ETV Bharat / bharat

Chandrayaan-3 News: ચંદ્રયાન-3 પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવાની તૈયારી કરશે - ઈસરો

ઈસરો જણાવે છે કે ચંદ્રયાન પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવાની તૈયારી કરશે. ઈસરોના ચેરમેન એસ. સોમનાથ જણાવે છે કે લેન્ડિંગની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા લેન્ડરને 30 કિમીની ઝડપે ઊંચાઈથી છેલ્લું લેન્ડિંગ કરવાનું છે. બેસ્ટ ઓફ લક ચંદ્રયાન-3.

ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ અલગ થશે
ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ અગલ થશે
author img

By

Published : Aug 17, 2023, 3:07 PM IST

બેંગાલુરૂઃ ભારતના મહત્વપૂર્ણ અભિયાન ચંદ્રયાન-3માં બુધવારે ચંદ્રયાન પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્રની છેલ્લી અને પાંચમી કક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ગયું છે. હવે યાન ચંદ્રની સપાટીની વધુ નજીક આવી ગયું છે. ઈસરો જણાવે છે કે હવે ચંદ્રયાન પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવાની તૈયારી કરશે.ઈસરોએ ટ્વિટ કર્યુ હતું કે આજની પ્રક્રિયાની સફળતા બાકી રહેલી સમગ્ર પ્રક્રિયા માટે અતિઆવશ્યક હતી. આ પ્રક્રિયા બાદ ચંદ્રયાન-3 ચંદ્રની 153 કિમી X163 કિમીની કક્ષામાં સ્થાપતિ થઈ ગયું છે. જેનું અનુમાન ઈસરો દ્વારા કરાયું હતું. આ સાથે જ ચંદ્રયાનની ચંદ્રની સીમામાં પ્રવેશવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આજે એટલે કે 17 ઓગસ્ટે ચંદ્રયાન-3થી પ્રોપ્લશન મોડ્યૂલ અને લેન્ડર અલગ થવા માટે તૈયાર છે. 14 જુલાઈએ ઉડાન ભર્યા બાદ 5 ઓગસ્ટે ચંદ્રયાને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 6, 9 અને 14 ઓગસ્ટે ચંદ્રની બીજી કક્ષાઓમાં પ્રવેશ કરીને ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે.

ગતિ ધીમી કરવાની પ્રક્રિયાઃ ડીબૂસ્ટ અલગ થયા બાદ લેન્ડરને ચંદ્રની એવી કક્ષામાં પ્રસ્થાપિત કરવામાં આવશે કે જ્યાં પેરિલ્યૂન ચંદ્રનું નજીકનું સ્થળ 30 કિમી અને અપોલ્યૂન ચંદ્રથી દૂરનું સ્થળ 100 કિમી હોય.23 ઓગસ્ટે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણી ધૃવ પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયત્ન કરશે.લેન્ડિંગની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા લેન્ડરને 30 કિમીની ઝડપે ઊંચાઈથી છેલ્લું લેન્ડિંગ કરવાનું છે. લેન્ડરને ક્ષિતિજને સમાંતર રાખીને સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આપણે પૂરેપૂરી ક્ષમતાથી કાર્ય કરવું પડે છે.

ચંદ્રયાન-2ને નડેલી સમસ્યાઃ સોમનાથે કહ્યું, લેન્ડિંગ પ્રક્રિયાનો શરૂઆતનો વેગ લગભગ 1.68 કિમી પ્રતિ સેકન્ડ છે, પરંતુ આ ગતિ ચંદ્રની સપાટીની ક્ષિતિજને સમાંતર છે અહીં ચંદ્રયાન-3 લગભગ 90 ડિગ્રી નમેલું છે તેને લંબવત કરવું પડશે. ક્ષિતિજને સમાંતર રહેલા યાનને લંબવત કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ગાણિતિક છે. અમે આ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન કર્યુ છે. આ એ જ પ્રક્રિયા છે જેમાં ચંદ્રયાન-2ને મુશ્કેલી નડી હતી.

ઈંધણના પૂરવઠા પર અપાયું ધ્યાનઃ તેમણે ઈંધણના પુરવઠા વિશે વાત કરતા કહ્યું કે ઈંધણ ઓછુ ના થાય અને અંતરની ગણતરી જેવી દરેક ગણતરી યોગ્ય થાય તેનું અમે ધ્યાન રાખ્યું છે. આ પ્રક્રિયાનો વારંવાર અભ્યાસ કરવામાં આવ્યો છે, માર્ગદર્શન ડિઝાઈન બદલવામાં આવી છે.યોગ્ય રીતે લેન્ડિંગ કરવામાં ઘણા બધા અલગોરિધમ લગાવાયા છે. 14 જુલાઈની ઉડાન બાદ 3 અઠવાડિયામાં ચંદ્રયાન-3 ચંદ્રની પાંચેય કક્ષામાં ક્રમબદ્ધ રીતે સ્થાપિત થયું છે.

