ETV Bharat / bharat

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ પોતાની ફેમિલી વિશે કહી આ ખાસ વાત - chiranjeevi on family

મેગાસ્ટાર ચિરંજીવીએ આચાર્યને પ્રમોટ કરતી વખતે એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે ઈચ્છે છે કે તેનો પરિવાર દક્ષિણના 'કપૂર' તરીકે ઓળખાય. ચિરંજીવી તેના ભાઈ પવન કલ્યાણ સાથેની વાતચીતને યાદ કરે છે, જેમાં તેણે તેના પરિવારને દક્ષિણના 'કપૂર' તરીકે ઓળખાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ પોતાની ફેમિલી વિશે કહી આ ખાસ વાત
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ પોતાની ફેમિલી વિશે કહી આ ખાસ વાત
author img

By

Published : Apr 27, 2022, 9:18 AM IST

હૈદરાબાદ : ચિરંજીવીએ જણાવ્યું કે, "હિન્દી સિનેમામાં કપૂર પરિવારનો ક્રેઝ છે, તેવી જ રીતે સાઉથ સિનેમામાં પણ અમારો પરિવાર તેમના જેવો હોય. આ બાળકો (પવન કલ્યાણથી અલ્લુ અર્જુન અને અન્ય) કેવી રીતે મોટા થયા અને પોતાના માટે એક નામ બની ગયા તે જોઈને હું ખૂબ જ ખુશ છું."

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ પોતાની ફેમિલી વિશે કહી આ ખાસ વાત
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ પોતાની ફેમિલી વિશે કહી આ ખાસ વાત

આ પણ વાંચો - Hot Wheels Film : ફિલ્મ નિર્માતા જેજે અબ્રામ્સની કંપની 'હોટ વ્હીલ્સ' પર આધારિત ફિલ્મ બનાવશે

કઇ ઘટનાને કરી યાદ - ચિરંજીવીએ એક ઘટના પણ યાદ કરતા જણાવ્યું કે, જ્યારે તેઓ અગાઉ ઉત્તર ભારતની મુસાફરી કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ અપમાનિત થયા હતા. ઈન્દ્ર અભિનેતાએ જણાવ્યું કે, "મેં રુદ્રવીણા માટે નેશનલ ઈન્ટિગ્રેશનમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે નરગીસ દત્ત એવોર્ડ જીત્યો હોવા છતાં, એવોર્ડ સમારોહમાં દક્ષિણનો બહુ ઓછો ઉલ્લેખ થયો હતો. જેના કારણે મને દુખ થયું હતું. હવે જ્યારે પ્રાદેશિક રેખાઓ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે, આ જોઇને મને ખુશીનો અનુભવ થઇ રહ્યો છે.

આ પણ વાંચો - રાખી સાવંતે 'આદિવાસી આઉટફિટ' પર એવુ તે શુ કહ્યું કે, આદિવાસી મહિલાઓએ FIR નોંધવાની કરી માગ

પોતાના સંતાનો વિશે શું જણાવ્યું - ચિરંજીવીએ તેમના પુત્ર રામ ચરણ સાથે કામ કરવાના તેમના અનુભવ વિશે વાત કરી કે, "આ પ્રકારની તકો અભિનેતાઓ માટે ઘણી વાર આવતી નથી. હું એક ભાગ્યશાળી પિતા છું કે જેમણે અભિનેતા તરીકે કામ કર્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.