મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
આજે આપ શરીર અને મનથી આંશિક અસ્વસ્થતા અનુભવશો. કામકાજમાં વધુ મહેનત કરવાથી દિવસના અંતે થોડા થાકી જશો. આથી આરોગ્યની કાળજી લેવાની ખાસ સલાહ છે. અપચો કે પેટને લગતાં દર્દ હોય તેમણે ભોજનમાં અતિશયોક્તિ ટાળવી. બીજા સાથે વાતચીત વખતે તમારા વિચારોમાં સકારાત્મકતા દેખાય તેનો પ્રયાસ કરવો. કોઇપણ બાબતમાં ઉતાવળા નિર્ણય ટાળવા. સંતાનોના પ્રશ્ને આપ વધુ વ્યસ્ત રહો તેવી શક્યતા છે. સરકાર તેમજ ઉપરી અધિકારીઓના સંબંધમાં કાર્ય સફળતા મળે. બને ત્યાં સુધી આજે મુસાફરી ન કરવી.
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:
આજે આપને જમીન, મકાન અને વાહન અંગે કોઇ વહેવાર ન કરવાની સલાહ આપવામાં આવે છે. છતાં આપ આપના રોજિંદા કાર્યોમાં ભરપૂર આત્મવિશ્વાસથી મને મક્કમ મનથી કામ કરી શકશો. પિતાની સંપત્તિથી લાભ થાય. કલાકારો અને રમતવીરોને તેમની પ્રતિભા પુરવાર કરવા મોકળું મેદાન મળે. સરકાર સાથેના નાણાકીય વ્યવહારમાં સારો દેખાવ કરે. સંતાનોની બાબતમાં ખર્ચ થાય.
મિથુન (મે 22 - જૂન 21) GEMINI:
નોકરી અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આજે દરેક રીતે લાભદાયી દિવસ છે. કારણ કે વ્યવસાયીઓને સરકારી લાભ થવાના અને નોકરિયાતો પર ઉપરી અધિકારીની કૃપા દૃષ્ટિ ઉતરવાના યોગ છે. આપના પડોશીઓ, ભાઇબહેનો કે મિત્રવર્તુળ સાથે આનંદપૂર્વક સમય પસાર કરો. નાનકડા પ્રવાસનું પણ આયોજન થાય. આજે આપના વિરોધીઓ કે હરીફોની ચાલ નિષ્ફળ જશે. તંદુરસ્તી સારી રહેશે. આજે આપના વિચારો ઝડપથી બદલાશે તેથી ઘટનાઓમાં પણ ઝડપી ફેરફાર થશે અને આપ તેમાં વ્યસ્ત રહેશો.
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
પરિવારના સભ્યો સાથે આજે આપને કોઇ ગેરસમજ ટાળવાની સલાહ છે અને જો કદાચ કોઈ બાબતે આ સ્થિતિ સર્જાય તો ઉગ્ર થવાના બદલે શાંતિથી ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવો. જેથી કુટુંબના સભ્યોની લાગણીઓને વધુ આદર આપવો. મનમાં સકારાત્મક વિચારો અને આધ્યાત્મિકતા લાવવાથી તમને ઘણી માનસિક રાહત લાગશે અને તેનાથી કામકાજમાં ઘણી સારી અસર પડશે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં આયોજનપૂર્વક આગળ વધવાની સલાહ છે. મિત્રો કે કુટુંબના સભ્યો સાથે શક્ય હોય ત્યાં સુધી અતિ ઉગ્ર બનવાનું ટાળવું. સમયસર ભોજન અને પૂરતી ઉંઘનો આગ્રહ રાખજો.
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
આપને આજે ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવાની સલાહ છે. વાણી અને વર્તનમાં પણ ઉગ્રતા રહે તેથી સંભાળીને કામ લેવું. મક્કમ મનોબળ આપને કોઇ ચોક્કસ નિર્ણય પર લાવી શકશે. વડીલ વર્ગ તરફથી ફાયદો થાય. માન- પ્રતિષ્ઠામાં વધારો થશે. વાણી અને વર્તન સંયમિત રાખવા. આરોગ્ય અંગે થોડીક ફરિયાદ રહે. સરકારી કર્મચારીઓ તરફથી લાભ થાય. લગ્નજીવનમાં સંવાદિતા જળવાશે.
