બેંગલુરુ : ચંદ્રયાન-3 મિશનના લેન્ડર મોડ્યુલને બુધવારે ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા પહેલા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના ભૂતપૂર્વ અધ્યક્ષ જી. માધવન નાયર ઈચ્છે છે કે બધું જ યોજના પ્રમાણે ચાલે. તેમણે કહ્યું કે 'લેન્ડિંગની પ્રક્રિયા' એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને દરેકને સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે તેની સફળતા માટે તમામ સિસ્ટમ્સ સાથે મળીને કામ કરે તે જરૂરી છે.
ચંદ્રયાન 3 ના લેન્ડિશ વિશે ભૂતપૂર્વ ISRO વડા માધવન નાયરનું મંત્વય : ચંદ્રયાન-1 મિશનના પ્રક્ષેપણ સમયે 2008માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું નેતૃત્વ કરનાર નાયરે જણાવ્યું હતું કે, ગ્રહોની શોધખોળના આગલા તબક્કામાં ISRO માટે સફળ લેન્ડિંગ એક ઉત્તમ શરૂઆત હશે. તેમણે સોમવારે કહ્યું કે, 'આ લેન્ડિંગ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. અમે ચંદ્રની સપાટીથી છેલ્લા બે કિલોમીટરમાં ચંદ્રયાન-2 મિશનમાં ચંદ્ર પર આવું સોફ્ટ લેન્ડિંગ થાય તે ચૂકી ગયા હતા. નાયરે કહ્યું, 'તેથી ઘણી બધી વસ્તુઓ છે જેમાં એકસાથે કામ કરવું પડે છે. થ્રસ્ટર્સ, સેન્સર, અલ્ટિમીટર, કોમ્પ્યુટર સોફ્ટવેર અને બીજું બધું. જો ક્યાંય પણ ગરબડ થાય તો, આપણે મુશ્કેલીમાં આવી શકીએ છીએ.
આ પ્રકારની પ્રોસેસ માંથી થશે પસાર : તેમણે વધુમાં કહ્યું કે, 'આપણે ખરેખર જાગ્રત અને જોવાની જરૂર છે. અલબત્ત, હું સમજું છું કે ISRO એ પૂરતું સિમ્યુલેશન કર્યું છે અને રિડન્ડન્સી પર પણ કામ કર્યું છે જેથી આવી નિષ્ફળતાની શક્યતા ઓછી છે. તેમ છતાં, આપણે આપણી બાજુથી પ્રાર્થના કરવી પડશે. ISRO અનુસાર, રોવરની સાથે લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.04 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી અપેક્ષા છે. "અમે ચંદ્રની સપાટી પરથી જે ડેટા એકત્રિત કરી શકીએ છીએ તે કેટલાક ખનિજો, દુર્લભ ખનિજો, .હિલીયમ-3 અને તેથી વધુને ઓળખવામાં ઉપયોગી થશે." ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સંશોધન કે માનવ હાજરી માટે આપણે કેવા પ્રકારની વ્યવસ્થા કરી શકીએ તે ચકાસવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. આ સફળ સોફ્ટ-લેન્ડિંગ ઇસરોના ગ્રહોની શોધખોળના આગામી તબક્કા માટે એક મોટી શરૂઆત થવા જઈ રહી છે.