ETV Bharat / bharat

કોવિડ-19 વોરિયર્સને કેન્દ્ર દ્વારા સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) અંર્તગત કોરોના વોરિયર્સને 24 એપ્રિલ, 2021 સુધી ઇન્શ્યોરન્સ આપવામાં આવશે ત્યાર બાદ એક નવી ઇન્શ્યોરન્સ પોલિસી અમલમાં આવશે

કોરોના વોરિયર્સ માટે કેન્દ્રની જાહેરાત
કોરોના વોરિયર્સ માટે કેન્દ્રની જાહેરાત
author img

By

Published : Apr 19, 2021, 2:07 PM IST

  • કોરોના વોરિયર્સ માટે કેન્દ્રની જાહેરાત
  • વોરિયર્સ માટે હેલ્થ ઇન્શ્યોરન્સની જાહેરાત
  • કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જાહેરાત કરી છે કે કોવિડ વોરિયર્સના ક્લેઇમ્સ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 24 એપ્રિલ સુધી આવરી લેવામાં આવશે ત્યારબાદ એક નવી પોલિસી અમલમાં આવશે. એક ટ્વિટ કરીને આ અંગે માહિતી આપવામાં આવી હતી કે કોરોના યોદ્ધાઓના કવર માટે એક નવી વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે, આ અંગે ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ સાથે વાત કરવામાં આવી છે.

વધુ વાંચો: અમદાવાદ-વેરાવળ વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેન કરાઇ બંધ

287 ક્લેઇમ થયા છે પાસ

મંત્રાલયે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે," અત્યાર સુધીમાં ઇન્શ્યોરન્સ કંપની દ્વારા 287 ક્લેઇમ પાસ કરવામાં આવ્યા છે. મુશ્કેલીના સમયમાં આ પ્રકારની સ્કીમએ મહત્વનો ભાગ ભજવ્યો છે જેથી હેલ્થવર્કર્સમાં કોવિડ-19 સામે લડવાનો ઉત્સાહ વધ્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) 24મી એપ્રિલ સુધી લાગુ રહેશે ત્યાર બાદ કોવિડ વોરિયર માટે ફ્રી ઇન્શ્યોરન્સ પોલિસી લાગુ થશે" મંત્રાલયે જણાવ્યું હતું કે PMGKPની જાહેરાત ગત માર્ચ મહિનામાં લાગુ કરવામાં આવી હતી. જે 3 વખત લંબાવવામાં આવી છે.

વધુ વાંચો: કળીયુગનો શ્રવણ: કોરોના પોઝિટિવ માનસિક દિવ્યાંગ માતાની સારવાર કરી પુત્ર થયો સંક્રમિત

હેલ્થ વર્કર્સ તથા તેમના પરીવારને મળશે સુરક્ષા કવચ

સ્કીમ હેલ્થ વર્કર્સ અને તેમના પરીવારજનોની સુરક્ષા માટે લાગુ કરવામાં આવી હતી, જેમાં હેલ્થ વર્કર્સને 50 લાખ સુધીનું કવર મળે છે. આ યોજનાનો લાભ કોરોનાથી જીવ ગુમાવનાર કોરોના વોરિયર્સ પર આશ્રિત પરીવારજનોને મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.