મેંગલુરુ: મેંગલોર યુનિવર્સિટી કોલેજમાં(Mangalore University College) હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને ક્લાસમાં પ્રવેશવા પર પ્રતિબંધ(Prohibition students from entering class) મુકવામાં આવ્યો છે. જો કે, કેટલીક યુવતીઓ હિજાબ પહેરીને આવી જતાં તેમને સવારે પરત મોકલી દેવામાં આવી હતી. મેંગ્લોર યુનિવર્સિટીમાં યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકના નિર્ણય અનુસાર વીવી કોલેજ મેંગલોરમાં હિજાબ પર પ્રતિબંધ(Hijab banned in Mangalore) મૂકવામાં આવ્યો છે.
હિજાબ ઉતારીને ક્લાસરૂમમાં પ્રવેશ - આ પછી કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ(Muslim students), જેમની સંખ્યા 12 હતી, હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશવા જઈ રહી હતી. આ બાદમાં કોલેજ હેડની કમિટી(Committee of College Heads)એ વિદ્યાર્થીઓને મહિલા રેસ્ટરૂમમાં હિજાબ ઉતારીને ક્લાસરૂમમાં પ્રવેશવા જણાવ્યું હતું. જો કે, વિધાનસભ્ય વેદ વ્યાસ કામથ અને મેંગ્લોર યુનિવર્સિટીના ચાન્સેલર પી એસ યાદપાદિત્યની અધ્યક્ષતામાં CDCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને કૉલેજમાં પ્રવેશ આપવામાં આવશે નહીં ત્યારે વિવાદ ઊભો થયો હતો. અન્ય કોલેજમાં જવા ઇચ્છતી વિદ્યાર્થીનીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: હિજાબ વિવાદ પર ચર્ચામાં આવેલી મુસ્કાનના પિતાએ કહ્યું- "હું નથી જાણતો કે કોણ છે અલ જવાહિરી"
લાઇબ્રેરીમાં જવાની પણ મંજૂરી આપી ન હતી - 12 છોકરીઓ હિજાબ પહેરીને કોલેજ પહોંચી હતી. હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશેલી વિદ્યાર્થિનીઓને કોલેજના પ્રિન્સિપાલે પરત મોકલી દીધી હતી. વિદ્યાર્થિનીઓને લાઇબ્રેરીમાં જવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. કોપ્પલમાં પત્રકારો સાથે વાત કરતા શિક્ષણ પ્રધાન બીસી નાગેશે કહ્યું કે, હિજાબના મુદ્દા પાછળ કોંગ્રેસનું ષડયંત્ર હતું. અમે હિજાબ જોતા નથી. આની પાછળ આપણે અદ્રશ્ય હાથોને વ્યવસ્થિત રીતે કામ કરતા જોઈ રહ્યા છીએ. અમે આ દેશના કાયદાનું ઉલ્લંઘન કરવાનું ષડયંત્ર જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે તેઓ કહી રહ્યા છે કે તેઓ સમગ્ર દેશના કાયદાનું ઉલ્લંઘન કરશે.
આ પણ વાંચો: Delhi Hijab Controversy: દિલ્હીમાં પણ હિજાબ સામે વાંધો, શિક્ષકે વિદ્યાર્થિનીઓનો હિજાબ ઉતાર્યો
હિજાબના પ્રકરણમાં ગરમાગરમી - બીજી તરફ, કર્ણાટકના સીએમ(Chief Minister of Karnataka) બસવરાજ બોમ્માઈએ હિજાબના પ્રકરણમાં ગરમાગરમી પર કહ્યું કે આ મુદ્દો ઉઠાવવાની કોઈ જરૂર નથી. કોર્ટ પોતાનો ચુકાદો આપી ચૂકી છે. દરેક જણ તેને અનુસરી રહ્યું છે, 99.99% લોકોએ તેને અનુસર્યું છે. તેઓ જે પણ નિર્ણય લે છે, તેનું પાલન કરવું પડશે.