મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES : ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપના દિવસનો પ્રારંભ તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપના ઘરમાં મિત્રો અને સગા વ્હાલાઓ આવતા વાતાવરણ વધુ ખુશનુમા બની જશે. મિત્રો અને સ્વજનો દ્વારા મળેલી ભેટ આપને આનંદિત કરી મુકશે. આપને આજે નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે. આપને પ્રવાસ થવાના યોગ પણ છે. નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ છે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપે કોઇપણ નિર્ણય લેતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે. કોઇની સાથે ગેરસમજ હોય તો વહેલી તકે તેનો ઉકેલ લાવવો. શારીરિક સ્વસ્થતા માટે તમે કામમાંથી ટૂંકો વિરામ લઈ શકો છો. આપને મહેનતના પ્રમાણમાં ફળ મેળવવા માટે થોડી મહેનત વધારવી પડશે. આજે આપને વધુ ખર્ચ ટાળવા માટે સલાહ આપવામાં આવે છે.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આર્થિક, સામાજિક અને કૌટુંબિક ક્ષેત્રે લાભદાયી દિવસ છે.આપના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મિત્રો તરફથી લાભ થશે અને તેમની પાછળ ખર્ચ પણ થશે. રમણીય સ્થળે પ્રવાસ થવાથી આપનો દિવસ આનંદથી ભરપૂર બની જશે. યોગ્ય જીવનસાથીની શોધ માટે આજનો દિવસ ઘણો સારો છે. પરિવારજનો સાથે આપનો સુમેળ રહેશે અને લગ્નજીવનમાં વધુ નિકટતા રહેશે.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે ઓફિસમાં ઉપરી અધિકારીઓ આપનાથી ખુશ થઇને આપનો ઉત્સાહ વધારશે, આપની પદોન્નતિ કે પગારમાં વધારો થવાની પણ શક્યતા છે. આપના પરિવારજનો તેમ જ માતા સાથેના સંબંધો વધુ ગાઢ બને. આપના માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાથી આનંદ થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. સરકારી કામકાજ પણ સારી રીતે પાર પડશે તેમ જણાઈ રહ્યું છે.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. સુસ્તી અને કંટાળાને કારણે આપનો લય ખોરવાય નહીં તે માટે કામની સાથે સાથે સહકર્મીઓ સાથે રમૂજ અને અન્ય વિષયો પર ચર્ચા કરવાની સલાહ છે. જરૂર જણાય ત્યાં તેમનું માર્ગદર્શન લઈ શકો છો. પેટની તકલીફ હોય તેમણે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી. કામમાં વિરોધીઓ આપની પ્રગતિમાં અવરોધરૂપ થવાનો પ્રયાસ કરે પરંતુ ફાવી શકે તેમ નથી. આજે ઓફીસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વર્તનમાં સાચવજો. સ્વભાવની ઉગ્રતા ટાળવી. ધર્મ અને આધ્યાત્મિકતાને કારણે માનસિક સ્વસ્થતા પાછી મેળવી શકશો.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે આપને વાણી પર સંયમ રાખવાની સલાહ છે. નવા કાર્યની શરૂઆત માટે પણ સમય એકદમ તમારી તરફેણમાં નથી. સ્વભાવમાં ગુસ્સો વધુ શકે છે અને થોડો ઉશ્કેરાટ રહે. તેથી મગજને બને તેટલું શાંત રાખવા કોશિશ કરવી. કુટુંબીજનો સાથે ઉગ્ર વાદવિવાદના કારણે મનદુ:ખ ન થાય. શક્ય હોય તો પ્રવાસ ન કરવો. હિતશત્રુઓ તેમની ચાલમાં સફળ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. શારીરિક સ્વાસ્થ્ય બગડે. માનસિક અશાંતિ મનને વ્યગ્ર બનાવશે.
તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. રોજબરોજના કામકાજથી રાહત મનોરંજન મેળવવા આપ પાર્ટી, નાટક કે ફિલ્મ માણો તેમજ હરવા-ફરવાનું ગોઠવો અને મિત્રોને મળો તેવી શક્યતા છે. પ્રિયપાત્ર સાથેની નિકટતા આપને ખુશીની અનુભૂતિ કરાવશે. આપ કોઇ પ્રસંગ માટે નવા વસ્ત્ર-અલંકારો ખરીદશો. લોકો દ્વારા માન સન્માન મેળવી શકશો. તેમ જ જીવનસાથીની નિકટતા પણ માણી શકશો.
વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે પરિવારનું વાતાવરણ ખૂબ આનંદ ઉલ્લાસમય રહે. આપ તનમાં ચેતના અને સ્ફૂર્તિ તથા મનમાં આનંદનો અનુભવ કરો. હરીફો અને શત્રુઓની ચાલ નાકામિયાબ નીવડે. નોકરીધંધાના સ્થળે સહકર્મચારીઓનો સારો સહકાર સાંપડે. સ્ત્રીમિત્રો સાથે મિલન મુલાકાત થાય. આર્થિક લાભના સંકેત મળે છે. આપના અધૂરાં કામો પૂર્ણ થાય. બીમાર વ્યક્તિને બીમારીમાં રાહત મળતી જણાય.
ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપને સંતાનોના અભ્યાસ તેમજ સ્વાસ્થ્યની થોડી ચિંતા રહ્યા કરશે. પેટની લગતી તકલીફો આપને સતાવે. કામમાં સફળતા માટે આપને મહેનત વધારવાની ખાસ સલાહ છે. આપે આપના મિજાજને અંકુશમાં રાખવો જોઇએ. આપ કલા અને સાહિત્યમાં વધુ રસ લેતા થશો. આપના પ્રિયજનને મળીને આપ રોમાંચ અનુભવશો. આપે ચર્ચા અને વિવાદથી દૂર રહેવું જોઇએ.
મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપના શરીર અને મનમાં સુસ્તી અને સ્ફૂર્તિ વધારવા માટે કામ અને મનોરંજન તેમજ પારિવારિક જીવન વચ્ચે સંતુલન લાવવાની સલાહ છે. મનમાં અજંપો હોય તો તેને દૂર કરવા માટે રમુજી ફિલ્મો માણી શકો છો. પરિવાજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવો જેથી તેમના તરફથી પણ આપને સહકાર મળી શકે. આપને સમયસર ભોજન અને ઊંઘ લેવાની સલાહ છે. આપને સ્ત્રી વર્ગથી કોઇ નુકસાન ના થાય અથવા તેમની સાથે મતભેદ ટાળી શકાય તેમ માટે સતર્ક રહેવાની ટકોર કરવામાં આવે છે. આપને વધારે ખર્ચ ન થાય અને અપયશ ન મળે તેનું ધ્યાન રાખવું પડશે.
કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપ માનસિક હળવાશ અનુભવશો. કામ કરવામાં આપને ઉત્સાહ રહેશે. ભાઇભાંડુઓ સાથે ઘરના પ્રશ્નો સંબંધી ચર્ચા કે આયોજન કરશો અને આનંદપૂર્વક સમય પસાર કરશો. આપનું મન પ્રસન્ન રહેશે. મિત્રો- સ્નેહીજનોનું આગમન આપના આનંદમાં ઉમેરો કરશે. ટૂંકી મુસાફરી થાય. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મેળવશો. ભાગ્ય વૃદ્ધિ થાય. પ્રિયપાત્રનો સંગાથ આનંદ આપશે.
મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે ગુસ્સા પર કાબુ રાખી મૌન ધારણ કરવું વધારે યોગ્ય રહેશે, નહીં તો ક્યાંક ખટરાગ અને મનદુ:ખ થવાની સંભાવના હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત ખીસાનો ભાર હળવો કરવામાં પણ સંયમ રાખવાની જરૂર છે. નાણાંકીય બાબત તેમજ પૈસાની લેવડદેવડમાં બહુ સાચવીને કામ કરવું. શારીરિક અને માનસિક સ્વસ્થતા મધ્યમ રહે. પરિવારજનો સાથે કોઇ બાબતે મનદુ:ખ થાય નહીં તમે માટે વાણી અને વર્તન બંનેમાં પારદર્શકતા વધારવી. આ સમયમાં તમે મનમાંથી નકારાત્મક વિચારો દૂર હડસેલી દેજો. ખાવાપીવામાં ધ્યાન રાખવું.