ETV Bharat / bharat

Horoscope for the Day 8 JANUARY: આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - मीन राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 8 JANUARY: આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

author img

By

Published : Jan 8, 2022, 6:27 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપનો આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આપ તમામ કાર્યો કરશો. પરિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને ઉર્જા બંનેનો અનુભવ કરશો. આજે આર્થિક ફાયદો થવાના યોગ છે. પરિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો સંકેત મળી રહ્યો છે. મિત્રો તથા સગાંસ્‍નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજનો દિવસ આપના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આપનું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આપે સ્‍વાસ્‍થ્‍યની પણ વિશેષ કાળજી લેવી પડશે. આંખોમાં કોઇક તકલીફ ઉભી થઈ શકે છે. કોઈક બાબતે સ્‍નેહીજનો, પરિવારના સભ્‍યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો પડશે. આજે આપના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. વધારે પરિશ્રમ કરો પરંતુ સફળતા તમારા ધારણ કરતા ઓછી મળે. અકસ્‍માતથી બચવા વાહન ધીમે ચલાવજો.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI: ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે. ઘર ઓફિસ તેમજ સામાજિક ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ સર્જાતા પ્રસન્‍નતા અનુભવશો. માન સન્‍માનમાં વૃદ્ધિ થાય. ઉપરી અધિકારીઓના સહકારભર્યા વલણને કારણે આપની પ્રગતિનો માર્ગ મોકળો થશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાશે, અને ઉત્તમ સાંસારિક સુખ મેળવી શકશો. સરકારી કાર્યોમાં આવતા અવરોધો દૂર થઇ જશે અને માર્ગ આસાન બનશે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. તન મનની સુખાકારી સાથે ભાગ્‍યવૃદ્ધિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્‍નતામાં વધારો કરશે. વિદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય પસાર કરશો, વિદેશગમન કરવા ઇચ્‍છતા લોકોને સફળતા મળશે. આકસ્‍િમક ધનલાભની શક્યતા સાથે નોકરિયાતોને પણ લાભ થવાની સંભાવના જણાઈ રહી છે.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આપને તબિયતની બાબતમાં વિશેષ કાળજી લેવાની ચેતવણી આપવામાં આવે છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આજે વર્તન અને કાર્યશૈલીમાં શાંતિ તેમજ ધીરજ રાખવી જેથી તમારું કામ બગડે નહીં અને વાણીની કુટતાના કારણે કારણે કોઈની સાથે સંબંધો પણ બગડે નહીં. બહારનું ખાવાપીવાથી તબિયત બગડે. આપના મન પર નકારાત્‍મક વિચારો દૂર કરીને મન પ્રફુલ્લિત થાય તેવા પ્રયાસો વધારવા. આ સમયે આધ્યાત્મિકતાનો સહારો મનને હળવાશ આપશે.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. સામાજિક અને જાહેરક્ષેત્રે લાભ સાથે ખ્‍યાતિ મેળવશો. સ્‍ત્રી વર્ગથી વિશેષ લાભ થશે. દાંપત્‍યજીવનમાં પરમસુખની પળોનો અનુભવ થશે. નવા વસ્‍ત્રાલંકારની ખરીદી કરો તથા પહેરવાનો પ્રસંગ આવે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ થાય, મૈત્રી બંધાય. ભાગીદારી માટે અનુકૂળ સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રવાસ- પર્યટનની શક્યતા રહે.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે નોકરિયાત વર્ગ માટે ખૂબ લાભકારી દિવસ છે. નોકરિયાત વર્ગને તેમના કામમાં યશ અને સફળતા મળે. કુટુંબનું વાતાવરણ સુમળભર્યું રહે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળે. ઓફિસમાં સહકર્મારીઓનો સકાર મળે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્‍ય સારું રહે. મનની પ્રસન્‍નતા પણ જળવાશે.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે આપને સાહિત્‍ય સર્જન કે કલાક્ષેત્રમાં વધારે અભિરૂચિ રહે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેવાનો પ્રસંગ ઉભો થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે. નાણાંનું આયોજન કરવા માટે સારો દિવસ છે. આપની મહેનત પ્રગતિ તરફ લઇ જશે. સંતાનો વિશે શુભ સમાચાર મળે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ થાય.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપનામાં શારીરિક, માનસિક સ્‍ફૂર્તિ અને તાજગીનું સ્તર અગાઉની તુલનાએ ઓછુ રહેશે. પરિવારમાં શક્ય હોય ત્યાં સુધી સૌહાર્દ જાળવવું અને દરેકને આદર આપવો. દરેકની સાથે વાત કરવામાં હઠાગ્રહ છોડવો. કામના પ્રમાણમાં ઉંઘનું પ્રમાણ વધારવાની સલાહ છે. જાહેરજીવનમાં અતિ સક્રિયતા ટાળવી. આર્થિક બાબતોમાં સતર્ક રહેવું. નદી, તળાવ, સમુદ્ર જેવા જળાશયોથી સંભાળવું.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આપનો આજનો સમગ્ર દિવસ સુખમય પસાર થશે. અનુકૂળ પરિસ્‍િથતિ સર્જાતા આપનું દરેક કાર્ય આજે સરળતાથી પાર પાડી શકશો. મનમાં પ્રસન્‍નતા રહેશે. વેપાર ધંધામાં આર્થિક લાભ મેળવી શકો. ભાગીદારીમાં ફાયદો થશે. ભાઇબહેનો સાથે સારી રીતે સમય પસાર કરશો. કોઇ નવું કાસ્‍ય આજે શરૂ કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં સફળતા મળે. મિત્રો સ્‍વજનોની મુલાકાતથી કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહેશે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. મનની દ્વિધાઓ વચ્ચે આજે કેટલાક નિર્ણય લેવામાં તમે થોડી ગુંચવણ અનુભવશો. આવી સ્થિતિમાં બીજાનું માર્ગદર્શન લઇને આગળ વધવાની સલાહ છે. આરોગ્‍ય થોડું નરમગરમ રહે માટે સાચવજો. વાણી પર સંયમ નહીં હોય તો વાદવિવાદમાં પડવાથી સ્‍વજનો સાથે તણાવ આવી શકે છે. આવી સ્થિતિમાં જીભ પર મીઠાશ લાવવાનો પ્રયાસ કરવો. કાર્યમાં સફળતા માટે મહેનત વધારવી. બિનજરૂરી ખર્ચ તેમજ ધનહાનિથી બચવાની સલાહ છે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધુ સમય આપવો પડશે.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : ચંદ્ર આજે મીન રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપ આનંદ ઉત્‍સાહ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. નવા કામની શરૂઆત લાભદાયી નીવડશે. મિત્રો સ્‍વજનોના સંગાથમાં સુંદર ભોજનનો આનંદ ઉઠાવવાનો અવસર પ્રાપ્‍ત થાય. પ્રવાસયાત્રાનો યોગ છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. ધારેલા કાર્યો સફળ થાય. દાંપત્‍યજીવનમાં સુખ અનુભવાય. પરિવારમાં શાંતિનો માહોલ જળવાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.