ETV Bharat / bharat

કોરોનાના વધતા સંક્રમણના કારણે CBSEની ધોરણ 10ની પરીક્ષાઓ રદ, ધોરણ-12ની મોકૂફ રખાઇ - સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન

કોરોના વાઇરસના કહેરની વચ્ચે CBSE(Central Board of Secondary Education)ની પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે ધોરણ-10ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

કોરોનાના વધતા સંક્રમણના કારણે CBSEની ધોરણ 10ની પરીક્ષાઓ રદ, ધોરણ-12ની મોકૂફ રખાઇ

author img

By

Published : Apr 14, 2021, 4:02 PM IST

Updated : Apr 14, 2021, 5:44 PM IST

  • CBSEની પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો
  • ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરવામાં આવી
  • બુધવારે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ યોજાઇ બેઠક

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે, કોરોના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ધોરણ-10ની પરીક્ષા રદ કરી છે જ્યારે ધોરણ-12ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ નિશાંક, કેન્દ્રીય શિક્ષણ સચિવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ પરીક્ષાઓ અંગે લેવામાં આવેલા નિર્ણય વિષેની માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ CBSE બોર્ડની પરીક્ષાને લઈને વડાપ્રધાન મોદીએ બેઠક બોલાવી, શિક્ષણ પ્રધાન પણ રહેશે હાજર

બોર્ડ 1 જૂને પરિસ્થિતિની સમીક્ષા કરશે

બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા માપદંડના આધારે ધોરણ-10ના પરિણામો જાહેર કરવામાં આવશે. ધોરણ-12ની પરીક્ષાઓ બાદમાં લેવામાં આવશે અને બોર્ડ 1 જૂને પરિસ્થિતિની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદી સાથેની બેઠકના સમાપન બાદ શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે પરીક્ષાઓ અંગે જાહેરાત કરી હતી.

ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય છે

આદેશ મુજબ 4 મેથી 14 જૂન સુધી નિર્ધારિત ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. 1 જૂનના રોજ બીજી બેઠક મળશે, જેમાં તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. જો પરીક્ષાઓ લેવામાં આવશે તો વિદ્યાર્થીઓને 15 દિવસ અગાઉથી તેની જાણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલે CBSE બોર્ડની પરીક્ષા મુલતવી રાખવા રજૂઆત કરી

ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય

શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે, ધોરણ-10ના વિદ્યાર્થીઓને આંતરિક આકારણીના આધારે આગળના વર્ગમાં મોકલવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી મૂલ્યાંકનથી સંતુષ્ટ ન હોય તો તે પરિસ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા આપી શકે છે.

કેજરીવાલે માંગ કરી છે

આ પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે કેન્દ્રને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની પરીક્ષાઓ રદ કરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, લગભગ છ લાખ વિદ્યાર્થીઓ અને એક લાખ શિક્ષકો હશે જે પરીક્ષા કેન્દ્રોમાં આવશે અને આની સાથે આ કેન્દ્રોને નવા કોવિડ-19 હોટસ્પોટમાં પરિવર્તિત કરી શકશે. દિલ્હીમાં રોગચાળાની આ બીજી લહેર ખૂબ ગંભીર છે અને તેની અસર યુવાનો અને બાળકોને પણ થઈ રહી છે. તેઓ કેન્દ્રને CBSEની પરીક્ષા રદ કરવા વિનંતી કરશે તેવુ તેમણે જણાવ્યું હતુ.

Last Updated : Apr 14, 2021, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.