વારાણસીઃ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી મંગળવારે પ્રયાગરાજના આનંદ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા જવાના છે. પરંતુ, આ પહેલા જ ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. કારણ કે, રાહુલ ગાંધીએ સોમવારે રાત્રે લગભગ 10:45 વાગ્યે વારાણસી પહોંચવાનું હતું. પરંતુ, તેમની ફ્લાઈટને લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કોંગ્રેસ નેતા અજય રાયે એરપોર્ટ પર સરકાર અને બીજેપી હાઈકમાન્ડ પર આવો આરોપ લગાવ્યો છે. નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ રાહુલ ગાંધીની લોકપ્રિયતાથી ડરે છે.
ટ્રાફિક જામ: કોંગ્રેસ નેતા અજય રાયે કહ્યું હતું કે રાહુલ ગાંધી સોમવારે બનારસ પહોંચ્યા બાદ પ્રયાગરાજ જવા રવાના થયા હતા. અમે બધા તેને આવકારવા પહોંચ્યા હતા. પરંતુ, અચાનક એરપોર્ટ ઓથોરિટીએ એમ કહીને તેમના પ્લેનને લેન્ડ થવા દીધું ન હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ટ્રાફિક જામ છે, રાષ્ટ્રપતિ આવી ગયા છે અને તેમના વિમાનને ઉતરવાની મંજૂરી આપી શકાય નહીં. અજય રાયે આરોપ લગાવ્યો છે કે આ બધું સરકારના ઈશારે કરવામાં આવ્યું છે. કારણ કે, ભાજપ રાહુલ ગાંધીની લોકપ્રિયતાથી ડરે છે.
આ પણ વાંચો IT Raid BBC office: દિલ્હીમાં BBC ની ઑફિસ પર ઈનકમ ટેક્સ વિભાગની રેડ
નેતાઓમાં ભારે નારાજગી: રાહુલ ગાંઘી સાથે આ બનાવ બન્યા બાદ કોંગી નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટિવટરના માધ્યમથી પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.ભાજપના કહેવા પર રાહુલ ગાંધી સાથે આ બનાવ બન્યો છે. તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા, પરંતુ અચાનક રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે કોંગ્રેસના નેતાઓને તેમનો કાર્યક્રમ રદ્દ કરી દેવાની જાણ કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
આ પણ વાંચો વિપુલ પટેલ અમૂલના નવા ચેરમેન બન્યા કાંતિ સોઢા પરમાર વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત
વારાણસી એરપોર્ટ: રાહુલ ગાંધીએ આનંદ ભવનમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે મંગળવારે પહોંચવાનું છે. તેઓ સોમવારે રાત્રે 10:45 વાગ્યે વાયનાડથી વારાણસી એરપોર્ટ પર આવવાના હતા અને અહીંથી શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ મંગળવારે સવારે રોડ માર્ગે પ્રયાગરાજ જવાના હતા પણ આ પહેલા જ આ તેમનો કાર્યક્રમ રદ્દ કરી દેવાની જાણ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીની લોકપ્રિયતાને કારણે તેમનો વિરોધ કરવામાં આવે છે અને તમામ વસ્તુઓ જે થઇ રહી છે તે માત્રને માત્ર ભાજપના કહેવાથી કરવામાં આવી રહ્યું છે.