ટોક્યો: યુએસ સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ (Speaker of the US Parliament Nancy Pelosi) જણાવ્યું હતું કે, ચીન અમેરિકી અધિકારીઓને તાઇવાનના પ્રવાસ પર પ્રતિબંધ મૂકીને સ્વ-શાસિત ટાપુને અલગ નહીં કરે. તેણે પોતાના એશિયન પ્રવાસના છેલ્લા તબક્કામાં ટોક્યોમાં આ ટિપ્પણી કરી હતી. ચીનના જોરદાર વિરોધ છતાં પેલોસીએ તાઈવાનનો (Pelosi traveled to Taiwan) પ્રવાસ કર્યો છે.
આ પણ વાંચો: યુએસ-તાઈવાન આર્થિક સહયોગ વધારવા પર અમારો ભાર: નેન્સી પેલોસી
તાઈવાનની મુલાકાત લેનાર યુએસ સંસદના પ્રથમ સ્પીક : 25 વર્ષમાં તાઈવાનની મુલાકાત લેનાર યુએસ સંસદના પ્રથમ સ્પીકર છે. પેલોસીએ બુધવારે તાઈપેઈમાં કહ્યું હતું કે, અમેરિકાની લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા, સ્વ-શાસિત ટાપુ પર અને વિશ્વમાં ક્યાંય પણ, અટલ છે. પેલોસી અને કોંગ્રેસના અન્ય પાંચ સભ્યો સિંગાપોર, મલેશિયા, તાઈવાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસ બાદ ગુરુવારે મોડી રાત્રે ટોક્યો પહોંચ્યા હતા. તાઈવાન પર પોતાનો દાવો કરનાર ચીને પેલોસીની મુલાકાતને ઉશ્કેરણીજનક ગણાવી અને ગુરુવારે તાઈવાનની આસપાસના છ વિસ્તારોમાં મિસાઈલ ફાયરિંગ સહિતની સૈન્ય કવાયત શરૂ કરી હતી. તેણે ધમકી આપી છે કે જો જરૂર પડશે તો તાઈવાનને બળજબરીથી લઈ જશે.
આ પણ વાંચો: નેન્સીપેલોસી તાઈપેઈમાં તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનને મળ્યા