ETV Bharat / bharat

Chandrayaan-3: 4 દિ'માં ચંદ્ર પર પહોંચનારા યાનને 40 દિવસ મોડું કરવા પાછળ ઇસરોનો છે મસ્ત આઇડ્યા

ચંદ્રયાન-3 મિશનનું નવું યાન 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે. વાસ્તવમાં, ચંદ્રયાનમાં ફ્યૂલ સ્ટોક મર્યાદિત છે. જો તેને સીધું ચંદ્ર પર મોકલીશું તો તમામ ઇંધણનો એક જ ટુરમાં ખર્ચ થઈ જશે. તેના બદલે તેને પૃથ્વીની આસપાસ ફરવા માટે છોડી દેવામાં આવે છે. મિશનને કુલ પાંચ ભ્રમણકક્ષા બદલવામાં લગભગ 40 દિવસ લાગશે.

Chandrayaan-3: 4 દિ'માં ચંદ્ર પર પહોંચનારા યાનને 40 દિવસ મોડું કરવા પાછળ ઇસરોનો છે મસ્ત આઇડ્યા
Chandrayaan-3: 4 દિ'માં ચંદ્ર પર પહોંચનારા યાનને 40 દિવસ મોડું કરવા પાછળ ઇસરોનો છે મસ્ત આઇડ્યા
author img

By

Published : Jul 20, 2023, 8:57 AM IST

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેનું ચંદ્રયાન-3 મિશન તારીખ 14 જુલાઈએ લોન્ચ કર્યું હતું. હવે ચંદ્રયાન-3 તેના મિશન પર સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. દરમિયાન, અવકાશ એજન્સીએ માહિતી આપી છે કે, મિશન સમયસર એની ગતિ પર છે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા તૈયાર છે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર કયા કારણોસર ઉતરી શક્યું નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેથી આ વખતેના પ્રોજેક્ટમાં એવી કોઈ જ ભૂલ ફરી ન થાય.

બાહુબલી રોકેટઃ આ મિશન હાલમાં ચંદ્રની યાત્રા પર છે, જે ખૂબ જ ખાસ છે. અગાઉ ચંદ્રયાન-3ને ISROના 'બાહુબલી' રોકેટ LVM3થી મોકલવામાં આવ્યું હતું. વાસ્તવમાં, બુસ્ટર અથવા કહો કે, શક્તિશાળી રોકેટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળવા માટે વાહન સાથે ઉડે છે. જો સીધા ચંદ્ર પર જવા માંગતા હો, તો એક મોટા અને વધુ શક્તિશાળી રોકેટની જરૂર પડે છે. યાનને વધુ ઇંધણની પણ જરૂર પડે છે, જેની સીધી અસર પ્રોજેક્ટના બજેટ પર પડે છે. એટલે કે, જો પૃથ્વીથી સીધા ચંદ્રનું અંતર નક્કી કરીએ, તો વધુ ખર્ચ કરવો પડશે. નાસા પણ આવું જ કરે છે. પરંતુ ઈસરોનું ચંદ્ર મિશન સસ્તું છે કારણ કે તે ચંદ્રયાનને સીધું ચંદ્ર પર મોકલી રહ્યું નથી.

ઈંધણનો ખર્ચ બચાવ્યોઃ ખરેખર, ઈસરો પાસે એટલું શક્તિશાળી રોકેટ નથી કે જે વાહનને સીધા ચંદ્રની કક્ષામાં લઈ જઈ શકે. પૃથ્વીથી ચંદ્રનું અંતર માત્ર ચાર દિવસનું છે. ચંદ્રયાનમાં ઈંધણનો જથ્થો મર્યાદિત છે અને જો આપણે તેને સીધો ચંદ્ર પર મોકલીશું તો તમામ ઈંધણનો ખર્ચ થઈ જશે. તેના બદલે તેને પૃથ્વીની આસપાસ ફરવા માટે છોડી દેવામાં આવે છે. આ દરમિયાન ઈંધણનો ઉપયોગ ઘણો ઓછો થાય છે.

ભ્રમણકક્ષા બદલશેઃ જો આગળની પ્રક્રિયાને સમજો છો, તો પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણની મદદથી વાહનને આગળ ફેંકવામાં આવે છે. જેમ આપણે ચાલતી બસમાંથી નીચે ઉતરીએ છીએ. આગળની દિશામાં દોડીએ છીએ. પૃથ્વી તેની ધરી પર જે ઝડપે ફરે છે તેનો ફાયદો ચંદ્રયાન-3ને મળી રહ્યો છે. મિશન ધીમે ધીમે તેની ભ્રમણકક્ષા બદલી રહ્યું છે. 4 દિવસમાં ચંદ્ર સુધી પહોંચી જતુ યાન હવે 40થી 42 દિવસ લેશે. જોકે, આવું કરીને બીજી અવકાશી એજન્સી કરતા ઈસરોએ એક મોટો ખર્ચો બચાવી લીધો છે.

  1. Chandrayaan 3: ફ્લાઈટમાંથી ચંદ્રયાન-3 કેવું દેખાયું, જુઓ અદભૂત વીડિયો
  2. Chandrayaan 3: શ્રીહરિકોટાથી ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ, 40 દિવસ પછી ચંદ્ર પર લેન્ડિંગ કરશે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.