બેંગલુરુ : ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. રોવર પ્રજ્ઞાન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે અને રસ્તામાં મળેલા પદાર્થોનું વિશ્લેષણ પણ કરી રહ્યું છે. આ તમામ આંકડા ઈસરો હેડક્વાર્ટર ખાતે પ્રાપ્ત થઈ રહ્યા છે. ઈસરોએ આજે પ્રજ્ઞાનની તસવીર જાહેર કરી છે. આ ચિત્ર ખૂબ જ રસપ્રદ છે.
-
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
On August 27, 2023, the Rover came across a 4-meter diameter crater positioned 3 meters ahead of its location.
The Rover was commanded to retrace the path.
It's now safely heading on a new path.#Chandrayaan_3#Ch3 pic.twitter.com/QfOmqDYvSF
">Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 28, 2023
On August 27, 2023, the Rover came across a 4-meter diameter crater positioned 3 meters ahead of its location.
The Rover was commanded to retrace the path.
It's now safely heading on a new path.#Chandrayaan_3#Ch3 pic.twitter.com/QfOmqDYvSFChandrayaan-3 Mission:
— ISRO (@isro) August 28, 2023
On August 27, 2023, the Rover came across a 4-meter diameter crater positioned 3 meters ahead of its location.
The Rover was commanded to retrace the path.
It's now safely heading on a new path.#Chandrayaan_3#Ch3 pic.twitter.com/QfOmqDYvSF
આ કારણોસર રોવર પ્રજ્ઞાને રસ્તો બદલ્યો : આજે રોવરની સામે ચાર મીટરના વ્યાસ સાથેનો ખાડો દેખાયો હતો, જેના પછી રોવર આગળ વધતા અટકી ગયું અને તેની દિશા બદલી હતી. સામે ખાડો જોઈને તેને દિશા બદલવા માટે કહેવામાં આવ્યું હતું, જે પછી પ્રજ્ઞાન આગળ વધ્યું હતું. આ તસવીર 27 ઓગસ્ટની છે. આ મુજબ, જ્યારે રોવર ત્રણ મીટર આગળ વધ્યું ત્યારે તેને ચાર મીટરની ત્રિજ્યાવાળો ખાડો દેખાયો હતો.
ચંદ્ર પર કરી રહ્યું છે કામ : આ પછી તરત જ રોવરને તેની દિશા બદલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રોવરે એ દિશા પ્રમાણે પોતાની દિશા બદલી હતી. ઈસરોના જણાવ્યા અનુસાર, તે પછી રોવર સંપૂર્ણ રીતે કામ કરી રહ્યું છે અને તમામ પરિમાણો સામાન્ય છે. પ્રજ્ઞાનનું વજન 26 કિલો છે. તેમાં છ પૈડાં છે. પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતર્યા બાદ લેન્ડરમાંથી બહાર આવ્યું હતું. લેન્ડરનું લેન્ડિંગ 23 ઓગસ્ટના રોજ થયું હતું. ત્યારપછી પાંચ દિવસ વીતી ગયા છે. રોવર પાસે હજુ નવ દિવસ બાકી છે. તે પછી ચંદ્રના આ ભાગમાં સૂર્યપ્રકાશ આવવાનું બંધ થઈ જશે. ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડ કરનાર પ્રથમ લેન્ડર બન્યું છે.