ETV Bharat / bharat

દિવાળી પર્વે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગીએ હનુમાનગઢી અને રામ જન્મભૂમિમાં કરી પૂજા - મુખ્યપ્રધાન યોગી

દિવાળીના શુભ અવસરે પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) રામ જન્મભૂમિ (Ram Janmabhoomi) ખાતે રામ લલ્લાના દર્શન કર્યા હતા. આ પહેલા તેમણે હનુમાનગઢી મંદિરમાં પૂજા પણ કરી હતી.

deepawali
deepawali deepawali
author img

By

Published : Nov 4, 2021, 1:17 PM IST

  • દીપોત્સવ કાર્યક્રમ માટે અયોધ્યા પહોંચ્યા મુખ્યપ્રધાન યોગી
  • હનુમાનગઢી અને રામજન્મભૂમિમાં કરી પૂજા
  • રામલલ્લાના દર્શન કર્યા અને પ્રાર્થના કરી

અયોધ્યાઃ દીપોત્સવ કાર્યક્રમ માટે અયોધ્યા પહોંચેલા મુખ્યપ્રધાન યોગી (Yogi Adityanath) એ દિવાળીના તહેવાર પર રામલલ્લા અને હનુમાનગઢીની પૂજા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર યોગી સૌથી પહેલા સવારે 7.30 વાગે હનુમાનગઢી ગયા અને પૂજા કરી હતી. આ પછી યોગી રામ જન્મભૂમિ (Ram Janmabhoomi) પહોંચ્યા અને બેઠેલા રામલલ્લાના દર્શન કર્યા અને પ્રાર્થના કરી. આ પછી મુખ્યપ્રધાને નાની છાવણીમાં નૃત્ય ગોપાલદાસજીને મળ્યા હતા. તેમણે કૌશલ કિશોર દાસના સ્વાસ્થ્ય વિશે પણ ખબર પૂછી હતી. કૌશલ કિશોર ગોરખનાથ પીઠ સાથે સંકળાયેલા છે. ત્યારબાદ મુખ્યપ્રધાન યોગી અયોધ્યામાં એક ગરીબના ઘરે જઈને તેના હાલચાલ જાણ્યા હતા.

દિવાળી પર્વે મુખ્યપ્રધાન યોગીએ હનુમાનગઢી અને રામજન્મભૂમિમાં કરી પૂજા

આ પણ વાંચો: Diwaliના દિવસે કરો રામબાણ ઉપાય, મળશે ખુશીઓ, થશો માલામાલ

અયોધ્યામાં બન્યો વર્લ્ડ રેકોર્ડ

આ પહેલા બુધવારે અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રી રામની નગરીને 12 લાખ દીવાઓથી શણગારવામાં આવી હતી, જે એક વિશ્વ રેકોર્ડ છે. 12 લાખ દીવા પ્રગટાવવા માટે 36 હજાર લિટર સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં રામના ચરણોમાં 9 લાખ દીવા અને બાકીના અયોધ્યામાં 3 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. રામ જન્મભૂમિ (Ram Janmabhoomi) સંકુલમાં 51 હજાર દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ વખતે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ દીવા ગણવા પહોંચી હતી. 32 ટીમોએ મળીને 12 લાખ દીવા પ્રગટાવ્યા હતા. આમાં લગભગ 12 હજાર લોકો સામેલ હતા. આ વખતે દીપોત્સવ પર પ્રથમવાર ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: 12 લાખ દીવાઓથી ઝગમગ્યું અયોધ્યા, યોગીએ કહ્યું - રામરાજનું વિઝન સાકાર થઈ રહ્યું છે

આ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ ધાર્મિક શહેર હશે

દીપોત્સવના પ્રસંગે મુખ્યપ્રધઆન યોગી (Yogi Adityanath) એ કહ્યું કે, જ્યારે હું અહીં પ્રથમ દીપોત્સવ માટે આવ્યો હતો. ત્યારે પણ અમે કહ્યું હતું કે ધીરજ રાખો, અયોધ્યામાં ભગવાન રામનું મંદિર ચોક્કસપણે બનશે. જ્યારે અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ થશે, તેની સાથે અયોધ્યા દેશ અને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ ધાર્મિક અને આધ્યાત્મિક શહેર હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.