ચંદીગઢઃ પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ હવે પંજાબ પોલીસની મજાક ઉડાવતા પોતાના નિવેદન(Sidhu's controversial statement on policemen)થી સતત ઘેરાઈ રહ્યા છે. સિદ્ધુએ 18 ડિસેમ્બરે સુલતાનપુર લોધીમાં આયોજિત રેલીમાં ધારાસભ્ય નવતેજ સિંહ ચીમા તરફ ઈશારો કર્યો અને કહ્યું કે તે 'પોલીસકર્મીની પેન્ટ ભીની' કરી શકે છે.
ચંદીગઢના DSP એ નવજોત સિંહ સિદ્ધુને માનહાનિની નોટિસ મોકલી
ચંદીગઢ પોલીસના DSP દિલશેર સિંહ ચંદેલે નવજોત સિંહ સિદ્ધુને માનહાનિની નોટિસ મોકલવા(DSP of Chandigarh Police sent a defamation notice to Sidhu) ની પુષ્ટિ કરી છે. DSP દિલશેર ચંદેલે કહ્યું છે કે, રાજકારણીઓએ આ રીતે ફરજ પરના પોલીસકર્મીઓની મજાક ઉડાવવી જોઈએ નહીં. માનહાનિની નોટિસમાં પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને 21 દિવસની અંદર માફી માંગવા(Sidhu's asked to apologize within 21 days) માટે કહેવામાં આવ્યું છે, જો સિદ્ધુ માફી નહીં માંગે તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે. દિલશેર સિંહ ચંદેલે કહ્યું કે, નેતાઓજ પોલીસની મજાક ઉડાવી રહ્યા છે, જ્યારે આ પોલીસ તેમને અને તેમના પરિવારની સુરક્ષા કરે છે. જો પોલીસ નહીં હોય તો રિક્ષાચાલક પણ તેમની વાત સાંભળશે નહીં.
સિદ્ધુને 21 દિવસની અંદર માફી માગવા કહ્યું
આ પહેલા જાલંધર ગ્રામીણ સબ ઈન્સ્પેક્ટર બલવીર સિંહે પણ નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો, તેમણે પંજાબના DGPને કહ્યું કે, કોંગ્રેસ નેતાને આ ભૂલ માટે માફી ન આપવી જોઇએ. લુધિયાણાના કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ પણ પોલીસકર્મીઓનો સાથ આપ્યો અને કોવિડ -19 અને વિદ્રોહ દરમિયાન તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
સુખબીર બાદલે કહ્યું, પોલીસવાળા પૈસા લે છે
નવજોત સિંહ સિદ્ધુ બાદ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પોલીસકર્મીઓને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે. નિવૃત્ત IG કુંવર વિજય પ્રતાપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તમામ પોલીસકર્મીઓ રૂપિયા વસુલે છે. તેમણે કહ્યું કે, જ્યારે કુંવર વિજય પ્રતાપ IG હતા ત્યારે તેઓ પોલીસ સ્ટેશનમાંથી 500-500 રૂપિયા લેતા હતા. નિવૃત્ત IG કુંવર વિજય પ્રતાપ હવે અમૃતસરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીએ સુખબીર સિંહ બાદલના નિવેદનની નિંદા કરી છે.
આ પણ વાંચો : લુધિયાણા બ્લાસ્ટ પર સિદ્ધુના નિવેદન પર વિવાદ, ભાજપે કહ્યું પાકિસ્તાનને બચાવવાની છે યુક્તિ