તિરુવનંતપુરમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેરળના ડીજીપી અને કેરળ મોટર વ્હીકલ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ કોચીમાં વડાપ્રધાનના રોડ શોના સંદર્ભમાં કરવામાં આવી છે. થ્રિસુરના વતની જયક્રિષ્નને રોડ શો દરમિયાન વડાપ્રધાનના વાહનના દરવાજા પર લટકાવવા અને તેમના પર ફૂલ ફેંકીને દૃશ્યને અવરોધવા બદલ રાજ્યના પોલીસ વડા અનિલકાંત અને મોટર વાહન વિભાગ સામે ફરિયાદ નોંધાવી હતી. જયક્રિષ્નને ફરિયાદમાં કહ્યું છે કે દરેક વ્યક્તિ કાયદાનું પાલન કરવા માટે બંધાયેલા છે અને દરેકે તેનું પાલન કરવું જોઈએ.
આ પણ વાંચો: Kejriwal Bungalow Controversy: કેજરીવાલના બંગલાને લઈ મચ્યો હંગામો, જાણો શું છે તેમાં ખાસ
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન: નોંધનીય છે કે વડાપ્રધાન 24 એપ્રિલે વિવિધ વિકાસ પ્રવૃત્તિઓ જેમ કે 'યુવામ', યુવાનો સાથે સંવાદ કાર્યક્રમ, વંદે ભારત ટ્રેન સેવા, વોટર મેટ્રો, ડિજિટલ સાયન્સ પાર્ક વગેરેનું ઉદ્ઘાટન કરવા કોચી પહોંચ્યા હતા. અગાઉ નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો. રોડ શો દરમિયાન, તેમણે તેમના સત્તાવાર વાહનની આગળની સીટ પર દરવાજાથી લટકીને રસ્તાની બંને બાજુએ એકઠા થયેલા લોકોનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો: Wrestlers Protest: જંતર-મંતર પર કુસ્તીબાજોની હડતાળ યથાવત, કહ્યું- વડાપ્રધાને તેમના મનની વાત પણ સાંભળવી જોઈએ
કોચીમાં 1.8 કિમી લાબો રોડ શો: મોદીએ કોચીમાં 1.8 કિલોમીટરનો રોડ શો કર્યો હતો. મોદીએ પહેલીવાર કેરળમાં આટલો લાંબો રોડ શો કર્યો છે. કેરળના વેશભૂષામાં કોચી આવેલા મોદીનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. રોડ શો દરમિયાન લોકોએ પીળા ફૂલ ફેંક્યા હતા અને વડાપ્રધાનના સ્વાગત માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. મોદીને મળવા માટે કોચી અને તિરુવનંતપુરમમાં ભારે ભીડ એકઠી થઈ હતી. બીજા દિવસે જ્યારે તેઓ તિરુવનંતપુરમ પહોંચ્યા ત્યારે મોદીએ આવો જ રોડ શો કર્યો. તિરુવનંતપુરમમાં મોદીનો રોડ શો એરપોર્ટ-શંખુમુગમ રોડ પર યોજવામાં આવ્યો હતો.