરી દળો તૈનાત છે.

આ પણ વાંચો : અગ્નિપથ આંદોલનને વચ્ચે રક્ષા મંત્રાલયની જાહેરાત, નોકરીઓમાં મળશે અનામત

સરકાર સામે અવાજ ઉઠાવીશું : અગ્નિપથ સામે વિરોધ દરમિયાન હિંસાના અહેવાલોને પગલે યુવાનોને એક સંદેશમાં, સોનિયા ગાંધીએ કહ્યું કે, "કોંગ્રેસ તમારી સાથે મજબૂત રીતે ઉભી છે અને તમારા હિતોનું રક્ષણ કરવાનું વચન આપે છે અને આ યોજના પાછી મેળવવા માટે લડશે. એક સાચા દેશભક્તની જેમ, અમે સત્ય, અહિંસા, સંયમ અને શાંતિના માર્ગે ચાલીને સરકાર સામે તમારો અવાજ ઉઠાવીશું. હું તમને વિનંતી કરું છું કે, તમારી કાયદેસરની માંગણીઓ માટે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે આંદોલન કરો."

જયરામ રમેશે મોકલ્યો સોનિયા ગાંધીનો સંદેશ : ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયેલા સોનિયા ગાંધીનો સંદેશ કોંગ્રેસના સંચાર વડા જયરામ રમેશે જાહેર કર્યો હતો. બીજી તરફ રાહુલ ગાંધીએ ટ્વિટર પર મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, "જે રીતે વડાપ્રધાને કાળા કૃષિ કાયદાને પાછા ખેંચવા પડ્યા, તેવી જ રીતે તેમણે 'માફીવર' બનીને દેશના યુવાનોની વાત માનવી પડશે અને 'અગ્નિપથ' સ્કીમને પાછી ખેંચવી પડશે"

આ પણ વાંચો : 'અગ્નિપથ'માં બિહારને બાળવા પાછળ કોચિંગ સેન્ટરનો તો હાથ નથી ને? પોલીસે કહ્યું પૂર્વ આયોજિત કાવતરૂ

નીતિ બનાવતા પહેલા સરકારે વિચાર્યું ન હતું : કોંગ્રેસ નેતા પવન ખેરાએ કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનામાં વય છૂટ સહિતની અન્ય છૂટછાટો અંગે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે સરકારે નીતિ બનાવતા પહેલા વિચાર્યું ન હતું. મોદી સરકારની નવી યોજના "અગ્નિપથ" સામે (Army Recruitment) દેશવ્યાપી વિરોધ વચ્ચે કોંગ્રેસ રવિવારે જંતર-મંતર ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શન કરશે, જેમાં પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે.

Last Updated : Jun 19, 2022, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.