નવી દિલ્હી: છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમા કોઇ મેળ રહ્યો નથી. થોડી વાર ગરમી, થોડી વાર ઠંડી તો થોડી વાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે.
હિમવર્ષાના એંધાણઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ઠંડીની પ્રક્રિયા ચાલુ રહી શકે છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના અહેવાલ મુજબ, આગામી 24 કલાક દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને એક કે બે ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
ગુજરાતમાં હજુ આગાહી: હવામાન વિભાગની આગાહી અનૂસાર ગુજરાતમાં બે દિવસ ભારે ઠંડી પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ સાથે ભારે પવન ફૂંકાઇ શકે છે. છેલ્લા બે દિવસથી હવામાનમાં થોડી ગરમી થોડી ઠંડી અને ધુમ્મસ જોવા મળ્યું હતું આ સાથે અનેક વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદને કારણે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ રહી શકે છે. જો કે કોલ્ડવેવની કોઈ શક્યતા નથી.
ગુજરાત બન્યું આબુ: ગઇ કાલે અમદાવાદમાં રાત્રી જ ધુમ્મસ જોવા મળ્યું હતું.સવાર થતાની સાથે જ અમદાવાદ ધુમ્મસથી ઠંકાઇ ગયું હતું. અમદાવાદના રસ્તાઓ પર વાહનો હોવા છતા જોવા મળી રહ્યા ન હતા. અકસ્માત થવાની શક્યાતઓ વધી ગઇ હતી. અમદાવાદમાં ભારે કાલે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
માવઠાની અસરઃ ગુજરાતમાં અચાનક અને અણધારી રીતે પડેલા માવઠાને કારણે રવિપાકમાં અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ કેરીની ખેતી કરતા ખેડૂતોની ચિંતા રાતોરાત વધી ચૂકી છે. જ્યારે જીરૂના પાકમાં પણ માવઠાને કારણે અસર થઈ છે. જોકે,હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડી ક્રમશઃ ઘટશે પણ પવનોનું જોર યથાવત રહી શકે છે.
કાશ્મીરમાં ભારે હિમવર્ષાઃ કાશ્મીર વિસ્તારમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના કારણે આ વિસ્તારમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. કાશ્મીરને બાકીના ભારત સાથે જોડતો શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે ભારે હિમવર્ષાને કારણે બંધ થઈ ગયો છે. શ્રીનગર-લેહ હાઈવે અને શ્રીનગરને કાશ્મીરના દૂરના વિસ્તારો સાથે જોડતા અન્ય મુખ્ય રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
ઓરેન્જ એલર્ટ: હિમાચલ પ્રદેશમાં, શિમલા, કિન્નૌર, લાહૌલ અને સ્પીતિ, કુલ્લુ અને ચંબા જિલ્લાના ભાગોમાં મધ્યમથી ભારે હિમવર્ષા નોંધવામાં આવી હતી. ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, લાહૌલ અને સ્પીતિની મધ્ય અને ઉચ્ચ ટેકરીઓમાં અલગ અલગ ઘટનાઓ અને કિન્નર. હવામાન કચેરી દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ/બરફ માટે જારી કરાયેલ ઓરેન્જ એલર્ટને લઈ તંત્ર એલર્ટ થયું છે.
કડકડતી ઠંડીઃ આ સાથે જ બર્ફીલા પવનોને કારણે આ વિસ્તારમાં ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ થયો છે. તેની અસર આજે રહેશે પરંતુ આવતીકાલથી હવામાન સુધરશે. આગામી 4-5 દિવસ સુધી હવામાન સારું રહેશે.