ETV Bharat / bharat

BJP હાઈકમાન્ડનો સ્પષ્ટ નિર્દેશ, નેતાઓની બિનજરૂરી માગ નહીં સ્વીકારાય

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) પહેલા નવી દિલ્હીમાં ભાજપના નેતાઓની બેઠક (BJP meeting in New Delhi) ખૂબ જ મહત્ત્વપૂર્ણ (Clarification of BJP High Command) રહી હતી. દિવસભર ચાલેલા ઘટનાક્રમનું તાપમાન બેઠકમાં જોવા મળ્યું હતું, પરંતુ સૂત્રોના મતે, મૌર્યના રાજીનામા પછી પાર્ટી હાઈકમાન્ડે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે, એક હદ સુધી જ કોઈ પણ નેતાની માન મર્યાદા સહન કરવામાં (Unreasonable demands of Party Leaders not accepted) નહીં આવે.

BJP હાઈકમાન્ડનો સ્પષ્ટ નિર્દેશ, નેતાઓની બિનજરૂરી માગ નહીં સ્વીકારાય
BJP હાઈકમાન્ડનો સ્પષ્ટ નિર્દેશ, નેતાઓની બિનજરૂરી માગ નહીં સ્વીકારાય
author img

By

Published : Jan 12, 2022, 12:17 PM IST

Updated : Jan 12, 2022, 2:03 PM IST

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ, સંગઠન મંત્રી સુનીલ બંસલ સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓએ પાર્ટી હેડ ક્વાર્ટરમાં દિવસભર (BJP meeting in New Delhi) મંથન કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણી અંગે બોલાવવામાં આવેલી આ બેઠકમાં પાર્ટીના નેતાઓએ રાજ્યવાર પદાધિકારીઓ અને પ્રભારીઓ પાસેથી એક પછી એક અહેવાલો મેળવ્યા હતા. આ સાથે પાર્ટીના પ્રચાર, સંગઠનની સ્થિતિ અને વાતાવરણની વ્યવસ્થિત સમીક્ષા (Clarification of BJP High Command) કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Uttar Pradesh Politics : યુપીમાં ભાજપને મોટો ફટકો, મૌર્યના સમર્થનમાં ત્રણ ધારાસભ્યોએ આપ્યાં રાજીનામા

ભાજપની જમીની સ્થિતિ અને સંગઠનની તૈયારી જાણવા કરાયો પ્રયાસ

દિવસભર ચાલેલી સમીક્ષા બેઠકમાં ભાજપના ટોચના નેતાઓએ પક્ષના પ્રદેશ નેતાઓ પાસેથી જાણવાનો પ્રયાસ પણ કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટીની જમીની સ્થિતિ અને સંગઠનની (BJP preparation for UP elections) તૈયારી શું છે? સૂત્રોનું માનીએ તો, આ બેઠક આવતીકાલે પણ ચાલુ રહેશે અને 13 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક (Meeting of the Central Election Committee chaired by the PM) યોજાશે. તે જ દિવસે પાર્ટીના ઉમેદવારો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો- Punjab Assembly Election 2022: ભાજપે અકાલી દળ અને કોંગ્રેસની એકસાથે ખેરવી અનેક વિકેટ, આ નેતાઓ થયા BJPમાં સામેલ

કેબિનેટ પ્રધાનના રાજીનામાથી મચ્યો ખળભળાટ

જોકે, રાજ્યના વરિષ્ઠ નેતાઓની આ બેઠક સંગઠનની સ્થિતિ અને રાજ્યમાં ચૂંટણીના વાતાવરણની સમીક્ષા કરવા (BJP preparation for UP elections) અને જાણવા માટે બોલાવવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન કેબિનેટ પ્રધાન સ્વામીપ્રસાદ મૌર્ય સહિત ત્રણ ધારાસભ્યોના રાજીનામાથી (Cabinet Minister Swami Prasad Maurya resigns) પાર્ટી હેડ ક્વાર્ટરમાં ખળભળાટ મચી ગયો હતો. સૂત્રોનું માનીએ તો, સ્વામીપ્રસાદ મૌર્ય છેલ્લા એક વર્ષથી પાર્ટીથી અસંતુષ્ટ હતા. આ જ કારણ હતું કે, તેમણે વારંવાર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન વિરુદ્ધ એવા ઘણા નિવેદનો આપ્યા હતા.

ભાજપે પુત્રને ટિકિટ ન આપતા સ્વામીપ્રસાદ મૌર્ય જોડાયા સમાજવાદી પાર્ટીમાં

એટલું જ નહીં તેમના રાજીનામાનું કારણ એ પણ છે કે, તેઓ તેમના પૂત્ર માટે ટિકિટ માગી રહ્યા છે. જ્યારે સ્વામીપ્રસાદ મૌર્યની પુત્રી સંઘમિત્રા મૌર્ય પાર્ટી તરફથી સાંસદ છે. ભાજપની નીતિ અને નિયમો પ્રમાણે, પરિવારવાદને પ્રોત્સાહન આપવું પક્ષ માટે શક્ય નથી. આનાથી નારાજ થઈને તેમણે આખરે સમાજવાદી પાર્ટીમાં (Swami Prasad Maurya joined Samajwadi Party) જોડાવાનું યોગ્ય માન્યું હતું.

સ્વામીપ્રસાદ મૌર્ય ભાજપમાં પરત આવે તેવી કોઈ શક્યતા નથી

ઉતાવળમાં આવેલા આ સમાચાર પછી પાર્ટી હાઈકમાન્ડે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહને સ્વામી પ્રસાદ મૌર્ય સાથે વાતચીત કરવા કહ્યું હતું, પરંતુ હાલમાં એવી કોઈ આશા નથી કે, સ્વામીપ્રસાદ મૌર્ય પાર્ટીમાં પાછા આવી શકે. બીજી તરફ પાર્ટીના કેટલાક નેતાઓએ સ્વામીપ્રસાદ મૌર્યની ટીકા પણ શરૂ કરી દીધી છે. અંદરખાનેથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, પાર્ટી હાઈકમાન્ડે તેના નેતાઓને મૌર્યને માત્ર એક હદ સુધી મનાવવાનો પ્રયાસ કરવા કહ્યું છે. કારણ કે, પાર્ટી કોઈ પણ ગેરવાજબી માગણી સ્વીકારવા (Unreasonable demands of Party Leaders not accepted) તૈયાર નથી.

Last Updated : Jan 12, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.