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
આપને આજના દિવસમાં કોઈની સાથે સંબંધોમાં તણાવ આવે તેવી પરિસ્થિતિથી દૂર રહેવાની સલાહ છે. આજે અતિ લાગણીશીલ બનવાના બદલે વ્યવહારુ અને તટસ્થ વલણ અપનાવજો. મિત્રો સાથેની વાતચીતમાં સૌમ્ય બનવું. વાણી પર સંયમ રાખશો તો સંબંધોનો અનોખો આનંદ માણી શકશો. ઓચિંતા ધનખર્ચને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી રાખવી. મનમાં વ્યગ્રતા ઉભી થાય તેવા વિચારોથી દૂર રહેવું. નોકરિયાતોના હાથ નીચેના માણસો પાસેથી અપેક્ષા કરતા ઓછો સહકાર મળે.
તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
આજના દિવસે આપ ખૂબ આનંદમાં હશો. આપની આવક અને વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. કુટુંબના સભ્યો અને દોસ્તો સાથે હસીખુશીની પળોમાં મશગુલ બનશો. મહિલા વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. નાનકડી મુસાફરી આપને આનંદથી પ્રફુલ્લિત કરી દેશે. જીવનસાથીના પ્રેમની વર્ષા આપને ભીંજવી નાખશે. એકંદરે આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર કરશો.
વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :
આજે આપનું આરોગ્ય સારું રહેશે. આપના દરેક કાર્યો આસાનીથી પાર પડે. આપનો હોદ્દો, માન મોભામાં વૃદ્ધિ થાય. ધનલાભના યોગો છે. ઓફિસમાં સહકર્મચારીઓ સાથે સહકારથી કામ થશે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે, વેપારીઓને ધંધાર્થે મુસાફરી થાય. સંતાનોની પ્રગતિ સંતોષકારક રહે.
ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :
આજે કોઇપણ પ્રકારનું જોખમ ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. વ્યવસાયમાં વિઘ્નો આવે. ભાગ્યનો સાથ મળવાની આશાઓ બાંધવાના બદલે આત્મવિશ્વાસ અને આત્મબળથી આગળ વધવાની વૃત્તિ રાખવી. તબિયતમાં પણ થોડી સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને ઋતુગત સમસ્યાઓથી સાચવવાની સલાહ છે. હરીફો સાથે વાદવિવાદમાં ઉતરવાના બદલે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કામકાજમાં ગુણવત્તા વધારવી. ઉપરી અધિકારીઓ સાથે વાતચીતમાં સૌમ્ય રહેવાની સલાહ છે.
મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :
આજે આપને નકારાત્મક વિચારસરણી ન ધરાવવાની સલાહ છે. ગુસ્સાને વશમાં રાખવાની ઘણી આફતોમાંથી બચી જશો. ભાગીદારો સાથેના સંબંધોમાં કડવાશ ઉભી થાય. આજે કોઇક કારણસર અચાનક બહારગામ જવાનો પ્રસંગ ઉભો થાય અને આપને અચાનક ખર્ચ થાય. સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નવા સંબંધો બાંધતી વખતે સાવધાની રાખવી. ગોઠવણમાં પીડા થાય. ભાગીદારો સાથે મતભેદો નિવારવા.
કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :
આજે આપનામાં આત્મવિશ્વાસ અને દ્રઠ મનોબળ ભરપૂર પ્રમાણમાં હશે તેમ જ આપનો દિવસ પ્રેમ અને રોમાન્સથી વધુ ઉલ્લાસિત બનશે. આપ વિજાતીય વ્યક્તિઓ સાથે મિત્રતા કરશો. પ્રવાસ, મોજમસ્તી, સ્વાદિષ્ટ ભોજન, નવા પરિધાન આપના આનંદમાં ઘણો વધારો કરશે. ભાગીદારીથી આપને લાભ થઇ શકે છે. પરીણિત લોકો સારું દાંપત્યજીવન માણી શકશે.
મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :
ઘરમાં શાંતિ અને આનંદના વાતાવરણની હકારાત્મક અસર આપના કામ પર જોવા મળશે તેમ જણાઈ રહ્યું છે. પણ આપે ગરમ સ્વભાવ તેમ જ જીભ પર અંકુશ રાખવો પડશે. આપની સાથે તેમજ હાથ નીચે કામ કરતા લોકોનો સહકાર આપ મેળવી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે.