ETV Bharat / bharat

Horoscope for the Day 29 November : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આજનો દિવસ - मीन राशिफल

તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 29 November : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આજનો દિવસ

author img

By

Published : Nov 29, 2021, 6:00 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

આ આપને વિચારોમાં સ્થિરતા અને સ્પષ્ટતા રાખવાની સલાહ છે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે સ્‍પર્ધાયુક્ત વાતાવરણ રહેશે. તેમાંથી બહાર આવવાના આપના પ્રયત્‍નો કામયાબ નીવડશે. નવું કાર્ય કરવા પ્રેરિત થશો. નાના સરખા પ્રવાસની શક્યતા છે. બૌદ્ધિક તેમજ લેખન કાર્ય માટે સારો દિવસ છે. મહત્‍વના નિર્ણયો ન લેવાની અથવા અન્યો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

આ જો આપને મનમાં થોડી પણ દ્વિધા વર્તાય તો નિર્ણયો લેવાનું ટાળજો. મોટાભાગે તમે સ્થિર સ્થિતિમાં જ રહેશો પરંતુ ક્યાંક હાથમાં આવેલી તક ગુમાવવાનો વિચાર આવશે જે આપને વિચલિત કરવાનો પ્રયાસ કરશે. જક્કીવલણના કારણે કોઈની સાથે સંઘર્ષ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. લેખકો, કસબીઓ, કલાકારોને પોતાનો હુન્‍નર દાખવવાની તક સાંપડશે. આપની વાકપટુતા આપનું કામ પાર પાડશે અને અન્‍યને મોહિત કરશે. નવા કાર્યની શરૂઆત માટે હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

આજનો દિવસ લાભદાયક નીવડવાની આશા રાખી શકો. સવારથી તાજગી અને પ્રફુલ્‍િલતતાનો અનુભવ થશે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મળીને ઉત્તમ ભોજનનો આનંદ માણશો. આર્થિક લાભ મળવાની સાથે સાથે ક્યાંકથી ગિફટની પ્રાપ્તિ થતાં આપ વધારે આનંદ પામશો. બધા સાથે મળીને આનંદદાયક પ્રવાસનું આયોજન પણ શક્ય બને. દાંપત્‍યજીવનમાં સંવાદિતા જળવાશે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

આજના દિવસે આપ મનમાં થોડા અજંપાનો અનુભવ કરશો. કુટુંબના સભ્‍યો સાથે મતભેદ ટાળવા માટે સહકારની ભાવના વધારવી તેમજ દરેકને પુરતો આદર આપવો. મનમાં કોઈપણ બાબતે ક્યાંય પણ દ્વિધા વર્તાય તો ગુસ્સે થવાના બદલે શાંતિથી અને બીજાની સલાહ લઈને તેમજ ચર્ચા કરીને ઉકેલ લાવવો. આવી સ્થિતિમાં વાણી પર સંયમ રાખવો આપના માટે હિતકારી રહેશે. આરોગ્‍યની સંભાળ લેવાની સલાહ છે. વધુ પડતા ધનખર્ચ યોગ છે. ગેરસમજ ટાળવાથી મનમાં હળવાશ અનુભવશો.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

વર્તમાન દિવસે આપને વિવિધ લાભ મળવાની શક્યતા છે, આવા વખતે મનનું ઢચુપચુ વલણ આપને લાભથી વંચિત ન કરી દે તેનો ખ્‍યાલ રાખવો પડશે. મિત્રવર્તુળથી તેમજ સ્‍ત્રીવર્ગ અને વડીલવર્ગથી લાભ થાય. નોકરી વ્‍યવસાયમાં બઢતી અને આવકવૃદ્ધિના યોગ છે. દાંપત્‍યજીવનમાં જીવન સાથે વધુ નીકટતા અનુભવશો. પુત્ર, પત્‍નીથી લાભ થાય.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

