પટના બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે વિપક્ષી એકતા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દરેક વિપક્ષ એક થાય. પોઝિટિવ કામ કરે. બધાના ફોન આવી રહ્યા છે. તેના પર કામ કરવામાં આવશે. હકીકતમાં 'બિહાર ટ્રી પ્રોટેક્શન ડે' કાર્યક્રમમાં આવેલા નીતીશ કુમારે પત્રકારોના અનેક સવાલોના જવાબ આપ્યા હતા. કાર્યક્રમમાં તેમણે વૃક્ષને રાખડી બાંધી હતી.
આ પણ વાંચો ઓછી માંગને કારણે ક્રૂડ ઓઈલના વાયદામાં થયો ઘટાડો
મોટું નિવેદન આ દરમિયાન બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કહ્યું કે, આજે રક્ષા દિવસ નિમિત્તે અમે કહ્યું હતું કે બહેનની રક્ષા માટે દરેક આ તહેવાર ઉજવે છે, પરંતુ તેની સાથે વૃક્ષનું પણ રક્ષણ કરવું જોઈએ. આ દરમિયાન મુખ્યપ્રધાને વિપક્ષની એકતાને લઈને મોટું નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ એક થાય. આ દિશામાં પણ સકારાત્મક કામગીરી થઈ રહી છે. પહેલા બિહારનું કામ કરીએ, પછી વિપક્ષી એકતા માટે પણ કામ કરીશું.
હું PMની રેસમાં નથી જ્યારે સીએમ નીતિશને પૂછવામાં આવ્યું કે પીએમનો ચહેરો કહેવામાં આવી રહ્યો છે, તો આના પર તેમણે કહ્યું કે "અમે હાથ જોડીને કહી રહ્યા છીએ કે મારા મગજમાં એવું કંઈ નથી. જેને જે કહેવું હોય એ કહેતા રહે. મને જે કોઈ આ અંગે વાત કરે છે તો હું એમ કહું છું કે, છોડો આ બધુ હવે. અમારૂ કામ સૌનું કામ કરવાનું છે. અમે એવા પ્રયાસ કરીશું કે વિપક્ષ એકજુથ થઈને ચાલે. જે ઘણું સારૂ રહેશે. લોકોની મુશ્કેલી અને સમસ્યાઓ પર એકજુથ થઈને વાત કરવામાં આવશે. સમાજમાં સારૂ વાતાવરણ રહે. આ માટે સૌ સાથે મળીને પ્રયાસ કરીશુ.
આ પણ વાંચો બોટ પલટી મારી જતા 4 લોકોએ ગૂમાવ્યો જીવ
કેબિનેટનો વિસ્તરણ પ્રધાને કહ્યું કે, ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. હાલ અમે અંદરોઅંદર વાત કરી રહ્યા છીએ. ટૂંક જ સમયમાં કેબિનેટનું વિસ્તરણ કરાશે. 15 દિવસ બાદ તો ચોક્કસ રૂપે થઈ જશે. એનડીએ ગઠબંધનથી અલગ થયા પછી ભાજપ નીતિશ કુમાર ભાજપ પર સતત શાબ્દિક વાર કરી રહ્યો છે. જેના જવાબમાં નીતીશ કુમારે સુશીલ મોદીનું નામ લીધા વગર કહ્યું હતું કે મારા વિરૂદ્ધ બોલવાથી લોકોને પોતાની પાર્ટીમાં થોડો ફાયદો થશે. ખાસ તે જેને પાર્ટીએ સંપૂર્ણ રીતે સાઈડ લાઈન કરી લીધા છે. જો તેઓ કંઈ બોલે છે તો એ મારા માટે ઘણી ખુશીની વાત છે. આશા છે એ લોકોને કંઈક ચાન્સ મળી જશે. અમે કંઈ બોલતા નથી કારણ કે અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે એનડીએથી અલગ થવાનો નિર્ણય શા માટે લેવાયો હતો.
નોકરીની વાત નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવના 10 લાખ નોકરીઓના વચન પર બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું અમે પ્રયાસ કરી રહ્યા છીએ, અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. અમે 2015-2016માં પણ જે કહ્યું હતું તે કર્યું. તેનો બીજો તબક્કો પણ લાવવામાં આવ્યો હતો. આ સિવાય પણ તેણે ઘણું કામ કર્યું છે. અમે એમ પણ કહ્યું છે કે વધુને વધુ નોકરીઓ આપવી જોઈએ.