- એક વર્ષથી ભારત અને ચીનની સેના વચ્ચે ચાલી રહ્યો છે તણાવ
- બન્ને દેશના જવાનોને વિવાદિત ક્ષેત્રમાં તહેનાત કરાયા હતા
- બન્ને દેશના જવાનોને પરત હટાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે
આ પણ વાંચોઃ LAC પર સ્થિરતા બદલવાનો કોઈપણ એકપક્ષીય પ્રયાસ અસ્વીકાર્ય છે : વિદેશ પ્રધાન જયશંકર
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે લગભગ એક વર્ષથી LAC મુદ્દે સંઘર્ષ ચાલી રહ્યો છે, જે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ઘણી વાતચીત બાદ પેંગોંગ ઝીલ ક્ષેત્રમાં બંને દેશના સેનાના જવાનોએ પીછેહઠ કરી છે. આ જ દિશામાં આગળ વધતા ગોગરા હાઈટ્સ ડેપસાંગના મેદાનોથી જવાનોની વાપસી પર ચર્ચા થશે. આ અંગે ભારત અને ચીન વચ્ચે આ અઠવાડિયે ચર્ચા થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ ભારત-ચીન વચ્ચે નવમી બેઠક બાદ પણ લદ્દાખ ઘર્ષણ મુદ્દાનો ઉકેલ નહીં
ગયા અઠવાડિયે બંને દેશ વચ્ચે થઈ હતી રાજદ્વારી વાર્તા
ગયા અઠવાડિયે થયેલી રાજદ્વારી વાર્તા બાદ બંને પક્ષ આ અઠવાડિયામાં કોર કમાન્ડર સ્તર પર ચર્ચા કરી શકે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, બંને પક્ષ વચ્ચે ડેમચોક પાસે ગોગરા હાઈઠ્સ, ડેપસાંગ પ્લેન્સ અને CNC જંક્શન ક્ષેત્રના સૈનિકોને હટાવવા મુદ્દે ચર્ચા થઈ શકે છે.