આજે આપ નવા કાર્યોની યોજનાને અમલમાં મુકી શકશો. વેપાર અને નોકરી કરતા લોકો આજના દિવસે લાભ મેળવી શકશે. ઉચ્ચ અધિકારીઓ આપના પર કૃપા વરસાવે અને ઉચ્ચ પદ મળવાની શક્યતા છે. પિતા તરફથી કોઇ લાભ મળી શકે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં માહોલ આનંદમય રહેશે. બિઝનેસના કામથી પ્રવાસ થઇ શકે. દાંપત્યજીવનમાં મનમેળ રહેશે.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્‍થળની મુલાકાત થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો ઉભા થાય. એમ છતાં આપને સંતાન અને સ્‍વાસ્‍થ્‍ય અંગેની ચિંતા રહેશે. નોકરિયાત વર્ગને ઉપરી અધ‍િકારીઓ તથા સહકર્મચારીઓનો સાથ સહકાર આજે અપેક્ષા કરતા ઓછો મળે. વિરોધીઓ કે પ્રતિસ્‍પર્ધીઓ સાથે ચર્ચામાં ઉંડા ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે. ધનખર્ચ થાય.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

આજનો દિવસ કોઇ વિશેષ પ્રવૃત્તિ વગર શાંતિથી પસાર કરવો પડશે. નવા કાર્યની શરૂઆત આવતીકાલ પર છોડજો. ખોટા કાર્યો અને બિનજરૂરી ગુસ્સાથી દૂર રહેવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી પુરતા પ્રમાણમાં અને સમયસર ભોજન અને ઉંધ લેજો. નવા સંબંધો વિકસાવવી શકો છો પરંતુ દરેક બાબતોનો વિચાર કરીને આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. અકસ્‍માતથી સંભાળવું. ઇષ્‍ટદેવનું નામસ્‍મરણ રાહત આપશે.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

આપનો આજનો દિવસ સુખશાંતિ અને આનંદમાં પસાર થશે. મિત્રો સાથે પાર્ટી, પિકનિક, સુંદર ભોજન અને નવા વસ્‍ત્ર પરિધાન આજના દિવસની વિશેષતા રહેશે. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ અને તેમની સાથેની મુલાકાત રોમાંચક રહેશે. વિચારોમાં આજે ઝડપથી પરિવર્તન આવે ભાગીદારીમાં લાભ, જાહેર જીવનમાં ખ્‍યાતિ- માનસન્‍માન મળે. શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

આજે આપનું સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. યશકિર્તી અને આનંદની પ્રાપ્તિ થાય. પરિવારજનો સાથે આનંદપુર્વક સમય પસાર થાય. આરોગ્‍ય સુખાકારી સારી રહે. વેપાર ધંધાની વિકાસ વૃદ્ધિ માટે આપનો દિવસ શુભફળદાયક નીવડશે. ધનલાભના યોગ છે. સહકાર્યકરોનો સાથ સહકાર મળશે. હરીફોને પરાજિત કરી શકશો. જોકે, કાનૂની બાબતોમાં આજે ન પડવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયક રહેશે. વૈચારિક સ્થિરતા અગાઉની તુલનાએ ઓછી હોવાથી શક્ય હોય ત્યાં સુધી મહત્‍વના નિર્ણયો ના લેવા. યાત્રા- પ્રવાસમાં આયોજનમાં ફેરફારની શક્યતા વધુ છે. ધારેલા કાર્યો પાર પાડવા માટે વધુ પરિશ્રમની તૈયારી રાખવી. જેઓ પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમણે અત્યારે સારવારમાં વધુ ધ્યાન આપવું પડશે.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

આજના દિવસે તાજગી સ્‍ફૂર્તિનું પ્રમાણ ઓછુ રહેવાની શક્યતા છે માટે કામ અને આરામ બંને વચ્ચે સંતુલન રાખવું. માતાના સ્વાસ્થ્યની આજે વધુ કાળજી લેવાની સલાહ છે. કુટુંબીજનો સાથે મહત્તમ સમય વિતાવજો અને દરેક સાથે સહકારની ભાવના રાખજો. આપનું શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સુધારવા માટે તમે યોગ અને મેડિટેશન કરી શકો છો. મકાન, વાહન વગેરેના દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી. સ્‍ત્રી તથા પાણીથી સાવચેત રહેવું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.