ETV Bharat / bharat

કમલનાથના 'મારો ભારત મહાન નહીં બદનામ' નિવેદન પર શિવરાજનો જવાબ-કમલનાથ દેશદ્રોહી - કમલનાથ

પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ અને મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે શબ્દીક યુદ્ધ શરૂ થયું છે. શુક્રવારે CM શિવરાજ સિંહ ચૌહાણે કમલનાથની ઝાટકણી કાઢતા કહ્યું કે, કમલનાથ ભારતના નાગરિક કહેવા યોગ્ય નથી.

ETV Bharat
કમલનાથના 'મારો ભારત મહાન નહીં બદનામ' નિવેદન પર શિવરાજનો જવાબ
author img

By

Published : May 28, 2021, 7:12 PM IST

  • કમલનાથના 'મારો ભારત મહાન નહીં બદનામ' નિવેદન પર શિવરાજનો જવાબ
  • શિવરાજસિંહ ચૌહાણે કમલનાથને કહ્યા દેશદ્રોહી
  • કહ્યું કમલનાથને ભારતના નાગરિક કહેવા યોગ્ય નથી
    કમલનાથના 'મારો ભારત મહાન નહીં બદનામ' નિવેદન પર શિવરાજનો જવાબ

ભોપાલ(મધ્ય પ્રદેશ): એક તરફ રાજ્ય કોરોના રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યમાં આક્ષેપોની રમત ચાલી રહી છે. આ રોગચાળામાં પૂર્વ મુખ્ય્રધાન કમલનાથ અને મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું છે. શુક્રવારે CM શિવરાજ સિંહ ચૌહાણે કમલનાથની ઝાટકણી કાઢતા કહ્યું કે, કમલનાથ ભારતના નાગરિક કહેવા યોગ્ય નથી.

ભારતને બદનામ વાળા નિવેદન પર સાધ્યું નિશાન

ઉલ્લેખનીય છે કે, ગત થોડા દિવસ અગાઉ કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે કહ્યું હતું કે ભારત મહાન નથી, ભારત બદનામ છે. ભાજપ સરકારે કમલનાથના આ નિવેદનની કડક નિંદા કરી હતી. કમલનાથે વિદેશમાં ભારતના કોરોના મામલા અંગેની ચર્ચા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે અગાઉ ચાઇનીઝ વેરિઅન્ટ કહેવામાં આવતું હતું, પરંતુ હવે તેને ભારતીય વેરિઅન્ટ કહેવામાં આવે છે. કમલનાથના આ નિવેદનની ખૂબ નિંદા કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ જવાબ આપ્યો હતો. આ અંગે શુક્રવારે CM શિવરાજસિંહ ચૌહાણે તેમને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે, કમલનાથ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે.

  • सोनिया गांधी को जवाब देना चाहिए। क्या आप कमलनाथ के बयान से सहमत हो? सत्ता जाने के बाद लगता है कमलनाथ ने मानसिक संतुलन खो दिया है। कमलनाथ ने इसी धरती पर जन्म लिया और कह रहे हैं कि भारत बदनाम है।पंडित जवाहरलाल नेहरू और इंदिरा गांधी क्या वे ऐसी कांग्रेस चाहते थे: मध्य प्रदेश CM https://t.co/tH0QQFtxer pic.twitter.com/okbek12zsi

    — ANI_HindiNews (@AHindinews) May 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ કમલનાથના નિવેદન પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યું- આવી ભાષા મને પસંદ નથી

CM શિવરાજે સોનિયા ગાંધી પાસેથી જવાબ માંગ્યો

CMએ કહ્યું કે સોનિયા ગાંધીએ કમલનાથના કુખ્યાત નિવેદનનો જવાબ આપવો જોઈએ. સોનિયા ગાંધી જણાવે કે, શું તે કમલનાથના નિવેદન સાથે સંમત છો? તેમણે કહ્યું કે સત્તામાં ગયા બાદ કમલનાથ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે કમલનાથનો જન્મ આ ધરતી પર થયો હતો અને આજે તેઓ આ દેશને બદનામ કહી રહ્યા છે. આ કોંગ્રેસની વિચારધારા છે.

  • #WATCH भारत महान नहीं, भारत बदनाम है। सब देशों ने रोक लगाई है कि भारत के लोग नहीं आ सकते: मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री कमलनाथ pic.twitter.com/w1Q7yCf1q5

મૌન તોડે સોનિયા ગાંધી: શિવરાજ

CMએ કહ્યું કે, ભારત ગૌરવ ગાથાઓનો દેશ છે. દેશને બહાદુરી માટે ઓળખવામાં આવે છે. સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરૂ, સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી અને સ્વર્ગીય રાજીવ ગાંધી આવી જ કોંગ્રેસ ચાહતા હતા? તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ પોતાનું મૌન તોડવું પડશે.

CM શિવરાજસિંહે કહ્યું કે, કાં તો સોનિયા ગાંધીએ કમલનાથને પાર્ટીમાંથી કાઢી નાખવા જોઈએ અથવા એમ કહેવું જોઈએ કે તેઓ તેમના નિવેદનોથી સંમત છે. તેમણે કહ્યું કે રાજ્ય કોરોના મહામારી સાથે સંઘર્ષ કરી રહ્યું છે. સરકાર તેના સ્તરેથી કામ કરી રહી છે, પરંતુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આવા નિવેદનો આપીને તેમના વિકૃત વિચારો દર્શાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.