કોઇમ્બતુર: તામિલનાડુમાં (કોઇમ્બતુર) 23 ઓક્ટોબરે થયેલા કાર વિસ્ફોટમાં (CAR EXPLOSION) માર્યા ગયેલા એક વ્યક્તિ જેમશા મુબીનના ઘરેથી મળી આવેલી સામગ્રી સંભવિત આતંકવાદી હુમલાના એંગલની આશંકા ઊભી કરે છે. જેમશા મુબીનના ઘરેથી કટ્ટરપંથી, IS-સંબંધિત પ્રતીકો અને લોકોનું વર્ગીકરણ સૂચવતી હસ્તલિખિત મટીરીયલ મળી આવ્યું છે. સમગ્ર ઘટના બાદ શહેર અને રાજ્યમાં આતંકવાદી હુમલાની (TERRORIST ATTACK) આશંકા સેવાઈ રહી છે. જો કે સમગ્ર મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NATIONAL INVESTIGATION AGENCY) તપાસ કરી રહી છે. શહેર પોલીસે નોંધેલી ફરિયાદમાં પણ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમનો ઉલ્લેખ કર્યો છે. મુબીનના ઘરેથી એક સ્લેટ પર તમિલમાં "અલ્લાહુવિન ઇલાથિન્મધુ કૈ વૈથલ વેરારુપ્પોમ" (જેઓ અલ્લાહના ઘરને સ્પર્શ કરશે તેને જડમૂળથી ઉખાડી નાખવામાં આવશે) તેવું લખાણ મળી આવ્યું હતું.
સંદિગ્ધ મટીરીયલ મળી આવ્યું: સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર શહેર પોલીસ દ્વારા મુબીનના ઘરેથી બીજા અનેક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરેલા દસ્તાવેજોમાં પણ જિહાદ પરનું કટ્ટર લખાણ સિવાય આતંકવાદી સંગઠન ISISના ધ્વજની રેખાકૃતિ, મુસ્લિમ અને કાફિરના તફાવત દર્શાવતા મટીરીયલ મળી આવ્યું છે. સંબંધિત અધિકારીઓ વધુમાં જણાવ્યું હતું કે તેઓને હાથથી લખેલું એક લખાણ મળી આવ્યું છે જેમાં લખ્યું હતું કે જેહાદ કરવું એક યુવાનોની ફરજ છે બાળકો અને વયસ્કોની નહિ. સમગ્ર માહિતી અને સાબૂટનાં આધારે NIA એ આગળની તપાસ હાથ ધરી છે
વધુ 6 સંદિગ્ધ લોકોની ધરપકડ: 2019 માં પણ મુબીનની નેશનલ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. 23 ઓક્ટોબરે દીપાવલીના એક દિવસ પહેલા મુબીન જે કારમાં મુસાફરી કરી રહ્યો હતો તેમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો.જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના શહેરના સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તાર ઉક્કડમમાં કોટ્ટાઈ ઇશ્વરન મંદિરની બહાર બની હતી. તપાસ દરમિયાન દરમિયાન પોલીસે મુબીનના ઘરેથી 75 કિલો ઓછી-તીવ્રતાનો વિસ્ફોટક જપ્ત કર્યા હતા. તેમ છતાં રાજ્ય સરકારે ઘટનાને "આતંકવાદી હુમલો" ગણાવ્યો હતો. મૃતક વ્યક્તિ ISનો સાથે સંપર્કમાં હતો તેમ કહેવામાં આવ્યું. જો કે મુબીનના છ જેટલા સહયોગીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે