ETV Bharat / bharat

મમતા બેનર્જીની પુત્રવધૂને EDનું તેડું, કોલસા કૌભાંડમાં 13 કરોડનો હવાલો કોના નામે? - ઈડીની નોટીસ કોલસા કૌભાંડ

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની પુત્રવધૂ (Daughter in Law of CM Mamata Banerjee) રૂજીરા નરૂલા EDના દાયરામાં આવી ગઈ છે. કોલસા કૌભાંડમાં (Coal Smuggling Case) એની પૂછપરછ કરવામાં આવશે. આ માટે રૂજીરાને એક નોટીસ ફટકારવામાં આવી છે. સાંસદ અભિષેક બેનર્જી અને તેની પત્ની રૂજીરાને સુપ્રીમ કોર્ટે હાલમાં ધરપકડથી રાહત આપી છે.

મમતા બેનર્જીની પુત્રવધૂને EDનું તેડું,કોલસા કૌભાંડમાં 13 કરોડનો હવાલો કોના નામે?

author img

By

Published : Jun 13, 2022, 4:18 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના કોલસા કૌભાંડમાં SBIની (Coal Smuggling Case Kolkata) સાથે જ તપાસ કરી રહેલી એજન્સી ED રુજીરાની પૂછપરછ કરશે. જે તૃણમુલ કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચીવ અને સાંસદ અભિષેક બેનર્જીની પત્ની (Coal Scam Rujira banerjee) છે. EDના અધિકારીઓ પાસે પહેલાથી જ કોલસાની દાણચોરી મામલે રૂપિયા 13 કરોડની લેવડદેવડના (Settlement of 13 Crore) ચોક્કસ વાવડ હતા. EDના અધિકારીઓએ રુજીરાને નોટીસ (ED Notice to Rujira) મોકલી હતી. જેમાં જવાબ દેવા માટેની તારીખ અને સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કરણી સેનાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - નુપૂર શર્માને કંઈ થયું તો....

કેન્દ્રીય એજન્સીનો રીપોર્ટ: કેન્દ્રીય એજન્સીએ જણાવ્યા અનુસાર કેટલાક લોકોના બેંક ખાતામાં લાભ ખાટવા હેતું ચોક્કસ રકમ જમા કરી દેવામાં આવી હતી. હવાલાના માધ્યમથી બેંક ખાતામાં પૈસા જમા કરાવી દેવમાં આવ્યા હતા. રુજીરાના જવાબ બાદ EDના અધિકારીઓએ આગળની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે. આ કેસમાં ED આ પહેલા પણ અભિષેક બેનર્જીની પૂછપરછ કરી ચૂકી છે. જે માટે એમને નવી દિલ્હી બોલાવાયા હતા. દિલ્હીની એક એજન્સીના કાર્યાલયમાં એ પૂછપરછ થઈ હતી.

EDનું આ કામ બાકી: CBIએ અભિષેક બેનર્જી, રુજીરા અને તેની બહેન મેનકાની ગંભીર રીતે પૂછપરછ કરી છે. EDના અધિકારીઓને અંતિમ બે લોકોના ઠેકાણા મળવાના બાકી છે. સુત્રોએ એવું કહ્યું કે, EDને એવું લાગે છે કે, રુજીરા અને મેનકાની પૂછપરછની સાથે મની ટ્રેલ અને ટ્રેક કરવું ખૂબ જરૂરી બની ગયું છે. ખાસ કરીને એ બેંક ખાતા અંગે જે ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા હતા. જેમાં સેટલમેન્ટની રકમ ટ્રાંસફર થઈ હતી. ED એ આ જ વર્ષે માર્ચ મહિનામાં અભિષેક અને રુજીરાને હાજર થવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક, રેલવે ટ્રેક પર દિવાલ બનાવી

દિલ્હી હાઈકોર્ટનું વલણ: જોકે, આ કેસમાં દિલ્હી હાઈકોર્ટનું વલણ અલગ રહ્યું છે. એમની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. પછી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવાયા હતા. સુપ્રીમ કોર્ટે કપલને પૂછપરછ માટે દિલ્હીના બદલે કોલકાતામાં જ હાજર થવા મંજૂરી આપી દીધી. તારીખ 17 મેના રોજ એમને ખાસ પ્રકારની સુરક્ષા પણ આપી દેવાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.