- વોશિંગ્ટન ડીસીમાં કોમેડિયન વીર દાસનું વિવાદાસ્પદ નિવેદન
- વીર દાસે સોમવારે યુટ્યુબ પર 'આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયાઝ' નામનો વીડિયો અપલોડ કર્યો
- વીર દાસ પર મધ્યપ્રદેશમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો
ભોપાલઃ વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવેલા કોમેડિયન વીર દાસ (Comedian Veer Das) પર મધ્યપ્રદેશમાં પ્રતિબંધ (Entry Banned in MP) લગાવી દેવામાં આવ્યો છે. વીર દાસને ત્યાં સુધી રાજ્યમાં કોમેડી શો(Comedy Show) કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં જ્યાં સુધી તે પોતાનો સત્તાવાર માફી ન માંગે. આ નિવેદન મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ(Home Minister Narottam Mishra) આપ્યું છે. તેમણે કહ્યું, 'હાસ્ય કલાકાર વીર દાસ જેવા રંગલો વિશ્વમાં ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરે છે અને કોંગ્રેસ અને તેના રાષ્ટ્ર વિરોધી માનસિકતા ધરાવતા નેતાઓ તેમનું સમર્થન કરે છે. જ્યાં સુધી વીર દાસ તેમના નિવેદન માટે સત્તાવાર રીતે દિલગીરી વ્યક્ત નહીં કરે ત્યાં સુધી એમપીમાં તેમના કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.
શું છે સમગ્ર મામલો?
વીર દાસે સોમવારે યુટ્યુબ પર 'આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયા'(I come from India)' નામનો વીડિયો અપલોડ કર્યો હતો. આ વિડિયો વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ. કેનેડી સેન્ટર ખાતે તેમની તાજેતરની રજૂઆતનો ભાગ હતો. છ મિનિટના વીડિયોમાં, દાસે દેશના કથિત દ્વિ પાત્ર વિશે વાત કરી અને કોવિડ-19(Covid-19) રોગચાળા, બળાત્કારની ઘટનાઓ અને હાસ્ય કલાકારો સામેની કાર્યવાહીથી લઈને ખેડૂતોના વિરોધ સુધીના મુદ્દાઓ ટાંક્યા. વીડિયોના એક ભાગની ક્લિપ ટ્વિટર પર શેર કરવામાં આવી રહી હતી, ખાસ કરીને તે ભાગ જેમાં દાસે કહ્યું હતું કે, "હું એવા ભારતમાંથી આવું છું જ્યાં દિવસ દરમિયાન મહિલાઓની પૂજા થાય છે અને રાત્રે બળાત્કાર થાય છે.
વીર દાસે પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી હતી
મામલો વધતો જોઈને વીર દાસે ખુલાસો કર્યો છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે 'હું બે ભારતથી આવ્યો છું' (હું બે પ્રકારના ભારતથી આવું છું) વીડિયોમાં તેનો દેશનું અપમાન કરવાનો ઈરાદો નહોતો. દાસે ટ્વિટર પર એક નોંધ શેર કરતા કહ્યું કે તેમનો હેતુ યાદ અપાવવાનો હતો કે દેશ તેના તમામ મુદ્દાઓ હોવા છતાં "મહાન" છે.
આ પણ વાંચોઃ નમાઝ માટે શીખોએ ખોલ્યા ગુરુદ્વારાના દરવાજા, કહ્યું- ગુરુનું ઘર બધા માટે ખુલ્લુ
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan cricket board) મહિલાઓને ક્રિકેટમાં સામેલ કરવાની બાબત પર વિચારણા