ETV Bharat / bharat

Bharat jodo Yatra concludes: જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રાનું સમાપન, ઘણા વિરોધ પક્ષોએ અંતર રાખ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા સોમવારે 30 જાન્યુઆરી(આજે) સમાપ્ત થાય છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પાર્ટી કાર્યાલયમાં યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો.

Bharat jodo Yatra concludes: જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રાનું સમાપન, ઘણા વિરોધ પક્ષોએ અંતર રાખ્યું
Bharat jodo Yatra concludes: જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રાનું સમાપન, ઘણા વિરોધ પક્ષોએ અંતર રાખ્યું
author img

By

Published : Jan 30, 2023, 1:47 PM IST

Updated : Jan 30, 2023, 2:29 PM IST

શ્રીનગરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા સોમવારે (આજે) સમાપ્ત થઈ રહી છે. આ પ્રસંગે પાર્ટી કાર્યાલયમાં સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા હતા.

રાહુલ અને તેની બહેન બરફ સાથે રમતા જોવા મળ્યા

બરફ સાથે રમતા જોવા મળ્યા: રાહુલ અને તેની બહેન બરફ સાથે રમતા જોવા મળ્યા હતા. આ સાથે બને ભાઇ બહેન રાહુલ અને પ્રિયંકા લોકો સાથે પણ બરફ સાથે રમતા જોવા મળયા હતા.રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સમાપન સમારોહ યોજી રહી છે. આ પ્રસંગે ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓએ સંબોધન કર્યું હતું.પ્રિયંકા ગાંધીએ આ યાત્રાને જબરદસ્ત સમર્થન આપવા બદલ લોકોની પ્રશંસા કરી હતી. જેને તેમણે નફરત અને વિભાજનકારી શક્તિઓ સામે ધર્મયુદ્ધ તરીકે વર્ણવ્યું હતું. આ સમયે રાહુલએ કહ્યું કે હું સુરક્ષા દળો, CRPF જવાનો, BSF અને આર્મીના લોકો અને કાશ્મીરના યુવાનોને કહેવા માંગુ છું, "હું હિંસા સમજું છું, મેં તેને સહન કર્યું છે. જેમણે તે જોયું નથી, તેઓ તેને મોદીજી, અમિત શાહ અને આરએસએસના લોકોની જેમ સમજી શકતા નથી, તેઓએ હિંસા જોઈ નથી.

ભારત જોડો યાત્રા: તમને જણાવી દઈએ કે આ યાત્રા તારીખ 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. અને 145 દિવસમાં લગભગ 4080 કિલોમીટરનું અંતર કાપીને 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈને જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર પહોંચી હતી. આ યાત્રા દેશના 75 જિલ્લામાંથી પસાર થઈ છે.

આ પણ વાંચો Rahul Gandhi on BBC Documentary: સત્ય હંમેશા બહાર આવે છે, તેને રોકી શકાય નહિ : રાહુલ ગાંધી

પદયાત્રાની શરૂઆત: આ યાત્રામાં, સફેદ ટી-શર્ટ પહેરીને, રાહુલ ગાંધીએ તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સવારે પોણા અગિયાર વાગ્યે પદયાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના હજારો સમર્થકો રાષ્ટ્રધ્વજ અને કોંગ્રેસનો ઝંડો લઈને રાહુલ અને પ્રિયંકા સાથે ચાલતા જોવા મળ્યા હતા. લાલ ચોકની આસપાસનો સમગ્ર વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો હતો. શહેરના કેન્દ્રની આસપાસ બહુસ્તરીય સુરક્ષા કોર્ડન કરવામાં આવી હતી.

રાહુલ અને પ્રિયંકાએ યાત્રાને જબરદસ્ત સમર્થન આપવા બદલ લોકોની પ્રશંસા કરી

આ પણ વાંચો સર્જિકલ સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહના નિવેદન સાથે હું સહમત નથી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો: આ અવસરે શ્રીનગરમાં કોંગ્રેસ પાર્ટી કાર્યાલય ખાતે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ભારત જોડો યાત્રા સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું. શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર સભા માટે 23 વિરોધ પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

  • J&K | National flag hoisted at Congress office in Srinagar in the presence of party president Mallikarjun Kharge and party leader Rahul Gandhi in Srinagar pic.twitter.com/XQVtIVcKRm

    — ANI (@ANI) January 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સુંદર અનુભવ ગણાવ્યો: આ પહેલા રવિવારે રાહુલ ગાંધીએ ઐતિહાસિક લાલ ચોક પર તિરંગો લહેરાવ્યો હતો અને કહ્યું હતું કે ભારતને આપેલું વચન પૂરું થયું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'લાલ ચોક પર ત્રિરંગો લહેરાવીને ભારતને આપેલું વચન આજે પૂરું થયું. ધિક્કાર હારશે, પ્રેમ હંમેશા જીતશે, ભારતમાં આશાની નવી સવાર પડશે. તેમણે આ પ્રવાસને તેમના જીવનનો સૌથી ગહન અને સુંદર અનુભવ ગણાવ્યો હતો. મુલાકાતના સંદર્ભમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'મને ઘણું શીખવા મળ્યું. લાખો લોકોને મળ્યા. યાત્રાનું લક્ષ્ય ભારતને એક કરવાનું હતું, તે નફરત અને હિંસા વિરુદ્ધની યાત્રા હતી. જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો છે.

Last Updated : Jan 30, 2023, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.