- બિપિન રાવત સહિત તમામ મૃતદેહ દિલ્હી પહોંચ્યા
- PM મોદી દ્વારા તમામ પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
- દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત
નવી દિલ્હી: દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, જેમણે તમિલનાડુમાં કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો, તેમના પાર્થિવ દેહને આજે દિલ્હી (Mortal remains of CDS Bipin Rawat reached Delhi) લાવવામાં આવ્યો છે. જ્યાં PM મોદી અને રાજનાથ સિંહ દ્વારા તમામ પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ઉપરાંત મૃતકોના પરીવારને પણ મળ્યા હતા.
એરક્રાફ્ટમાં 13 મૃતદેહો સુલુરથી દિલ્હી લાવવામાં આવ્યા
ભારતીય વાયુસેનાના C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં 13 મૃતદેહો સુલુરથી દિલ્હી લાવવામાં આવ્યા છે. જનરલ રાવતનો સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને અન્ય વિદાય પામેલા સૈન્ય કર્મચારીઓને પણ યોગ્ય સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે જનરલ રાવત (CDS Bipin Rawat), તેમની પત્ની અને 11 લોકો મૃત્યુ પામ્યા હતા. તમિલનાડુમાં કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અન્ય લોકોના મોત થયા હતા.
સંભવતઃ આકાશમાં ધુમ્મસના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
વાયુસેના અને અન્ય અધિકારીઓએ કહ્યું હતું કે, સંભવતઃ આકાશમાં ધુમ્મસના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં સવાર 13 લોકોના મોત થયા હતા, જ્યારે એક બચી ગયેલા વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુના સંદર્ભમાં દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું. હેલિકોપ્ટર દુર્ઘટનામાં પ્રથમ ચીફ ડિફેન્સ ચીફ (CDS) જનરલ બિપિન રાવતના મૃત્યુ મામલે ગુરુવારે લોકસભામાં જણાવ્યું હતું કે, એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં ત્રણેય સેનાઓની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: CDS General Bipin Rawat: વેલિંગ્ટનમાં CDS જનરલ બિપિન રાવત સહિત શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ
આ પણ વાંચો: યાદોમાં જનરલ બિપિન રાવત: વડાપ્રધાન મોદીથી લઇ અન્ય નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલી