પુણે: શુક્રવારે શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના (Pakistan Zindabad slogans in Pune) નારા સંભળાયા હતા. જ્યાં PFI કેડર્સ તેમના સંગઠન (PFI cadres their association) સામે ED, CBI,પોલીસના દરોડાના વિરોધમાં એકઠા થયા હતા. પોલીસ દ્વારા કેટલાક કાર્યકરોની અટકાયત (Detention of PFI workers) કરવામાં આવી હતી. આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. PFI પર NIAના દરોડા અંગે ગઈ કાલે જિલ્લા કલેક્ટર ઑફિસની સામે વિરોધ કરવા માટે ગેરકાયદેસર ભેગા થવા બદલ પુણે શહેરમાં રિયાઝ સૈયદ નામના વ્યક્તિ અને 60 થી 70 PFI કાર્યકરો (Case against PFI workers) સામે કેસ નોંધવામાં આવ્યો હતો, પુણે પોલીસે જણાવ્યું હતું.
સરકારના તંત્ર સામે સૂત્રોચ્ચાર: પુણેમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા મુદ્દે, પોલીસ દ્વારા આવું કહેવામા આવી રહ્યું છે કે, આવા કોઈ સૂત્રોચાર કરવામાં આવ્યા ન હતા. વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેખાવકારો વતી કેન્દ્ર સરકારના તંત્ર સામે જોરદાર (ED, CBI, Police raids against PFI organization) સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આ નારા લગાવવા દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાનો આરોપ છે. આથી આ કૂચ હવે વિવાદમાં સપડાય તેવું જોવા મળી રહ્યું છે,
અફવા ન ફેલાવવા વિનંતી: મીડિયાએ આ સંદર્ભે માહિતી માટે, પોલીસ કમિશનર (Pune Police Commissioner Amitabh Gupta) અમિતાભ ગુપ્તા અને ડેપ્યુટી પોલીસ કમિશનર સાગર પાટીલનો સંપર્ક કર્યો તો તેઓએ સ્પષ્ટતા કરી કે, આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કમિશનરે એવી પણ અફવા ન ફેલાવવા વિનંતી કરી છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં ઘણા લોકો કહે છે કે, પાકિસ્તાન ઝિંદાબાદના નારા સંભળાય છે. ખરેખર નારા લગાવવામાં આવ્યા હતા કે, કેમ તે અંગે મૂંઝવણ ઉભી થઈ છે. આ સંદર્ભે પુણે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને નાગરિકોને શાંત રહેવા અને કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરવામાં આવી છે.