રાજસ્થાન : ચંદ્રયાન 3 ને ચંદ્ર પર લેન્ડ થવાના હવે છેલ્લા કલાકો ગણાઈ રહ્યા છે. ત્યારે ETV BHARAT ચંદ્રયાન 2 અને મિશન મંગલયાનમાં કામ કરી ચૂકેલા ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક મનીષ પુરોહિત સાથે આ અંગે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન 3 ચોક્કસપણે ચંદ્ર પર પહોંચશે જેના પછી સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધશે.
બસ એક દિવસ દૂર ! વૈજ્ઞાનિક મનીષ પુરોહિતનું કહેવું છે કે, ચંદ્રયાન 2માં થયેલી ભૂલને સુધારી લેવામાં આવી છે. ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરવા જઈ રહ્યું છે. જેને લઈને દેશવાસીઓ ખુશ છે. દેશ માટે આ એક મોટી ઉપલબ્ધિ હશે. ચંદ્રયાન-3 ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે જે અત્યાર સુધી કોઈ દેશ કરી શક્યું નથી. ત્યારબાદ સમગ્ર વિશ્વની નજર ભારત પર રહેશે. જો કોઈ દેશ કંઈક નવું કરવા માંગતા હશે તો તે ભારત તરફ જોશે.
-
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
‘Welcome, buddy!’
Ch-2 orbiter formally welcomed Ch-3 LM.
Two-way communication between the two is established.
MOX has now more routes to reach the LM.
Update: Live telecast of Landing event begins at 17:20 Hrs. IST.#Chandrayaan_3 #Ch3
">Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 21, 2023
‘Welcome, buddy!’
Ch-2 orbiter formally welcomed Ch-3 LM.
Two-way communication between the two is established.
MOX has now more routes to reach the LM.
Update: Live telecast of Landing event begins at 17:20 Hrs. IST.#Chandrayaan_3 #Ch3Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 21, 2023
‘Welcome, buddy!’
Ch-2 orbiter formally welcomed Ch-3 LM.
Two-way communication between the two is established.
MOX has now more routes to reach the LM.
Update: Live telecast of Landing event begins at 17:20 Hrs. IST.#Chandrayaan_3 #Ch3
ચંદ્રયાન 3 નું લેન્ડીંગ : મનીષ પુરોહિતે ચંદ્રયાનના લેન્ડિંગની આખી પ્રક્રિયા સમજાવતા કહ્યું કે, અત્યારે આપણું ચંદ્રયાનનું વિક્રમ લેન્ડર ચંદ્રથી 25 કિલોમીટર દૂર છે. 23 ઓગસ્ટે 25 કિલોમીટરના અંતરેથી ચંદ્રયાન 3 લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આખી પ્રક્રિયામાં 17 થી 18 મિનિટનો સમય લાગે છે. તે સમયે આપણું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પરથી ઊતરતી વખતે 25 કિલોમીટરનું અંતર 17 મિનિટમાં કાપશે. બીજી રીતે જોઈએ તો 1 પોઇન્ટ 10 સેકન્ડમાં 6 કિલોમીટરનું અંતર કાપશે. ચંદ્રયાન-3 માં સ્થાપિત સેન્સર દ્વારા પહેલા જમીનથી 800 મીટરના અંતરેથી ફોટા લેવામાં આવશે. ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધશે. ચંદ્રયાન-3 માં લગાવવામાં આવેલા સેન્સર દ્વારા સ્પષ્ટતા બાદ તેને ચંદ્ર પર લેન્ડ કરવામાં આવશે.
ચંદ્રયાન 3 ચોક્કસપણે ચંદ્ર પર પહોંચશે જેના પછી સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધશે. ચંદ્રયાન 2 માં થયેલી ભૂલને સુધારી લેવામાં આવી છે. ચંદ્રયાન 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ઉતરવા જઈ રહ્યું છે. જેને લઈને દેશવાસીઓ ખુશ છે. દેશ માટે આ એક મોટી ઉપલબ્ધિ હશે. ચંદ્રયાન-3 ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે, જે અત્યાર સુધી કોઈ દેશ કરી શક્યું નથી. ત્યારબાદ સમગ્ર વિશ્વની નજર ભારત પર રહેશે. જો કોઈ દેશ કંઈક નવું કરવા માંગે છે તો તે ભારત તરફ જોશે.-- મનીષ પુરોહિત (ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક)
ભૂલમાંથી મળી શીખ : ઈસરો દાવો કરી રહ્યું છે કે, કોઈપણ સંજોગોમાં ચંદ્રયાન 3 મિશનને સફળતા મળશે. આ સવાલ પર વૈજ્ઞાનિકે કહ્યું કે, અમે ચંદ્રયાન-2 માં થયેલી તમામ ભૂલોનો વિગતવાર અભ્યાસ કર્યો છે. તે પછી તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ચંદ્રયાન 3 માં તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સેન્સર અને કેમેરામાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 ના સમયે 38 સેકન્ડનો એવો સમય આવી ગયો હતો કે તે સમયે ચંદ્રયાન-2માં કોઈ એરર આવી હતી. આ વખતે એવો સુધારો કરવામાં આવ્યો છે કે, ભૂલ નહીં આવે.
-
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).
This camera that assists in locating a safe landing area -- without boulders or deep trenches -- during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB
">Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 21, 2023
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).
This camera that assists in locating a safe landing area -- without boulders or deep trenches -- during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHBChandrayaan-3 Mission:
— ISRO (@isro) August 21, 2023
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).
This camera that assists in locating a safe landing area -- without boulders or deep trenches -- during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB
ચંદ્રયાન 3 માં સુધારા : વૈજ્ઞાનિક મનીષ પુરોહિતના જણાવ્યા અનુસાર ચંદ્રયાન 2માં પાંચ એન્જિન હતા. આ વખતે એક એન્જિન ઘટાડવામાં આવ્યું છે અને માત્ર ચાર એન્જિન પર ચંદ્રયાન 3 નિર્ભર છે. આ વખતે વધુ ઇંધણ લેવામાં આવ્યું છે. કારણ કે ઇંધણનો અભાવ વધુ ઘાતક છે. ઘણા નાના ફેરફારો કરવામાં આવ્યા છે. મનીષ પુરોહિતે કહ્યું કે, આ વખતે 100 ટકા સફળતા મળશે.