ETV Bharat / bharat

જ્ઞાનવાપી બાદ હવે બદાઉની જામા મસ્જિદમાં નીલકંઠ મહાદેવ મંદિરનો દાવો

author img

By

Published : Sep 3, 2022, 10:58 AM IST

જ્ઞાનવાપીમાં શિવલિંગ હોવાના દાવા બાદ હવે બદાઉની જામા મસ્જિદમાં નીલકંઠ મહાદેવ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગેની અરજી પણ સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેને કોર્ટે સ્વીકારી લીધી છે. Neelkanth Mahadev temple in badaun Jama Masjid, Neelkanth Mahadev temple, badaun Jama Masjid

જ્ઞાનવાપી બાદ હવે બદાઉની જામા મસ્જિદમાં નીલકંઠ મહાદેવ મંદિરનો દાવો
જ્ઞાનવાપી બાદ હવે બદાઉની જામા મસ્જિદમાં નીલકંઠ મહાદેવ મંદિરનો દાવો

બદાઉનઃ મથુરા અને કાશી બાદ હવે બદાઉનની જામા મસ્જિદની માલિકી માટે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. સિવિલ જજ સિનિયર ડિવિઝન ફર્સ્ટ સમક્ષ અહીં એક દાવો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં જામા મસ્જિદને નીલકંઠ મહાદેવ મંદિર તરીકે દર્શાવવામાં (Neelkanth Mahadev temple in badaun Jama Masjid) આવી છે, જેના પુરાવા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, કોર્ટે હવે આમાં આગામી તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરી છે.

આ પણ વાંચો: જ્ઞાનવાપી કેસ: ફાસ્ટ ટ્રેક કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો, આ ચાર મુદ્દાઓ પર સૌની નજર

બદાઉનની જામા મસ્જિદમાં નીલકંઠ મહાદેવનું મંદિર હોવાનો દાવો : સદર કોતવાલી વિસ્તારના મોહલ્લા સોથાની જામા મસ્જિદને નીલકંઠ મહાદેવનું મંદિર (Neelkanth Mahadev temple in badaun Jama Masjid) હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગે સિવિલ જજ સમક્ષ દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો મુકેશ પટેલનો છે જે હિંદુ મહાસભાના રાજ્ય કન્વીનર છે. તેણે કોર્ટમાં ઘણા પુરાવા રજૂ કર્યા છે, જેમાં જામા મસ્જિદને નીલકંઠ મહાદેવનું મંદિર ગણાવ્યું છે. સિવિલ જજ સિનિયર ડિવિઝન કોર્ટે હવે આ મામલાની સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ નક્કી કરી છે.

કોર્ટે મસ્જિદની વ્યવસ્થા સમિતિને નોટિસ પાઠવી : સાથે જ કોર્ટે મસ્જિદની વ્યવસ્થા સમિતિને નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. અરજીમાં ખુદ ભગવાન નીલકંઠ મહાદેવ મહારાજને (Neelkanth Mahadev temple) પ્રથમ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જ્યારે આ સિવાય અખિલ ભારત હિન્દુ મહાસભાના રાજ્ય કન્વીનર મુકેશ પટેલ, વકીલ અરવિંદ પરમાર, જ્ઞાન પ્રકાશ, ડૉ. અનુરાગ શર્મા અને ઉમેશ ચંદ્ર શર્માએ કોર્ટમાં દાવો કર્યો છે. આ મુજબ તેમણે જામા મસ્જિદ રાજા મહિપાલનો કિલ્લો અને નીલકંઠ મહાદેવનું મંદિર હોવાનો મામલો કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રાખ્યો છે.

આ પણ વાંચો: જ્ઞાનવાપી બાદ શું હવે આ મસ્જિદનો વારો? હિન્દુ સંગઠનોએ ધમકી આપતા જામિયામાં પોલીસના ધાડેધાડા

15 સપ્ટેમ્બરે થશે સુનાવણી : આ કિસ્સામાં મસ્જિદ નીલકંઠ મહાદેવ મંદિર (Neelkanth Mahadev temple) હોવાનો ઉલ્લેખ ઐતિહાસિક પુસ્તકોમાં ટાંકવામાં આવ્યો છે. સાથે જ માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવનાર પુસ્તકમાં આપવામાં આવેલા ઈતિહાસમાં પણ આ હકીકત હોવાનો તર્ક છે. સાથે જ દેશ પર આક્રમણ કરનારા રાજાઓના ઈતિહાસની માહિતી સહિત અન્ય અનેક તથ્યો મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે મુકેશ પટેલે જણાવ્યું હતું કે, બદાઉમાં ભગવાન મહાદેવનું મંદિર તોડવામાં આવ્યું હતું. જે બાદ ત્યાં જામા મસ્જિદ બની, મુકેશ પટેલે તેની વાત પણ ઐતિહાસિક પુરાવા સાથે કરી હતી. આ મામલે એડવોકેટ વેદ પ્રકાશ સાહુએ કહ્યું કે, અમારો કેસ સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં ભગવાન નીલકંઠ મહાદેવ વિરુદ્ધ જામિયા મસ્જિદના નામે દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સુનાવણીની તારીખ 15 સપ્ટેમ્બર (hearing will be held on September 15) નક્કી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.