ETV Bharat / bharat

જાતા જાતા પણ દેશને કામ આવ્યા રાજૂ શ્રીવાસ્તવ, જાણો એવું તો શું કરી ગયા - પ્રથમ વર્ચ્યુઅલ ફોરેન્સિક લેબ

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ગુરુવારે પંચતત્વમાં ભળી ગયા. આ પહેલા એમ્સમાં તેમનું પોસ્ટમોર્ટમ (Comedian Raju Srivastava post mortem ) કરવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા 42 દિવસથી અહીં દાખલ હતા. તેમનું પોસ્ટમોર્ટમ કોઈ પણ પ્રકારના ડિસેક્શન વગર કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રથમ વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ છે.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ
author img

By

Published : Sep 22, 2022, 5:12 PM IST

Updated : Sep 22, 2022, 6:03 PM IST

નવી દિલ્હી: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 42 દિવસની સારવાર બાદ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નિધન થયું છે. તેમના મૃત્યુ બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમનું પોસ્ટમોર્ટમ આધુનિક ટેક્નોલોજી સાથે એમ્સમાં કરવામાં આવ્યું (Comedian Raju Srivastava post mortem ) હતું, જેમાં કોઈ ડિસેક્શન કરવામાં આવ્યું ન હતું. આ દેશનું પ્રથમ આધુનિક ટેક્નોલોજી પોસ્ટ મોર્ટમ છે.

આધુનિક ટેકનિક વડે રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ

શરીર પર કોઈ ઈજાના નિશાન નથી: AIIMSના ફોરેન્સિક સાયન્સ વિભાગના અધ્યક્ષ (Dr Sudhir Gupta Department of Forensic Science ) ડૉ. સુધીર ગુપ્તાએ ETV ભારતને જણાવ્યું કે, રાજુ શ્રીવાસ્તવના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. તેમના હાથ પર માત્ર ઈન્જેક્શનના નિશાન છે, તે પણ એટલા માટે કે, છેલ્લા 42 દિવસથી તેઓ એઈમ્સમાં દાખલ હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ

પ્રથમ વર્ચ્યુઅલ ફોરેન્સિક લેબ: સામાન્ય રીતે, મૃત્યુ પછી, મૃતકના સંબંધીઓ પોસ્ટમોર્ટમ કરાવવા માંગતા નથી. તેનું કારણ એ છે કે, પોસ્ટમોર્ટમની પદ્ધતિને કારણે લોકોને ઘણી તકલીફ પડે છે. નવી દિલ્હી AIIMSમાં દક્ષિણ એશિયાની પ્રથમ વર્ચ્યુઅલ ફોરેન્સિક લેબ ખુલી છે. ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે, કોઈ પણ પ્રકારના ડિસેક્શનની જરૂર નથી. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું પોસ્ટમોર્ટમ આ ટેકનિકથી કરવામાં આવ્યું હતું.

સમગ્ર પ્રક્રિયાને લાઈવ જોઈ શકાય : તેણે જણાવ્યું કે, મૃતકના શરીરને પહેલા રેમ્પ પર સુવડાવવામાં આવે છે. ત્યાર બાદ તેના આખા શરીરનું સીટી સ્કેન કરવામાં આવે છે. આ સ્કેન શરીરનો તે ભાગ પણ દર્શાવે છે, જે જૂની પોસ્ટમોર્ટમ ટેકનિકમાં દેખાતો નથી. સમગ્ર પ્રક્રિયાને લાઈવ જોઈ શકાય છે અને પોસ્ટમોર્ટમ અભ્યાસ ઈચ્છા મુજબ ઘણી વખત કરી શકાય છે.

ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે આ ટેક્નોલોજી લાવવી જોઈએ કે નહીં, આ માટે AIIMS દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આમાં 99 ટકા લોકોએ કહ્યું કે, તેઓ ઈચ્છતા નથી કે, મૃત્યુ પછી તેમના પરિવારનું પોસ્ટમોર્ટમ થાય. તેમણે જણાવ્યું કે, આ આધુનિક શબગૃહના અભ્યાસ માટે AIIMSના ડોક્ટરોની ટીમે અમેરિકા અને યુરોપની મુલાકાત લીધી હતી. ત્યાંથી અભ્યાસ બાદ જર્મની અને અન્ય દેશોની ટેકનોલોજીનો આશરો લેવામાં આવ્યો. સમગ્ર વર્ચ્યુઅલ શબઘર બનાવવા માટે લગભગ 10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Last Updated : Sep 22, 2022, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.