- કોવિડના વધતા જતા કેસ વચ્ચે રસીને એક મોટો ઉપાય
- ભૂપેશ બધેલે કેન્દ્ર સરકારને પત્ર લખીને રસીની કિંમતમાં ઘટાડો કરવા માંગ
- ખાનગી હોસ્પિટલોને 800 રૂપિયાના દરે રસી આપશે
છત્તીસગઢ : દેશભરમાં કોવિડના વધતા જતા કેસ વચ્ચે રસીને એક મોટા ઉપાય તરીકે જોવામાં છે. પરંતુ દેશમાં રસીની વિશાળ અછત છે. આ સિવાય રસીના ખર્ચને લઈને પણ ઘણા મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલે કેન્દ્ર સરકારને પત્ર લખીને રસીની કિંમત એકસરખી કરવી જોઇએ તેવી માંગ કરી છે.
રાજ્ય સરકારોને 400 અને ખાનગી હોસ્પિટલોને 800 રૂપિયાના દરે રસી આપશે
મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. હર્ષ વર્ધનને પત્ર લખીને કોરોના રસીના ઓછામાં ઓછા ભાવ નક્કી કરવા વિનંતી કરી છે. જેથી સમગ્ર દેશને સમાન દરે રસી મળી શકે. મુખ્યપ્રધાને પત્રમાં લખ્યું છે કે 'સીરમ ઇન્સ્ટિટ્યૂટે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, તેઓ રાજ્ય સરકારોને રસી દીઠ 400 રૂપિયાના દરે અને ખાનગી હોસ્પિટલોને રસી દીઠ 800 રૂપિયાના દરે આપશે. જ્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અત્યાર સૂધી રસી 150 રૂપિયા દરે આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં પુખ્ત વયના 16 લાખથી વધુ લોકોને બે મહિનામાં જ રસી અપાશે
સીરમ સંસ્થા દ્વારા રસીના ભાવમાં વધારો કરવામાં આવ્યો
બઘેલેે પત્રમાં લખ્યું છે કે, 'અખબારો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ભારતમાં કોવિશિલ્ડ વિશ્વના સૌથી ઊંચા દરે પૂરા પાડવામાં આવે છે. જે દેશમાં વધી રહેલી કોરોનાની સ્થિતિને જોતાં એક "વધારાનો ફાયદો" કમાવવાના ઉદ્દેશ્યથી સિરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા વેક્સિનના દરમાં વૃદ્ધિ કરવામાં આવી છે. રસીના દરમાં સીરમ સંસ્થા દ્વારા વધારો કરવામાં આવ્યો છે. તેથી ભારત સરકાર દ્વારા "દવાઓના ભાવ નિયંત્રણ"ની જોગવાઈઓ હેઠળ રસીના સૌથી ઓછા દર નક્કી કરે.
છેલ્લા 24 કલાકમાં 16,731 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ
છત્તીસગઢમાં છેલ્લા 24 કલાક દરમિયાન 16,731 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. શનિવારે છત્તીસગઢમાં કોરોનાથી 203 લોકોના મોત નિપજ્યા હતાં. રાજધાની રાયપુરમાં સૌથી વધુ 2,138 નવા કેસ નોંધાયા છે. અહીં 46 લોકોનાં મોત નીપજ્યાં છે.