- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટને ટેમ્પરરી સસ્પેન્ડ
- સસ્પેન્ડ થવાના કોંગ્રેસના દાવાને ટ્વિટરે નકારી કાઢ્યો
- દુષ્કર્મ અને હત્યા મામલેની પીડિતાના માતા-પિતા સાથે મુલાકાતનો ફોટો શેયર કર્યો
નવી દલ્હી : ટ્વીટરે (Twitter) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ટ્વિટર એકાઉન્ટને ટેમ્પરરી સસ્પેન્ડ કરી દીધું છે. ત્યારબાદ રાહુલ ગાંધીની ઓફિસે ટ્વીટરને જવાબ મોકલ્યો છે. દિલ્હી કેન્ટ કેસમાં પીડિત પરિવારની તસવીર ટ્વીટ કર્યા બાદ ટ્વીટરે રાહુલ ગાંધી પાસેથી સ્પષ્ટતા માંગી છે. ટ્વિટરે રાહુલ ગાંધી દ્વારા દિલ્હી કેન્ટ કથિત રેપ-મર્ડર મામલે બાળકીના માતા-પિતાની શેર કરેલી તસવીર પણ હટાવી હતી.
ટ્વીટર એકાઉન્ટ ટેમ્પરરી સસ્પેન્ડ થયા બાદ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ
રાહુલ ગાંધીએ 6 ઓગસ્ટે ટ્વીટ કર્યુ હતું. ટ્વીટર એકાઉન્ટ ટેમ્પરરી સસ્પેન્ડ થયા બાદ તે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ થઈ ગયા છે. ટ્વીટરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના તે ટ્વીટને હટાવી દીધું હતું. જેમાં તેમને દિલ્હીમાં દુષ્કર્મ અને હત્યા મામલેની પીડિતાના માતા-પિતા સાથે મુલાકાતનો ફોટો શેયર કર્યો હતો.
આ પણ વાંચો : રાજસ્થાનના કુચામનમાં ગોઝારો રોડ અકસ્માત, 5 ના મોત, ત્રણ ઇજાગ્રસ્ત
કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યુ
કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યુ કે રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાઈ રૂપથી સસ્પેન્ડ થયું છે અને તેને ચાલુ કરવા માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે. તેમને કહ્યું કે એકાઉન્ટ શરૂ થાય ત્યાં સુધી તે સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ દ્વારા લોકો સાથે જોડાયેલા રહેશે અને લોકો માટે પોતાનો અવાજ ઉઠાવતા રહેશે અને તેમની લડાઈ લડતા રહેશે. જય હિન્દ.
આ પણ વાંચો : બિહારમાં વીજળી ત્રાટકતા 7 લોકોના મોત
દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલી 9 વર્ષની બાળકીના પરિજનોની તસવીરો ટ્વિટર પર શેર
દિલ્હીના નાંગલ ગામમાં દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલી 9 વર્ષની બાળકીના પરિજનોની તસવીરો ટ્વિટર પર શેર કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિવાદને જન્મ આપ્યો હતો. બાળકીના પરિજનોની તસવીરો શેર થયા બાદ ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ પરિવારજનોની તસવીર શેર કરવાથી પીડિતાની ઓળખ છતી થઈ છે જે પોક્સો કાયદા પ્રમાણે ખોટું છે.
રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે પણ આ મુદ્દે ટ્વિટરને નોટીસ જારી કરી
રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે પણ આ મુદ્દે ટ્વિટરને નોટીસ જારી કરી છે. આયોગે ટ્વિટરને નોટીસ જારી કરીને રાહુલ ગાંધીને તે તસવીરને ડિલિટ કરવાનું જણાવ્યું છે. આ અંગે પંચ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. કમિશને લખ્યું, 'તેના પરિવારની તસવીર ટ્વીટ કરીને બાળકીની ઓળખ જાહેર કરવી એ પોક્સો એક્ટનું ઉલ્લંઘન છે. આની નોંધ લેતા, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટર ઇન્ડિયાને આ પોસ્ટને દૂર કરવા નોટિસ જારી કરી છે.