ETV Bharat / bharat

કોલેજિયમ સામેની અરજી પર સીજેઆઈએ કહ્યું, ' હું કાયદા અને બંધારણનો સેવક છું '

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 5:34 PM IST

રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગને પુનર્જીવિત કરવાની માંગ કરતી અરજીની સુનાવણી સીજેઆઈ દ્વારા કરવામાં આવી હતી. કોલેજિયમ સિસ્ટમ અથવા ન્યાયાધીશોની પસંદગી સંબંધિત અરજી પર સીજેઆઈ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે તેમણે પદ અને નિર્ધારિત કાયદાનું પાલન કરવું પડશે.

કોલેજિયમ સામેની અરજી પર સીજેઆઈએ કહ્યું, ' હું કાયદા અને બંધારણનો સેવક છું '
કોલેજિયમ સામેની અરજી પર સીજેઆઈએ કહ્યું, ' હું કાયદા અને બંધારણનો સેવક છું '

નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ ( CJI ) ધનંજય વાય ચંદ્રચુડે શુક્રવારે પોતાને ' કાયદા અને બંધારણના સેવક ' ગણાવ્યાં હતાં. શુક્રવારે એક વકીલે કહ્યું કે સીજેઆઈએ કોલેજિયમ સિસ્ટમ અને વરિષ્ઠ વકીલના હોદ્દાને નાબૂદ કરવો જોઈએ. એડવોકેટ મેથ્યુસ જે નેદુમપરાએ સીજેઆઈની આગેવાની હેઠળની અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેંચ સમક્ષ તેમની અરજી રજૂ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે કોલેજિયમ સિસ્ટમ અને વરિષ્ઠ હોદ્દાની પ્રક્રિયામાં સુધારો કરવા વિશે વિચારવું જોઈએ.

સીજેઆઈએ કરી ટિપ્પણી : કેસની સુનાવણી દરમિયાન સીજેઆઈએ વકીલ નેદુમ્પારાને કહ્યું કે એક વકીલ તરીકે તમને તમારા દિલની ઈચ્છા પૂરી કરવાની સ્વતંત્રતા છે. પરંતુ આ કોર્ટના જજ તરીકે હું કાયદા અને બંધારણનો સેવક છું. સીજેઆઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મારે પોસ્ટ અને નિર્ધારિત કાયદાનું પાલન કરવું પડશે.

વકીલોના સમૂહ દ્વારા અરજીઓ : નેદુમ્પારાએ કહ્યું કે જો કે જસ્ટિસ ચંદ્રચુડે શ્રેણીબદ્ધ સુધારાની શરૂઆત કરી છે., ન્યાયતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કોલેજિયમ અને વરિષ્ઠ હોદ્દા સંબંધિત સુધારાની ખૂબ જ જરૂર છે. નેદુમ્પારા વકીલોના એક જૂથનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતાં જેમણે ન્યાયાધીશોની પસંદગીની વર્તમાન પ્રણાલી અને વકીલોને વરિષ્ઠ વકીલ તરીકે નામાંકિત કરવાની સિસ્ટમને પડકારતી અલગ અરજી દાખલ કરી છે.

કોલેજિયમ પ્રણાલી નાબૂદીની માગણી : કોલેજિયમ સિસ્ટમ અથવા ન્યાયાધીશોની પસંદગી અંગેની અરજીમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયિક નિમણૂકોની કોલેજિયમ પ્રણાલીને નાબૂદ કરવાના નિર્દેશોની માંગ કરવામાં આવી હતી. અરજીમાં નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન (NJAC) ના પુનઃસજીવનની માંગ કરવામાં આવી છે. અરજદારોએ કોલેજિયમ સિસ્ટમને ' ભત્રીજાવાદ અને પક્ષપાતનો સમાનાર્થી ' ગણાવી હતી અને NJAC ના નિર્ણયની સમીક્ષાની માંગ કરી હતી. પિટિશનમાં દલીલ કરવામાં આવી હતી કે 2015ના નિર્ણયને પહેલાથી જ રદ કરી દેવો જોઈએ કારણ કે તેથી કોલેજિયમ સિસ્ટમને પુનર્જીવિત થઇ હતી.

નિર્ણયની સમીક્ષાની માંગ : એક અન્ય અરજીમાં અરજદારોએ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયની સમીક્ષાની માંગ કરી હતી. જેમાં વકીલોના એક વર્ગને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે નામાંકિત કરવાની પ્રથાને યોગ્ય ઠેરવી છે.

એનજેએસી એક્ટ : 2014માં,એનડીએ સરકારે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ - નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) એક્ટ પસાર કર્યો, જેણે બંધારણીય અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક માટે વૈકલ્પિક પ્રણાલીની સ્થાપના કરી.આ પ્રક્રિયામાં સરકાર માટે મોટી ભૂમિકાનો પ્રસ્તાવ પણ મૂક્યો. 2015માં, સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે કાયદો ગેરબંધારણીય છે કારણ કે તે ન્યાયતંત્રની સ્વતંત્રતામાં દખલ કરવાનો પ્રયાસ કરે છે.

  1. જસ્ટીસ અકીલ કુરૈશીની નિમણૂંક મુદ્દે કાયદા મંત્રાલયનો સંવાદ કોલેજીયમ સમક્ષ મૂકાશે: CJI
  2. સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજ મંજૂર કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.