ETV Bharat / bharat

હરિયાણાના મુખ્યપ્રધાનને કોરોનાના વધતા કેસના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે પાકની ખરીદી અને કોરોનાના વધતા જતા કેસનેે ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક પછી તેમણે સેંમ્પલિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

મુખ્યપ્રધાનને કોરોનાના વધતા કેસના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી

author img

By

Published : Apr 15, 2021, 2:58 PM IST

  • કોરોનાના વધતા જતા કેસોને જોતા હરિયાણા સરકાર સજાગ
  • મુખ્યપ્રધાને ડેપ્યુટી કમિશ્નર, પોલીસ અધિક્ષક અને સિવિલ સર્જન સાથે સમીક્ષા બેઠક યોજી
  • નમૂના લેવા અને સંપર્ક ટ્રેસિંગ વધારવાનો નિર્દેશ આપ્યો

ચંડીગઢ(હરિયાણા) : રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા હરિયાણા સરકાર સજાગ થઈ ગઈ છે. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે આ સંદર્ભે ડેપ્યુટી કમિશ્નર, પોલીસ અધિક્ષક અને વિવિધ જિલ્લાના સિવિલ સર્જન સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

રાજ્યમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની કમી નથી

આ સમય દરમિયાન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા અને આરોગ્ય પ્રધાન અનિલ વિજે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની કમી નથી. આ સાથે, તેમણે નમૂના લેવા અને સંપર્ક ટ્રેસિંગ વધારવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો : દિલ્હી-હરિયાણામાં ફસાયેલાં દેવીપૂજકોની વેદના, અમારું કોઈ સાંભળતું નથી અમારે ગુજરાત આવવું છે

લગ્નની વિધિ રાત્રિને બદલે દિવસમાં થવી જોઈએ

આ સિવાય મુખ્યપ્રધાને સલાહકાર જારી કરવાની સૂચના પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લગ્નની વિધિ રાત્રિને બદલે દિવસમાં થવી જોઈએ અને નવરાત્રિ દરમિયાન કાર્યક્રમો પણ દિવસે જ યોજવા જોઈએ.

આ પણ વાંચો : હરિયાણા સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી

લગ્ન સમારોહ માટે 200 લોકોને આઉટડોરમાં અને 50 લોકોને ઇનડોરમાં મંજૂરી

મુખ્યપ્રધાને કહ્યું કે, લગ્ન સમારોહ માટે 200 લોકોને આઉટડોરમાં અને 50 લોકોને ઇનડોરમાં મંજૂરી આપવામાં આવશે. જ્યારે અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકો જ ભાગ લઈ શકશે.

રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવશે નહિ

મુખ્યપ્રધાન મનોહર લાલએ એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવશે નહિ. તે જ સમયે, તેમણે કોરોનાને કારણે આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી. ઘઉં ખરીદ કેન્દ્ર વધારવાના નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે, જો 48 કલાકમાં ઘઉં ઉપાડવામાં નહિ આવે તો તેની જવાબદારી ડેપ્યુટી કમિશ્નરે લેવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.