ETV Bharat / bharat

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારની સભામાં એક વ્યક્તિએ ફટાકડો ફોડી કરી ટીખળ - Nitish Kumar Public Dialogue Program

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારની સુરક્ષામાં મોટી ખામી સામે (CM Nitish security lapse in Nalanda) આવી છે. વાસ્તવમાં મુખ્યપ્રધાન નીતીશ કુમાર જન સંવાદ કાર્યક્રમ અંતર્ગત સિલાઓ પહોંચ્યા હતા. ત્યાં, સભા સ્થળની અંદર, એક ટીખળખોર વ્યક્તિએ ફટાકડા ફોડ્યા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારની સભામાં એક વ્યક્તિએ ફટાકડો ફોડી કરી ટીખળ

author img

By

Published : Apr 12, 2022, 8:58 PM IST

નાલંદા: બિહારના નાલંદામાં સીએમ નીતિશની સુરક્ષામાં મોટી ખામી સામે (CM Nitish security lapse in Nalanda) આવી છે. નાલંદામાં તેમના કાર્યક્રમમાં બોમ્બ ફોડવામાં આવ્યો હતો. આ ઘટના નીતીશના જાહેર સંવાદ કાર્યક્રમ દરમિયાન બની હતી. વાસ્તવમાં મુખ્યપ્રધાન નીતીશ કુમાર (CM Nitish Kumar in Nalanda) જન સંવાદ કાર્યક્રમ અંતર્ગત સિલાઓ પહોંચ્યા હતા. ત્યાં, એક ટીખળખોર વ્યક્તિએ સભા સ્થળે કેમ્પસની અંદર ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. હાલ આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બિહારમાં 1લી જૂન સુધી વધારવામાં આવ્યુ લોકડાઉન

એક ટીખળખોરે સભામાં ફટાકડા ફોડ્યાઃ ખરેખર, નીતિશ કુમાર આ દિવસોમાં જન સંવાદ યાત્રા માટે નાલંદાના પ્રવાસે છે. મંગળવારે નીતીશ કુમાર સિલાઓ બ્લોકની ગાંધી હાઈસ્કૂલમાં પૂર્વ નિર્ધારિત જન સંવાદ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપ્યાના થોડા સમય બાદ સિલાવની ગાંધી હાઈસ્કૂલમાં સામૂહિક સંવાદ કાર્યક્રમ દરમિયાન એક ટીખળખોરે ફટાકડા ફોડ્યા હતા. સીએમ નીતિશ કુમારથી માત્ર 15થી 18 ફૂટના અંતરે ફટાકડા ફૂટ્યા, જેના કારણે કેમ્પસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ કસ્ટડીમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: લાલુ પ્રસાદ યાદવની આજે RJDના 140 ઉમેદવારો સાથે વર્ચ્યુઅલ મીટિંગ

પહેલા પણ થઈ ચૂક્યો છે હુમલોઃ તમને જણાવી દઈએ કે આ પહેલા 27 માર્ચે પટનાના બખ્તિયારપુરમાં નીતિશ કુમાર પર મુક્કો મારવામાં આવ્યો હતો. બખ્તિયારપુરમાં પણ એક કાર્યક્રમ દરમિયાન સીએમની સુરક્ષામાં ભારે ઉણપ જોવા મળી હતી. આ હુમલો બખ્તિયારપુરમાં હુમલો ત્યારે થયો જ્યારે તેઓ સ્વાતંત્ર્ય સેનાની શીલભદ્રયજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી રહ્યા હતા. એક યુવક સ્ટેજ પર ચઢી ગયો અને સીએમને ખભાની જમણી બાજુએ ટક્કર મારી હતી. જોકે, સુરક્ષાકર્મીઓએ તેને તરત જ પકડી લીધો હતો. હુમલાખોરની ઓળખ 32 વર્ષીય શંકર ઉર્ફે છોટુ તરીકે થઈ હતી, જે માનસિક રીતે બીમાર હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.