- કાકોરી કાંડની 97મી વર્ષગાંઠ નિમિત્તે મુખ્યપ્રધાન અને રાજ્યપાલે શહીદોને આપી શ્રદ્ધાંજલિ
- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને રાજ્યપાલ આનંદીબેન પટેલે (Governor Anandiben Patel) આજે દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરી
- 'કાકોરી ટ્રેન એક્શન' (Kakori Train Action)ના પ્રસંગે શહીદોના પરિવારજનોને પણ સન્માનિત કરવામાં આવ્યા
લખનઉઃ આજે (સોમવારે) કાકોરી કાંડની 97મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને રાજ્યપાલ આનંદીબેન પટેલે (Governor Anandiben Patel) કાકોરી શહીદ સ્મારક પર જઈને શહીદ ક્રાન્તિવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 'કાકોરી ટ્રેન એક્શન ડે (Kakori Train Action Day)'ના શહીદોને નમન કરવાની સાથે રાજ્યપાલ અને મુખ્યપ્રધાને શહીદોના પરિવારજનોને સન્માનિત કર્યા હતા.
આ પણ વાંચો- રામ મંદિર ભૂમિ પૂજાનનું 1 વર્ષ પૂર્ણ થતા અયોધ્યામાં મોટું અનુષ્ઠાન, મુખ્યપ્રધાન યોગી યજમાન
કાર્યક્રમનો ઉદ્દેશ યુવાઓને આઝાદીનું મહત્ત્વ સમજાવવાનો છે
ભારતની આઝાદીના 75મા વર્ષને યાદગાર બનાવવા માટે સમગ્ર દેશમાં અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત વિવિધ સ્થળો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ યુવાઓને આઝાદીનું મહત્ત્વ અને બલિદાનીઓ અંગે જાણકારી આપવાનો છે, જેથી યુવા તેમના ગુણોને આત્મસાત કરી શકે. આ અંતર્ગત જન આંદોલન, ભારતનો સ્વર્ણિમ ઈતિહાસ, તેમના વિકાસ અંગે જણાવવામાં આવશે. આ ઉપરાંત ભારતની વૈશ્વિક ઓળખ વગેરે અંગે જાણકારી આપવાનો છે. આ કડીમાં ઉત્તરપ્રદેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અને ચૌરી ચૌરા શતાબ્દી મહોત્સવ અને કાકોરી ટ્રેન એક્શન ડેની વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે.
આ પણ વાંચો- યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશને રમખાણમુક્ત અને માફિયામુક્ત બનાવ્યું: અમિત શાહ
કાકોરી કાંડ શું છે?
જ્યારે દેશ ગુલામીની બેડીઓમાં જકડાયેલો હતો. ત્યારે સ્વતંત્રતા આંદોલનને તેજ કરવા માટે પૈસાની જરૂર હતી. આ માટે ક્રાન્તિકારીઓએ શાહજહાંપુરમાં એક બેઠક યોજી હતી. તેમાં રામપ્રસાદ બિસ્મિલે અંગ્રેજી સરકારનો ખજાનો લૂંટવાની યોજના બનાવી હતી. તે અનુસાર, રાજેન્દ્રનાથ લાહિડીએ 9 ઓગસ્ટ 1925એ લખનઉના કાકોરી રેલવે સ્ટેશનથી છૂટી આઠ ડાઉન સહારનપુર-લખનઉ પેસેન્જર ટ્રેનની ટ્રેન ખેંચી રોકી હતી. ક્રાન્તિકારી પંડિત રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં અશફાકઉલ્લા ખાં, પં. ચંદ્રશેખર આઝાદ અને અન્ય સહયોગીઓની મદદથી ટ્રેનમાંથી ખજાનો લૂંટવામાં આવ્યો હતો.
16 ક્રાન્તિકારીઓને 4 વર્ષની સજા થઈ હતી
આ ઘટનાને જ કાકોરી કાંડના નામે ઓળખવામાં આવે છે. બ્રિટિશ સત્તાને આ મામલામાં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના કુલ 40 ક્રાન્તિકારીઓ પર સમ્રાટના વિરૂદ્ધ સશસ્ત્ર યુદ્ધ છેડવા, સરકારી ખજાનો લૂંટવા અને પ્રવાસીઓની હત્યા કરવાનો કેસ ચલાવ્યો હતો, જેમાં રાજેન્દ્રનાથ લાહિડી, પંડિત રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા ખાં અને ઠાકુર રોશન સિંહને ફાંસીની સજા થઈ હતી. આ કેસમાં 16 અન્ય ક્રાન્તિકારીઓને ઓછામાં ઓછી 4 વર્ષની સજાથી લઈને કાળાપાણી અને આજીવન કેદની સજા થઈ હતી.