ETV Bharat / bharat

અમેરિકન ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીનો રિપોર્ટ, પાકિસ્તાનને જવાબ આપવા ભારત વધુ સૈન્ય બળનો ઉપયોગ કરી શકે છે - ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ

અમેરિકન ઈન્ટેલિજન્સ કમ્યુનિટીના રિપોર્ટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત, પાકિસ્તાન દ્વારા પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કરવામાં આવેલી ઉશ્કેરણીનો જવાબ અગાઉ કરતા વધારે સૈન્ય બળ સાથે આપી શકે છે. પરમાણુ શસ્ત્રોથી સજ્જ બન્ને દેશો વચ્ચે તણાવ વધવાની પરિસ્થિતિમાં સંઘર્ષનો ખતરો વધી ગયો છે.

પાકિસ્તાનને જવાબ આપવા ભારત વધુ સૈન્ય બળનો ઉપયોગ કરી શકે છે

author img

By

Published : Apr 14, 2021, 1:09 PM IST

  • ભારત-પાક. વચ્ચેની સ્થિતિ અંગે અમેરિકન ઈન્ટેલિજન્સ કમ્યુનિટીનો રિપોર્ટ
  • પાકિસ્તાનની ઉશ્કેરણીનો જવાબ ભારત દ્વારા વધુ સૈન્ય બળનો ઉપયોગ કરીને અપાશે
  • પરમાણુ શસ્ત્રોથી સજ્જ બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિમાં સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો

વોશિંગ્ટન: અમેરિકન ઈન્ટેલિજન્સ કોમ્યુનિટી દ્વારા સંસદને સોંપવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરવામાં આવેલી ઉશ્કેરણીનો જવાબ ભારત દ્વારા વધારે સૈન્ય બળ સાથે આપી શકે છે. 'ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ'(ODNI) દ્વારા અમેરિકન કોંગ્રેસ (સંસદ)ને સોંપવામાં આવેલા પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં યુદ્ધ થવાની સંભાવના નહિવત છે, પરંતુ બન્ને દેશો વચ્ચે તણાવ વધવાની આશંકા છે.

અફઘાનિસ્તાનમાં 1 વર્ષ માટે શાંતિ કરારની સંભાવના ઓછી

ODNIના રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન, ઇરાક અને સીરિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર અમેરિકી સેના પર પડે છે અને કાશ્મીરમાં અશાંતિ તેમજ હિંસક માહોલ સર્જાતા પરમાણુ શસ્ત્રોથી સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વધે છે. જેની સીધી અસર સમગ્ર વિશ્વ પર પડે છે. અફઘાનિસ્તાન અંગે ODNIના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 1 વર્ષ માટે શાંતિ કરારની સંભાવના ઘણી ઓછી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.