ETV Bharat / bharat

CBSE Term-II Board Exams: CBSEએ જાહેર કરી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ, જાણો ક્યારે શરૂ થશે? - CBSE બોર્ડની પરીક્ષા

CBSE દ્વારા ધોરણ 10 અને 12ની ટર્મ-2 (CBSE Term-II Board Exams) બોર્ડ પરીક્ષાની તારીખ (Term-II examinations for classes 10 and 12) જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની ટર્મ-2 બોર્ડ પરીક્ષા 26 એપ્રિલથી શરુ થશે.

CBSE Term-II Board Exams: CBSEએ જાહેર કરી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ, જાણો ક્યારે લેવાશે એક્ઝામ

author img

By

Published : Mar 11, 2022, 8:12 PM IST

નવી દિલ્હી: CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાની ડેટ શીટ બહાર (CBSE announces standard 10 and 12 exam date) પાડી છે. ડેટ શીટ મુજબ, 10 અને 12ની પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થશે. 10માં અને 12માં ધોરણની પરીક્ષા વ્યાવસાયિક વિષય સાથે શરૂ થશે. મુખ્ય વિષયની પરીક્ષા 6 મેથી શરૂ થશે. ધોરણ 12નું સમાજશાસ્ત્ર અને ધોરણ 10નું અંગ્રેજી વિષય પેપર 27 એપ્રિલે લેવામાં આવશે.

આ પણ વાંચો: CBSE Not To Fail Anyone : ટર્મ વન પરીક્ષાના મૂલ્યાંકનની ચિંતામાંથી વિદ્યાર્થીઓને રાહત

26 એપ્રિલથી શરૂ થશે 10મી અને 12મીની પરીક્ષા

CBSEની ડેટશીટ મુજબ, 10મી અને 12મીની પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થશે અને 24 મે સુધી ચાલશે. ડેટ શીટમાં કહેવામાં આવ્યું છે કે, ડેટ શીટ તૈયાર કરતી વખતે JEE પરીક્ષાની સાથે અન્ય પરીક્ષાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ધોરણ 12ની પરીક્ષા 15 જૂન સુધી ચાલશે.

CBSE Term-II Board Exams: CBSEએ જાહેર કરી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ, જાણો ક્યારે લેવાશે એક્ઝામ
CBSE Term-II Board Exams: CBSEએ જાહેર કરી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ, જાણો ક્યારે લેવાશે એક્ઝામ

કોવિડ-19 નિયમોનું ચુસ્તપણે પાલન

પરીક્ષા સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. વિદ્યાર્થીઓએ કોવિડ-19 નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ અંતર્ગત વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પોતાની સાથે સેનિટાઈઝર અને માસ્ક લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: CBSE ટર્મ 2ની પરીક્ષા 26 એપ્રિલથી ઑફલાઇન લેવામાં આવશે

CBSE બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવી રહી છે

કોવિડ-19 સંક્રમણને કારણે આ વર્ષે CBSE બોર્ડની પરીક્ષા (CBSE board exam) વર્ષમાં બે વખત લેવામાં આવી રહી છે. આ અંતર્ગત બીજી ટર્મ હેઠળ આ પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં લેવામાં આવી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.