- ચન્નીને પંજાબ કોગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂના નજીકના માનવામાં આવે છે
- ચરણજીત સિંહ ચન્ની પંજાબના પ્રથમ દલિત મુખ્યપ્રધાન હશે
- વિધાનસભામાં નેતા વિપક્ષ અને સરકારમાં પ્રધાનની ભૂમિકા પણ નિભાવી ચૂક્યા છે
હૈદરાબાદ- ચરણજીત સિંહ ચન્ની પંજાબના પ્રથમ દલિત મુખ્યપ્રધાન હશે. ચંડીગઢમાં યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં ચરણજીત સિંહ ચન્નીને નેતા પસંદ કરવામાં આવ્યા છે. ચન્નીને પંજાબ કોગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂના નજીકના માનવામાં આવે છે. આવો જાણીએ કે કેવી રહી ચરણજીત સિંહ ચન્નીની મુખ્યપ્રધાન બનવા સુધીની સફર.
પંજાબ કોંગ્રેસનો દલિત ચહેરો
ચરણજીત સિંહ ચન્ની કોંગ્રેસનો દલિત ચહેરો છે અને પંજાબના ચમકૌર સાહિબ બેઠકના ધારાસભ્ય છે. તેઓ વિધાનસભામાં નેતા વિપક્ષ અને સરકારમાં પ્રધાનની ભૂમિકા પણ નિભાવી ચૂક્યા છે. ચન્ની કોંગ્રેસ પાર્ટીના યુવા ચહેરા તરીકે ઓળખાઇ રહ્યા છે. તેમની ઉંમર લગભગ 48 વર્ષ છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના ચમકૌર સાહિબ બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય છે. 2012ની ચૂંટણીમાં તેઓ પોતાના નજીકના પ્રતિદ્વંદ્વીને 3659 મતથી હરાવીને જીત્યા હતા.

અમરિંદર સરકારમાં કેબિનેટ પ્રધાન હતા ચન્ની
તેઓ ચમકૌર સાહિત બેઠકથી ત્રણ વાર ધારાસભ્ય બની ચૂક્યા છે. પંજાબના નવા બનેલા મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની રામદાસિયા શિખ કમ્યૂનિટી સાથે સંબંધ રાખે છે. 16 માર્ચ 2017માં કેપ્ટન અમરિંદર સિંહની કેબિનેટમાં તેમને સ્થાન આપવામાં આવ્યું હતું.

પરિવાર અને જીવન
ચન્નીનો જન્મ 1973માં પંજાબના મોહાલીમાં થયો હતો. તેઓ પોસ્ટ ગ્રેજ્યૂએટ છે, તેમના પિતાનું નામ હર્ષા સિંહ અને માતાનું નામ લેટ અજમેર કૌર છે, ચન્ની હૈંડબોલના ખેલાડી રહી ચૂક્યા છે. ચન્નીએ હૈંડબોલમાં યૂનિવર્સિટીમાં ત્રણ વાર ગોલ્ડ મેડલીસ્ટ રહ્યા છે, તેઓ સ્કૂલના સમયથી જ એનસીસી અને એનએસએસ જેવા સામાજિક કાર્યક્રમમોમાં ભાગ લેતા આવ્યા છે. ચરણજીત સિંહ ચન્નીએ ઉચ્ચ શિક્ષા માટે શ્રી ગુરુ ગોવિંદ સિંહ કોલેજ ચંડીગઢમાં એડમિશન લીધું અને ત્યાંથી ગ્રેજ્યુએશન કર્યુ ત્યારબાદ તેઓ ચંડીગઢ પંજાબ યુનિવર્સિટીમાં લો ની ડિગ્રી પણ કરી છે.

રાજનૈતિક જીવન
ચન્નીને નવજોત સિંહ સિદ્ધૂના ઘણા નજીકના છે. 2007માં તેઓ પહેલીવાર વિધાનસભા હલકા ચમકૌર સાહિબથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ તેઓ સતત 3 વાર વિધાનસભા ક્ષેત્ર ચમકૌર સાહિબથી ધારાસભ્ય બન્યા. 2017માં પંજાબમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ચરણજીત સિંહ ચન્નીને ટેક્નિકલ એજ્યુકેશન અને ઇન્ડસ્ચટ્રીયલ ટ્રેનીંગ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
