ETV Bharat / bharat

સીએમ કેજરીવાલે પંજાબમાં ઘરઆંગણે રાશન પહોંચાડવાના ભગવંત માનના નિર્ણયની પ્રશંસા કરી

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal on punjab cm) કહ્યું કે, દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ લોકોને તેમના ઘર માટે રાશન મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. તેમણે કહ્યું કે, પિત્ઝા માત્ર એક કોલ કરીને આવે છે, પરંતુ લોકોને હજુ પણ રાશન માટે લાંબી લાઈનો લગાવવી પડે છે.

સીએમ કેજરીવાલે પંજાબમાં ઘરઆંગણે રાશન પહોંચાડવાના ભગવંત માનના નિર્ણયની પ્રશંસા કરી
સીએમ કેજરીવાલે પંજાબમાં ઘરઆંગણે રાશન પહોંચાડવાના ભગવંત માનના નિર્ણયની પ્રશંસા કરી
author img

By

Published : Mar 28, 2022, 7:50 PM IST

Updated : Mar 28, 2022, 8:00 PM IST

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબ સરકાર (Arvind kejriwal on punjab cm)ના ડોર સ્ટેપ ડિલિવરીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, પંજાબમાં ડોર-ટુ-ડોર રાશન યોજના શરૂ કરવામાં આવી રહી છે. એમ પણ કહ્યું કે, દિલ્હીમાં અમે તે કરવા માગતા હતા, પરંતુ કેન્દ્ર સરકારે અમને કરવા ન દીધુ. હવે તેની શરૂઆત પંજાબમાં કરવામાં આવી રહી છે. પંજાબના સીએમ ભગવંત માને (CM Kejriwal appreciate bhagwant mann) પંજાબના ગરીબો માટે ખૂબ જ શાનદાર જાહેરાત કરી છે, હું સમજું છું કે, આ પ્રકારનું કામ આખા દેશમાં થવું જોઈએ.

આ પણ વાચો: Gujarat Assembly Election 2022: ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધનના એંધાણ

રાશન મેળવવા માટે લાંબી લાઈનો: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ લોકોને તેમના ઘર માટે રાશન મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. તેમણે કહ્યું કે, પિત્ઝા માત્ર એક કોલ કરીને આવે છે, પરંતુ લોકોને હજુ પણ રાશન (Punjab doorstep ration delivery) માટે લાંબી લાઈનો લગાવવી પડે છે. ડોર ટુ ડોર રાશન યોજના હેઠળ ઘઉં, ચોખા અને દાળ જે પણ હોય તેને ખૂબ સારી રીતે પેક કરીને સરકારે લોકોના ઘરે આપવાથી પંજાબના ગરીબોને ઘણો ફાયદો થશે.

આ પણ વાચો: Tamilnadu news: યુવકે ત્રણ વર્ષ 1-1 રૂપિયાના સિક્કા જમા કર્યા, 2.6 લાખની બાઇક ખરીદી

પંજાબમાં તેનો અમલ કરીશું: અમે દિલ્હીમાં અમલ કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છીએ, બધું થઈ ગયું હતું, અમે તમામ કામ કર્યું હતું, કેન્દ્રની ભાજપ સરકારે તેને અટકાવ્યું, તે થવા દીધું નહીં, તે યોગ્ય નથી. અંગ્રેજીમાં કહેવત છે કે, જેનો સમય આવી ગયો હોય તેવા વિચારને કોઈ રોકી શકતું નથી. તેની પાછળ કુદરત છે, હવે તેનો વિચાર આવી ગયો છે, તેનો સમય આવી ગયો છે, તેથી તેને દિલ્હીમાં લાગુ કરવા નથી દેતા, પણ પંજાબમાં તેનો અમલ કરીશું.

Last Updated : Mar 28, 2022, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.