લેન્ડર અને રોવરની કામગીરીઃ એક ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું. ચંદ્રયાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ કરે અને છેલ્લે સુધી કાર્યક્ષમ રહે તે ચંદ્રયાન-2 કરતા આગળનું અભિયાન છે. આમાં એક સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને એક રોવરનો પણ સમાવેશ થાય છે. જેનો હેતુ ગ્રહો વચ્ચેના મિશન અને જરૂરી નવી ટેકનીકને વિક્સિત કરવાનો છે.

લેન્ડિંગ એક મહત્વની ક્ષણઃ પ્રોપલ્શન મોડ્યુલ સિવાય લેન્ડર અને રોવર ચંદ્રમાની કક્ષાથી 100 કિમી દૂર છે. ચંદ્રની કક્ષા અને પૃથ્વીના ધૃવિય મેટ્રિક માપના અભ્યાસ માટે યાનમાં સ્પેક્ટ્રો પોલેરિમેટ્રી ઓફ હેબિટેબલ પ્લાનેટ અર્થ લગાડવામાં આવ્યા છે. આ મિશનની અત્યાર સુધીની સફળતા બાદ ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે. શિવને કહ્યું કે 23 ઓગસ્ટે લેન્ડર ચંદ્રની સપાટીને સ્પર્શે તે એક મહત્વની ક્ષણ હશે જેની આપણે આતૂરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

ચંદ્રયાન-2માં નડેલી મુશ્કેલીઓ દૂર કરીઃ ચંદ્રયાન-2 મિશનનું નેતૃત્વ કે.શિવને કર્યુ હતું. તેમણે કહ્યું કે ચંદ્રયાન 2એ દરેક સોપાન સફળતાથી પાર પાડ્યા હતા અને લેન્ડિંગના બીજા ચરણમાં તકલીફ થવાથી ચંદ્રયાન-2ને સફળતા ન મળી. હવે લેન્ડિંગ પ્રક્રિયાની સૌથી વધુ ચિંતા છે કારણ કે તે છેલ્લા મિશનમાં નિષ્ફળ થઈ હતી. આ વખતે આ બહેતરીન પળ આપણે માણી શકીશું કારણ કે ચંદ્રયાન-2માં થયેલી વિફળતાઓને અમે સમજી લીધી હતી. અમે આ વિફળતાઓ પર કામ કર્યુ છે તેમજ જ્યાં માર્જિન ઓછું હતું ત્યાં વધુ માર્જિન ઉમેરવામાં આવ્યું છે. આ વખતે મિશન સફળ થશે અમને પૂરો વિશ્વાસ છે.

ચંદ્રયાન-3 બે ભાગમાં વિભાજિત થશેઃ ચંદ્રયાન-3 અભિયાનનો ઉદ્દેશ્ય ચંદ્રમાની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ કરવાનો છે. ચંદ્રમા પર રોવર ચાલે અને ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગોનું સંચાલન કરવાનું છે. આવતીકાલની પ્રક્રિયા બહુ મહત્વપૂર્ણ છે. ચંદ્રયાન-3 આ પ્રક્રિયામાં બે ભાગોમાં વિભાજિત કરશે એક છે પ્રોપલ્શન મોડ્યુલર અને લેન્ડર.

ચંદ્રની સપાટીનું રાસાયણિક વિશ્લેષણ થશેઃ ભારતના પહેલા મિશન ચંદ્રયાન-1ની પરિયોજના ડાયરેક્ટર ડૉ. એમ. અન્નાદુરાઈએ જણાવ્યું કે પ્રોપલ્શન મોડ્યુલરથી લેન્ડર અલગ થાય ત્યાર બાદ લેન્ડરની પ્રાથમિક તપાસ કરાશે. ચાર મુખ્ય થ્રસ્ટર્સ, જે લેન્ડરને ચંદ્રની સપાટી પર સરળતાથી ઉતરાણ કરાવશે જેની સાથે સાથે સેન્સરનું પરિક્ષણ પણ આવશ્યક છે. પછી આ લેન્ડર પેરિલ્યૂન અને અપોલ્યૂનમાં જવા માટે પોતાનો રસ્તો બનાવશે ત્યાંથી 23 ઓગસ્ટે સવારે ચંદ્ર પરનો પ્રવાસ શરૂ થશે. લેન્ડરમાં ચંદ્ર પર એક વિશિષ્ટ સ્થળે સોફ્ટ લેન્ડિંગ કરવાની અને રોવરને સેટ કરવાની ક્ષમતા હશે જેની ગતિશીલતા દરમિયાન ચંદ્રની સપાટીનું રાસાયણિક વિશ્લેષણ કરી શકાય. લેન્ડર અને રોવરની પાસે ચંદ્રની સપાટી પર પ્રયોગ કરવા માટે વૈજ્ઞાનિક પેલોડ છે.

  1. Chandrayaan 3: ચંદ્રયાન 3 ચંદ્રની નજીક પહોંચ્યું, ચોથી વખત ભ્રમણકક્ષા બદલાઈ
  2. Chandrayaan 3: ફ્લાઈટમાંથી ચંદ્રયાન-3 કેવું દેખાયું, જુઓ અદભૂત વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.