નવી દિલ્હી: ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં બુધવારે રાત્રે (jnu sought slogans in sanskrit) રાજધાનીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી (Udaipur Murder Case) હતી. એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા આ શાંતિ (JNU candle march) માર્ચ કાઢવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રાજસ્થાન સરકાર વિરુદ્ધ સંસ્કૃતમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ગુનેગારો સામે કડકમાં કડક સજાની માંગ કરી હતી. ABVP વિદ્યાર્થી સંઘે કન્હૈયા લાલને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ વિદ્યાર્થી સંગઠને માંગ કરી હતી કે, આ ઘટનાને જોઈને ગેહલોત સરકારે રાજીનામું આપવું (candle march in jnu for kanhaialal) જોઈએ. કન્હૈયા લાલની હત્યા માટે માત્ર બે જ લોકો જવાબદાર નથી, પરંતુ રાજસ્થાન સરકારનું સમગ્ર તંત્ર (murder of kanhaialal in udaypur) જવાબદાર છે, જેની સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો: લોકોએ જ કાયરોને ઢોર માર માર્યો હોત તો એ ખોટું ન હતુંઃ પ્રતાપસિંહ ખાચરિયાવાસ
કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ: સૌ પ્રથમ, એબીવીપીના (candle march in jnu) વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સાબરમતી હોસ્ટેલની સામે એકઠા થયા હતા અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે જેએનયુમાં સંસ્કૃતમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં ગેહલોત સરકારને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. કન્હૈયાલાલને ન્યાય અપાવવા માટે માત્ર આરોપીઓ સામે જ નહીં પરંતુ આ સમગ્ર ઘટનામાં જવાબદાર તમામ વિભાગો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
કન્હૈયા લાલને ન્યાય: ABVP સ્ટુડન્ટ્સ યુનિયનનું કહેવું છે કે, આ સમગ્ર ઘટના બાદ રાજસ્થાન સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનમાં એક રીતે હિંદુઓ પર જાણીજોઈને હુમલા કરવામાં આવી રહ્યા છે. એબીવીપીના વિદ્યાર્થીઓએ જેએનયુ કેમ્પસમાં રહેતા ડાબેરી તરફી વિદ્યાર્થીઓ વિરુદ્ધ પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ફ્રીડમ ઓફ સ્પીચનો હવાલો આપતા લોકો આજે ક્યાં છુપાયેલા છે. જ્યારે કોઈ હિંદુ મૃત્યુ પામ્યો ત્યારે આવા લોકો તેની સાથે કેમ ઉભા નથી. સ્વાભાવિક છે કે, કન્હૈયાની હત્યા સમગ્ર સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. ABVP સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત સામાન્ય વિદ્યાર્થીઓ પણ આ ઘટનાથી ખૂબ જ દુખી છે. તેઓ કન્હૈયા લાલને ન્યાય મળવાની વાત પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ઉદયપુર કાંડે માણસાઈ શરમાવી: કન્હૈયાલાલ હત્યા પર જામા મસ્જિદના શાહી ઇમામની પ્રતિક્રિયા
કન્હૈયાલાલની ઘાતકી હત્યા: રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની ઘાતકી હત્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે. જો કે હત્યા બાદ રાજસ્થાન પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી લીધી છે, પરંતુ કેસની શંકાસ્પદતાને જોતા ગૃહ મંત્રાલયે તેને NIAને સોંપી દીધો છે. જેએનયુના વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જે રીતે કન્હૈયાલાલને પહેલાથી જ ધમકીઓ મળી રહી હતી અને તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. જો રાજસ્થાન પોલીસે આ વાતને ગંભીરતાથી લીધી હોત અને કન્હૈયાલાલને સુરક્ષા આપી હોત તો આજે કન્હૈયાલાલ જીવિત હોત.