- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મહત્વની બેઠક
- તમામ રાજ્યોના પ્રમુખો સાથે કરશે બેઠક
- ગુજરાત કોંગ્રેસના પ્રમુખના નામની જાહેરાત થાય તેવી પ્રબળ શકયતા
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election)ને એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની એડી ચોટીનું જોર લગાવવા માટે તૈયાર થઈ ગયા છે, ત્યારે 25 વર્ષથી સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસ પાર્ટી પણ હવે સત્તામાં આવવા માટે સતત જોર લગાવી રહી છે જેને લઇને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા કોને બનાવવા તેને લઈને સતત હાઈ કમાન્ડમાં મનોમંથન પણ ચાલી રહ્યું છે..

ગમે ત્યારે લાગી શકે પ્રમુખના નામની મહોર
જોકે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ ગમે ત્યારે પ્રમુખના નામની મહોર લાગી શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. આવતીકાલે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના પ્રમુખો સાથેની બેઠક (Sonia Gandhi's meeting with state presidents) યોજાવાની છે જેને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસના પ્રમુખના નામની જાહેરાત પણ મોડી સાંજ સુધી થઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

આ પણ વીંચો: દિલ્હીની બેઠક બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા કોણ બનશે? એક્સક્લૂસિવ રીપોર્ટ
પ્રમુખ પદે જગદીશ ઠાકોરનું નામ લગભગ નક્કી!
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તેમજ વિપક્ષના નેતા નામ પર સંમતિ સધાઇ ચૂકી છે અને મોડી સાંજ સુધી સત્તાવાર રીતે તેની જાહેરાત પણ થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ લગભગ ફાઇનલ ગણાઇ રહ્યું છે તો બીજી તરફ વિપક્ષના નેતા તરીકે વીરજી ઠુમ્મરનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. ભરતસિંહ સોલંકીને પ્રચાર સમિતીના ચેરમેન બનાવવામાં આવે તેવી શક્યતા પણ રહેલી છે. ઉપરાંત હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે યથાવત રાખવામાં આવી શકે છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સંગઠનના માળખામાં ધરખમ ફેરફાર કરવાની દિશામાં આગળ વધી રહી છે.
ભરતસિંહ સોલંકીને પ્રચાર સમિતિના ચેરમેન બનાવવામાં આવી શકે છે !!
ગુજરાતમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ચૂકી છે. પ્રભારી રઘુ શર્માની નિમણૂક બાદ હવે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાની નિમણૂંકને લઈને સતત ગતિવિધિઓ અને મનોમંથન તેજ થઈ ચૂક્યું છે. જો કે પાટીદાર અને ઓબીસી સમાજના સમીકરણો ગોઠવીને કોંગ્રેસ હાલ આગળ વધી રહી છે..