છપરા: બિહારના છપરામાં પ્રિયા દેવી નામની મહિલાએ શ્યામ ચકમાં સંચાલિત સંજીવની નર્સિંગ હોમમાં એક વિચિત્ર બાળકીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાં હાજર કર્મચારીઓ અને દર્દીઓને બાળકીની માહિતી મળતા જ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ વિચિત્ર બાળકનું એક માથું, ચાર કાન, ચાર પગ, ચાર હાથ, બે હૃદય અને બે કરોડરજ્જુ છે. જેને જોઈને હોસ્પિટલ સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જો કે તેનુ લગભગ 20 મિનિટ જીવિત રહ્યા બાદ મૃત્યુ થયું હતુ.
દુર્લભ કિસ્સો: આ અંગે હોસ્પિટલના ડાયરેક્ટર ડો.અનિલ કુમારે કહ્યું કે, આ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. આવું ત્યારે થાય છે જ્યારે ગર્ભાશયમાં એક જ ઇંડામાંથી બે બાળકો બને છે. આ પ્રક્રિયામાં જો બંને સમયસર અલગ થઈ જાય તો જોડિયા બાળકોનો જન્મ થાય છે. પરંતુ કોઈ કારણસર બંને અલગ થઈ શકતા નથી, તો તે સ્થિતિમાં આવા બાળકોનો જન્મ થાય છે.
આ મહિલાનું પહેલું બાળક હતું. ઓપરેશન બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. જે સામાન્ય નહોતું. કેટલાક કિસ્સાઓમાં આવું બને છે. હાલમાં મહિલા સ્વસ્થ છે. જન્મની 20 મિનિટ પછી નવજાતનું મૃત્યુ થયું હતું. - ડો. અનિલ કુમાર (હોસ્પિટલના સંચાલક)
ઓપરેશન દ્વારા બાળકીનો જન્મઃ ડોક્ટરે જણાવ્યું કે, આવી બાળકીના જન્મ સમયે પણ ગર્ભવતી મહિલાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે બાળકીનો જન્મ ઓપરેશન દ્વારા થયો હતો. પરંતુ તેનું મૃત્યુ 20 મિનિટથી પણ ઓછા સમયમાં થયું હતું. તેણે જણાવ્યું કે, પ્રસૂતિગ્રસ્ત મહિલાનું આ પહેલું બાળક હતું અને સમય પૂરો થયા બાદ તે બાળકના જન્મને લઈને ચિંતિત હતા. તપાસ બાદ ઓપરેશનની સલાહ આપવામાં આવી અને બાળકીને બહાર કાઢવામાં આવી. હાલ મહિલા સ્વસ્થ છે.